અલિબાબા ગ્રુપ શું છે? જાણો Alibaba.com વિશે..!!

તમે Amazon કંપનીનું નામ તો જરૂર સાંભળ્યુ હશે પણ Alibaba કંપનીનું નામ કદાચ નહીં સાંભળ્યુ હોય. આજે આપણે ચાઇનાની એક મોટી કંપની વિશે વાત કરીશું જેના ચર્ચા પૂરી દુનિયામાં થાય છે.

તમે UC Browser નો ઉપયોગ તો જરૂર કર્યો હશે, આ ભારતમાં ખૂબ લોકપ્રિય વેબ-બ્રાઉઝર હતું જે અલિબાબા ગ્રુપની પેટાકંપની UCWeb માં આવતું હતું પણ આ બ્રાઉઝર 2020માં ઘણી ચાઈનીઝ મોબાઇલ એપ સાથે બેન કરવામાં આવ્યું હતું.

તો ચાલો આજે તમને જાણવા મળશે કે આ અલિબાબા કંપની શું છે? તેની શરૂઆત કઈ રીતે થઈ? તેવી વગેરે જાણવા જેવી માહિતી જાણવા મળશે.

Alibaba Group information in Gujarati language

અલિબાબા ગ્રુપ શું છે?

અલિબાબા એક ગ્રુપ કંપની છે જેની અંદર ઘણી-બધી પેટા-કંપનીઓ આવેલી છે, Alibaba.com એક ચાઈનીઝ મલ્ટીનેશનલ ટેક્નોલોજી કંપની છે જેના ઇન્ટરનેટ દ્વારા ચાલતા ઘણા બધા બિઝનેસ છે.

અલીબાબા કંપનીનો બિઝનેસ ઈ-કોમર્સ, ઇન્ટરનેટ દ્વારા ચાલે છે અને તેની ઘણી અન્ય અલગ-અલગ સેવાઓ છે.

અલિબાબા ગ્રુપ “બિઝનેસ ટુ બિઝનેસ”, “બિઝનેસ ટુ કસ્ટમર” અને “કસ્ટમર ટુ કસ્ટમર” વગેરેની સેલ્સ સેવાઓ પોતાની વેબસાઇટ દ્વારા પૂરી પાડે છે.

અલિબાબા ગ્રુપ શોપિંગ સર્ચ એંજિન, ઈલેક્ટ્રોનિક પેમેન્ટ અને ક્લાઉડ કમ્પ્યૂટિંગની સેવાઓ પણ પૂરી પાડે છે.

ફોર્બ્સની ટોચની 10 ડિજિટલ કંપનીઓની લિસ્ટમાં ફેસબુક (Meta) પછી 11મી અલિબાબા કંપની આવે છે અને તેની પાછળ ઇન્ટેલ (Intel) કંપની છે.

ચાઇનાના માર્કેટ કેપિટલાઇઝેશનના આધારે Alibaba કંપની બીજા નંબરની સૌથી મોટી કંપની છે.

“અલિબાબા કંપનીનો 2014માં IPO થયો હતો જે “ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જ”માં હતો, આ IPO માં તેમને 25 અબજ અમેરિકન ડોલર્સ ભેગા કર્યા હતા અને પૂરા ઇતિહાસમાં અત્યાર સુધીનો આ સૌથી મોટો IPO હતો જેને એક રેકોર્ડ બનાવ્યો હતો.”

Kantar Group મુજબ અલિબાબા ગ્રુપ 2021 ની ટોચની 7મી સૌથી વધારે વેલ્યૂ ધરાવતી બ્રાન્ડ છે.

અલિબાબા ગ્રુપની શરૂઆત ક્યારે થઈ?

અલિબાબા કંપનીની શરૂઆત 28 જૂન 1999 માં થઈ હતી અને તેમના સ્થાપકનું નામ “જેક મા” છે. આ કંપનીને અત્યાર સુધી 22 વર્ષ થઈ ગયા છે.

અલિબાબા ગ્રુપની શરૂઆત કોણે કરી?

અલિબાબાની શરૂઆત Jack Ma Yun (જેક મા)1999માં કરી હતી જેઓ આ કંપનીના સ્થાપક છે. તેમની ટિમમાં ટોટલ 18 ટિમ મેમ્બર્સ હતા જેને જેક મા લીડ કરતાં હતા.

જેક મા એ ચાઇનાના Hangzhou માં પોતાની પ્રથમ વેબસાઇટ Alibaba.com ઇંગ્લિશમાં ચાલુ કરી હતી જે એક ગ્લોબલ હોલસેલ માર્કેટપ્લેસ છે.

ત્યારબાદ જેક માએ અલિબાબા ગ્રુપની અંદર જ એક ચીન માર્કેટપ્લેસ 1688.com સર્વિસ બનાવી હતી.

જેમ અલિબાબા ગ્રુપ મોટું બનતું ગયું તેમ તેમણે ઘણી બધી સર્વિસ લોન્ચ કરી.

“હાલ તો જેક માએ એક્સિક્યુટિવ ચેરમેનનું પદ પણ અલિબાબા ગ્રુપમાથી છોડી દીધું છે, હવે તેઓ પરોપકારના કામોમાં જોડાયેલા છે.”

અલિબાબાની શરૂઆત કેવી રીતે થઈ?

સૌપ્રથમ હું તમને જણાવું તો અલિબાબા શબ્દ સાંભળીને તમારા મગજમાં અલિબાબા અને ચાલીસ ચોરની વાર્તા યાદ આવતી હશે અને આગળની કહાનીમાં પણ તમને આવું જ કઈક જાણવા મળશે.

જેક મા 1995માં કોઈ કંપનીના કામથી અમેરિકા ગયા હતા અને ત્યાં તેમણે ઇન્ટરનેટ વિશે જાણ્યું હતું, તેમની સાથે જે વ્યક્તિ હતા તે એક ઇન્ટરનેટ કન્સલ્ટન્ટ હતા અને તેમની સાથે રહી તેમણે ઇન્ટરનેટ વિશે ઘણું બધુ જાણ્યું.

તે વખતે જેક માને સમજાઈ ગયું હતું કે ભવિષ્ય તો ઇન્ટરનેટનું આવશે અને તે વખતથી તેમણે આવી વેબસાઇટનું બનાવવાનું વિચાર્યું હતું.

તેઓ સેન ફ્રેન્સિસ્કોના એક રેસ્ટોરેંટમાં હતા અને તેમણે ત્યાં અલિબાબા નામનો આઇડિયા આવ્યો હતો, ત્યાં તેમણે ઘણા લોકોને પૂછ્યું કે શું તમે અલિબાબા વિશે જાણો છો? તો બધા જ લોકો અલિબાબા શબ્દ વિશે જાણતા હતા.

અલિબાબાની ચાલીસ ચોર વાળી ગુફા હોય છે અને જેમાંથી ખજાનો નીકળે છે તેવી જ રીતે અલિબાબાની સાઇટ પર જઈએ તો ત્યાં પણ એક ખજાનો મળશે તે હિસાબે તેમણે પોતાની સાઇટનું નામ Alibaba.com રાખ્યું હતું.

“એક જાણવા જેવી વાત કે 2005માં Yahoo! કંપનીએ અલિબાબા કંપનીમાં 1 અબજ ડોલર્સ ઇન્વેસ્ટ કર્યા હતા જેમાં 40% હિસ્સેદારી લીધી હતી, ત્યારબાદ જ્યારે અલિબાબાનો IPO આવ્યો ત્યારે તેમના 1 અબજ ડોલર્સ 10 અબજા ડોલર્સ થઈ ગયા હતા.”

અલિબાબા ગ્રુપની કંપનીઓ

  • Alibaba.com જે અલિબાબા ગ્રુપનો પ્રથમ બિઝનેસ હતો, જે એક ઇન્ટરનેશનલ ઓનલાઇન હોલસેલ માર્કેટ છે.
  • 1688.com જે 1999માં શરૂ થયું હતું, આ ચાઈનાનું મોટું અને લોકપ્રિય હોલસેલ પ્લૅટફૉર્મ છે જ્યાં રિટેલર્સ પ્રોડક્ટને ડાઇરેક્ટ મેનુફેક્ચરર પાસેથી ખરીદી શકે છે અને તે પ્રોડક્ટને વધારે ભાવમાં બીજે વેચી શકે છે.
  • Taobao કંપની જે 2003માં લોન્ચ થઈ હતી જે એક ચાઈનીઝ ઓનલાઇન શોપિંગ કરવા માટેનું પ્લૅટફૉર્મ છે.
  • YOUKU જે 2003માં લોન્ચ થયું હતું, આ યૂટ્યૂબની જેમ એક વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ છે.

  • Alimama જે 2007માં લોન્ચ થયું હતું, આ માર્કેટિંગ ટેક્નોલોજી પ્લૅટફૉર્મ છે.
  • TMALL કંપની જેની શરૂઆત 2008માં થઈ હતી જે ચીનમાં ચાલે છે, જે B2C (Business to consumer) મોડેલ પર કામ કરે છે.
  • ELEME જે 2008માં શરૂ થયું હતું, આ એક ઓનલાઇન ફૂડ ડિલિવરી સર્વિસ છે.
  • Alibaba Cloud જે 2009માં સ્થપાયું હતું, આ કંપની ક્લાઉડ સેવાઓ પ્રદાન કરે છે.
  • AliExpress જે 2010માં લોન્ચ થઈ હતી, આ એક ગ્લોબલ માર્કેટ પ્લેસ છે જેના દ્વારા કસ્ટમર ડાઇરેક્ટ મેનુફેક્ચરર અને ડિસ્ટ્રીબ્યુટર પાસેથી ખરીદી કરી શકે છે.
  • Lazada જે 2012માં શરૂ થયું હતું, આ એક ઇન્ટરનેશનલ ઈ-કોમર્સ કંપની છે.
  • Cainiao જે 2013માં શરૂ થયું હતું, આ એક લોજિસ્ટિક કંપની છે.
  • DingTalk જે 2014માં શરૂ થયું હતું, આ એક કોમ્યુનિકેશન અને કોલબરેટિવ પ્લૅટફૉર્મ છે.
  • FRESHIPPO જે 2016માં લોન્ચ થઈ હતી, આ કરિયાણાનું એક સ્ટોર હશે જેને તમે તમારા સ્માર્ટ ફોનથી એક્સેસ કરી શકો છો.

તો મિત્રો આશા છે કે આજે તમને Alibaba Group અથવા અલિબાબા કંપની વિશે ઘણું બધુ જાણવા મળ્યું હશે, તમારા મિત્રોને આ માહિતી પહોચાડવાનું ન ભૂલતા.

અમારી દર નવી પોસ્ટની અપડેટ મેળવવા માટે 7600940342 વોટ્સએપ નંબર પર Hii મેસેજ જરૂર મોકલજો.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-