અફિલિએટ માર્કેટિંગ શું છે? – What is Affiliate Marketing?
અફિલિએટ માર્કેટિંગ એટલે તમે તમારા તમારા પ્રોડક્ટ અથવા સર્વિસના વેચાણ માટે અમુક લોકો સાથે પાર્ટનરશીપ કરો છો જેમને અફિલિએટ માર્કેટર કહેવાય છે.
આ અફિલિએટ માર્કેટર તમારા પ્રોડક્ટ અને સર્વિસને લોકો સુધી પહોચાડશે અને તેને વેંચશે અને તેઓ જેટલા પ્રોડક્ટ વેચશે તો તેમણે તેમના વેચાણ ઉપર કમિશન આપવામાં આવે છે.
અફિલિએટ માર્કેટરને દરેક પ્રોડક્ટના વેચાણ ઉપર કમિશન મળે છે. આ રીતે તમારા પ્રોડક્ટ અને સર્વિસનું માર્કેટિંગ પણ અફિલિએટ માર્કેટર જ કરે છે.
પોતાના પ્રોડક્ટ અને સર્વિસને અફિલિએટ માર્કેટર દ્વારા વેચવું તો તેને અફિલિએટ માર્કેટિંગ કહેવાય છે.
અફિલિએટ માર્કેટિંગ કામ કેવી રીતે કરે છે? – How does Affiliate Marketing work?
સૌપ્રથમ કોઈ એક કંપની અથવા બ્રાન્ડ પોતાનો અફિલિએટ પ્રોગ્રામ (Affliate Program) લોન્ચ કરે છે. હવે અલગ-અલગ અફિલિએટ માર્કેટર (Affiliate Marketer) એ કંપની અથવા બ્રાન્ડના અફિલિએટ પ્રોગ્રામમાં જોડાય છે.
હવે અફિલિએટ માર્કેટર તે અફિલિએટ પ્રોગ્રામમાં આપેલા પ્રોડક્ટ અથવા સર્વિસને પ્રોમોટ કરે છે અને તેને વેચવાનો પ્રયાસ કરે છે.
જો અફિલિએટ માર્કેટર કોઈ પ્રોડક્ટ અથવા સર્વિસને સફળતાપૂર્વક વેચે છે તો કંપની અથવા બ્રાન્ડ તે અફિલિએટ માર્કેટરને દર વેચાણ ઉપર કમિશન (Affiliate Commission) રૂપે પૈસા આપે છે.
આ રીતે અફિલિએટ માર્કેટર કંપનીના પ્રોડક્ટ કે સર્વિસનું વધારેમાં વધારે વેચાણ વધારે છે અને કંપનીને ફાયદો થાય છે અને તેમાથી કમિશન અફિલિએટ માર્કેટરને પણ મળે છે જેથી કંપની અને અફિલિએટ માર્કેટર એમ બંનેનો ફાયદો થાય છે.
આ રીતે અફિલિએટ માર્કેટિંગ કામ કરે છે.
અફિલિએટ માર્કેટર કોણ હોય છે?
અફિલિએટ માર્કેટર આપણાં જેવા સામાન્ય માણસો જ હોય છે જેમને પોતાના કોઈ પ્રોડક્ટ કે સર્વિસને બનાવવાની જરૂર નથી હોતી.
તેઓ અલગ-અલગ અફિલિએટ પ્રોગ્રામમાં જોડાય છે અને તેના પ્રોડક્ટ કે સર્વિસનું વેચાણ કરીને દર વેચાણ ઉપર કમિશન કમાય છે.
એક અફિલિએટ માર્કેટર શું કરે છે? – What does an Affiliate Marketer do?
એક અફિલિએટ માર્કેટર અલગ-અલગ અફિલિએટ પ્રોગ્રામમાં જોડાઈને તે કંપનીના પ્રોડક્ટ કે સર્વિસને સમજે છે અને તેને કેવી રીતે વેચી શકાય તેના ઉપર સ્ટ્રેટજી તૈયાર કરે છે.
હવે અફિલિએટ માર્કેટર તે પ્રોડક્ટ કે સર્વિસને અલગ-અલગ પ્લૅટફૉર્મ દ્વારા વેચે છે જેમ કે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ, બ્લોગ, ફોરમ વેબસાઇટ, જાહેરાતો દ્વારા, ફનલ બનાવીને વગેરે રીતે.
આ એક અફિલિએટ માર્કેટરનું કામ હોય છે.