મિત્રો એક વેબ બ્રાઉઝરમાં વધારાના ફીચર્સ ઉમેરવા માટે આપણે તેમાં અલગ – અલગ પ્રકારના એક્સટેન્શન (Extension) ઇન્સ્ટોલ કરીએ છીએ,
આજે અમે તમને એક એવા એક્સટેન્શન વિશે જણાવીશું જેના દ્વારા તમે તમારા ડેસ્કટોપ ગૂગલ ક્રોમ અને ડેસ્કટોપ ફાયરફોક્સ બ્રાઉઝરમાં કોઈ પણ ઇંગ્લિશ શબ્દ પર ડબલ ક્લિક કરશો તો તમે તરત તે ઇંગ્લિશ શબ્દની વ્યાખ્યા (Definition) જાણી શકશો.
તમે તે ઇંગ્લિશ શબ્દ પર ક્લિક કરશો એટલે તરત તમને તે ઇંગ્લિશ શબ્દનો અર્થ (અંગ્રેજી ભાષામાં) જોવા મળશે.
Dictionary Anywhere – બ્રાઉઝર એક્સટેન્શન
મિત્રો આ બ્રાઉઝર એક્સટેન્શનનું નામ છે “Dictionary Anywhere“, આ શબ્દનો તમે ગુજરાતીમાં અનુવાદ જોવો તો તે “શબ્દકોશ ગમે ત્યાં” થાય છે.
આ એક એવું બ્રાઉઝર એક્સટેન્શન છે જેની મદદથી તમે તમારા બ્રાઉઝરમાં કોઈ પણ ઇંગ્લિશ શબ્દ પર બે વખત ક્લિક કરશો તો તમને તે શબ્દનો અર્થ ઇંગ્લિશમાં જોવા મળશે, તેની તમને વ્યાખ્યા જોવા મળશે.
આ એક્સટેન્શનને તમે પોતાના ગૂગલ ક્રોમ (Google Chrome) અને ફાયરફોક્સ (Firefox) બ્રાઉઝરમાં ઇન્સ્ટોલ કરી શકો છો.
આ એક્સટેન્શનથી તમને ફાયદો એ થશે કે તમે કોઈ નવા અંગ્રેજી શબ્દ વિશે વધારે જાણી શકશો, જો તમારે એ શબ્દ વિશે વધારે પણ જાણવું હોય તો તે ડબલ ક્લિક કર્યા બાદ તમને ત્યાં “More” નું બટન દેખાશે, તેના પર ક્લિક કરવાથી તમારો તે ડબલ ક્લિક કરેલો શબ્દ ગૂગલ પર સર્ચ થઈ જશે,
એટલે તમે તે શબ્દનો અર્થ ગૂગલ પર પણ સરળતાથી સર્ચ કરી શકશો.
તમે આ એક્સટેન્શનને ગૂગલ ક્રોમના વેબસ્ટોર (chrome.google.com/webstore) અને ફાયરફોક્સના Add-ons વેબસાઇટ (addons.mozilla.org) પર આ એક્સટેન્શનનું નામ “Dictionary Anywhere” સર્ચ કરીને ઇન્સ્ટોલ કરી શકશો.
મિત્રો આશા છે કે આ પોસ્ટ દ્વારા તમે કયું નવું જાણ્યું હશે, અમે મળીશું એક નવી પોસ્ટમાં.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: