આઇપી (IP) એડ્રેસનું ફુલ ફોર્મ શું છે? તેના વિશે બેઝિક જાણકારી

આખી દુનિયા ઈન્ટરનેટ પર આધારિત છે. લોકો ઈન્ટરનેટનો ઉપયોગ દિન પ્રતિદિન કરી રહ્યા છે. લોકો એક જગ્યાએથી હજારો કિલોમીટર દૂર એક બીજા સાથે ઈન્ટરનેટ મારફત વાતો કરી રહ્યા છે. વિડિઓ અને ઓડિયો કોલ કરીને એક બીજા સાથે ઘણી બધી વાત કરી રહ્યા છે. આ બધું જે થાય છે ને તે ઈન્ટરનેટના લીધે થાય છે. ઈન્ટરનેટ આ માળખું ઘણા બધા ટૂલ્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે. આમાંનું એક ટૂલ એવું છે જેનું નામ IP એડ્રેસ છે. તો મિત્રો આજે આપણે  જાણીશું IP એડ્રેસ નું ફુલ ફોર્મ શું છે? તેના વિશે બેઝિક જાણકારી.

આઇપી (IP) એડ્રેસનું ફુલ ફોર્મ શું છે? તેના વિશે બેઝિક જાણકારી

IP એડ્રેસનું ફુલ ફોર્મ એટલે શું?

IP એડ્રેસનું ફુલ ફોર્મ એટલે ઈન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ (Internet Protocol). આ એક ઈન્ટરનેટની દુનિયાનું યુનિક એડ્રેસ હોય છે જેનાથી એક ડિવાઇસને સરળ રીતે શોધી શકાય છે. ઈન્ટરનેટ અથવા લોકલ નેટવર્કમાં આ એક એવી સિસ્ટમને પરવાનગી આપે છે જે બીજી સિસ્ટમ દ્વારા ઓળખવા માટે ઈન્ટરનેટ પ્રોટોકોલથી કન્નેક્ટ હોય છે.

IP એડ્રેસ વિશે બેઝિક જાણકારી

◆ IP એડ્રેસના ટોટલ 2 વર્ઝન છે IPV4 અને IPV6.

◆ IP એડ્રેસના બીજા અન્ય પ્રકાર જેમ કે

  1. પબ્લિક IP એડ્રેસ
  2. પ્રાઇવેટ IP એડ્રેસ
  3. સ્ટેટિક IP એડ્રેસ
  4. ડાયનેમિક IP એડ્રેસ

◆ તમારા મોબાઈલમાં પ્રાઇવેટ IP એડ્રેસ હોય છે જો તેને તમારે શોધવું હોય તો નીચે પ્રમાણેના સ્ટેપ ફોલો કરજો.

મોબાઇલમાં પોતાનો આઇપી એડ્રેસ જોવાની રીત:-


સૌથી પહેલા તમે તમારા મોબાઈલના સેટિંગમાં જાવો.

  • સૌથી પહેલા તમે તમારા મોબાઈલના સેટિંગ્સમાં જાવો.

ત્યારબાદ તમે SIM cards & mobile networksની પર ક્લિક કરો.

  • ત્યારબાદ તમે SIM cards & mobile networks પર ક્લિક કરો.

ત્યારબાદ તમે Advanced settingsની ઉપર ક્લિક કરો.

  • ત્યારબાદ તમે સૌથી નીચે Advanced settingsની ઉપર ક્લિક કરો.

મોબાઇલનો આઇપી એડ્રેસ

  • તમે ઉપર ફોટોમાં જોયા પ્રમાણે તમને તમારા મોબાઈલનું IP એડ્રેસ જોવા મળી જશે. 

નોંધ: આ સેટિંગ રેડમીના મોબાઈલના છે જો તમારી પાસે બીજી કોઈપણ કંપનીનો મોબાઈલ હોય તો તેમાં અલગ રીતે સેટિંગ હશે. તમે સેટિંગ્સના સર્ચ બારમાં “Ip Address” લખીને શોધશો તો પણ તમને આઇપી એડ્રેસ જોવા મળી જશે.


◆ IP એડ્રેસ ટોટલ 4 સંખ્યાથી બનાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે 252.113.1.30 આ રીતે. એમાં બધા નંબર 0 થી 255ની વચ્ચે પ્રત્યેક રીતે સેટ હોય છે.

◆ જો તમારે તમારા ડેસ્કટોપનું IP એડ્રેસ જાણવું છે તો તમારે ગૂગલ પર સર્ચ કરવાનું રહેશે What is my IP address? એટલે તમારું IP એડ્રેસ આવી જશે.

◆ IP એડ્રેસ હંમેશા નેટવર્ક સર્વિસ પ્રોવાઇડરને આપેલા હોય છે. જેમ કે સિમ કાર્ડ જેમાં Jio, Airtel અને Vi વગેરે. જો તમે તમારા મોબાઈલનું સિમ કાર્ડ બદલાવો છો તો તેની સાથે તેનું IP એડ્રેસ પણ બદલાય જાય છે.

◆ સૌથી પહેલા IP એડ્રેસનો વિકાસ 1983માં Arpanet દ્વારા કરવામાં આવેલ હતો.

◆ કોઈપણ વેબસાઈટનું નામ એક IP એડ્રેસ સાથે જોડાયેલું હોય છે પણ આ દુનિયામાં લાખો કરોડો વેબસાઈટ આવેલી છે જેનું IP એડ્રેસ યાદ રાખવું સરળ નથી એટલે તેની પાછળ એક ડોમેન નામ સેટ કરવામાં આવે છે. તેને તમે યાદ રાખી શકો છો. તમે  ડોમેન નામ અને તેના વિશેની જાણકારી માટે આ લિંક પર જઈને પોસ્ટ વાંચી શકો છો.

તો મિત્રો આજે આપણે ઈન્ટરનેટના એક અગત્યનું નેટવર્ક પાર્ટ IP Address વિશેની બેઝિક જાણકારી લીધી. જો તમને આ માહિતી રસપ્રદ લાગી હોય તો બીજા લોકો સુધી શેયર કરજો.પોસ્ટને અંત સુધી વાંચવા માટે તમારો દિલથી આભાર.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-

મોબાઇલ હેંગ થવાના કારણો અને તેના ઉપાયો

IMEIનું ફુલ ફોર્મ શું છે?

વેબ બ્રાઉઝર એટલે શું?

માઉસ એટલે શું?