ઇન્ટરનેટ પર તમે ગૂગલ અને યૂટ્યૂબનો ઉપયોગ દરરોજ કરતાં હશો અને તેમાં તમે કઈકને કઈક સર્ચ તો જરૂર કરતાં હશો, તેના માટે હું તમને હમણાં એક સિમ્પલ ટ્રિક બતાવવાનો છુ જેનાથી સર્ચ કરતી વખતે તમારો સમય બચશે અને તમારી ઝડપ પણ વધશે.
હું તમને સૌપ્રથમ જણાવી દઉં કે આ રીત કમ્પ્યુટર અને લેપટોપ યુઝર માટે કામ કરશે અને જો તમે મોબાઇલનો ઉપયોગ કરો છો? તો પણ આ શિખી લો કારણ કે તમને આ ક્યારે ને ક્યારે જરૂર કામ લાગશે.
જ્યારે તમે ગૂગલ પર કઈક સર્ચ કરો છો ત્યારે તમારી સામે ઘણા બધા પરિણામ આવે છે, એટલે તમારી સામે ઘણી બધી વેબસાઇટની લિન્ક આવે છે, હવે તમે જોઈતું પરિણામ શોધવા માટે ગૂગલની નીચે પહોચી જાવ છો,
પણ જો તમારે કઈક નવું સર્ચ કરવું હોય તો તમે માઉસની મદદથી પાછા સર્ચ બટન પર જશો અને તેમાં તમારો સમય વેસ્ટ થાય છે, કારણ કે તમારો હાથ કીબોર્ડ પરથી ઊઠીને માઉસ પર આવે છે અને સર્ચ કરવા માટે ફરી તમારો હાથ કીબોર્ડ પર આવે છે, તેના લીધે તમારો ઘણો સમય પસાર થઈ જાય છે.
પણ હવે તમારે કીબોર્ડમાં માત્ર ‘ / ‘ ફોરવર્ડ સ્લેશ દબાવવાનું છે જેનાથી તમને ડાઇરેક્ટ સર્ચ બટનમાં ટાઈપ કરવાનો ઓપ્શન મળી જશે અને તમારે માઉસનો ઉપયોગ નહીં કરવો પડે જેનાથી તમારા સમયની ખૂબ બચત થશે.
આવી રીતે તમે યૂટ્યૂબમાં પણ ‘ / ‘નો ઉપયોગ કરી શકો છો, તમે કોઈ વિડિયો જોતાં હોય અને તમારે કઈક નવું સર્ચ કરવું હોય તો તમે ડાઇરેક્ટ ‘ / ‘ દબાવીને સર્ચ કરી શકો છો.
આશા છે કે આ સામાન્ય ટ્રિક ગૂગલ અને યૂટ્યૂબ પર તમારી સર્ચ કરવાની ઝડપમાં વધારો કરશે અને તમને ખૂબ ફાયદો પણ આપશે.
અમારી અન્ય પોસ્ટ:-