ઇન્ટરનેટથી ફ્રી HD ફોટા ડાઉનલોડ કેવી રીતે કરવા? – Download Free Images in Gujarati

ઇન્ટરનેટ પર અસંખ્ય ફોટાઓ છે અને જેમાં અમુક ફોટા લાઈસેન્સ વાળા હોય છે અને તેમાથી અમુક ફોટા ફ્રી વાળા હોય છે. જો આપણે કોઈના લાઈસેન્સ વાળા ફોટા વાપરવા હોય તો આપણે પછી પૈસા ખર્ચવા પડે.

પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે ઇન્ટરનેટ પર એવી ઘણી બધી વેબસાઇટ છે જેમાંથી તમે મનગમતા ફ્રી ફોટા ડાઉનલોડ કરી શકો છો અને એ વેબસાઇટનો ઉદેશ્ય જ ફ્રી ફોટા આપવાનો છે. આજે હું તમને જણાવીશ કે ઇન્ટરનેટથી ફ્રી HD ફૂલ ક્વોલિટીના ફોટા કેવી રીતે ડાઉનલોડ કરવા? ચાલો આના વિશે જાણીએ આપણે.

ઇન્ટરનેટથી ફ્રી HD ફોટા ડાઉનલોડ કેવી રીતે કરવા? - Download Free Images in Gujarati

ઇન્ટરનેટથી ફ્રી HD ક્વોલિટીના ફોટા ડાઉનલોડ કરવાની રીત

હું આ પોસ્ટમાં 2 એવી વેબસાઇટ બતાવવાનો છુ જ્યાં તમને ફ્રી ફોટા અને વિડિયો મળી જશે અને આ બંને વેબસાઇટમાં તમારે ખાલી કોઈ પણ શબ્દ જ સર્ચ કરવાનો છે અને ત્યાર બાદ તમારી સામે ફોટાઓનું લિસ્ટ આવી જશે અને જે ફોટો તમારે ડાઉનલોડ કરવો હોય એ તમે કરી શકશો.

વેબસાઇટ નંબર 1:- Pexels.com

Pexels.com in Gujarati

પિકસેલ્સ એક ફ્રી સ્ટોક ફોટો વેબસાઇટ છે જેના પર તમને ફ્રી ફોટો મળે છે જેને તમે કોઈ પણ વસ્તુમાં ઉપયોગ કરી શકો છો. તમે તે ફોટોને કોઈ પણ સોશિયલ મીડિયા વેબસાઇટ પર વાપરી શકો છો. આ વેબસાઇટ પર 3 મિલ્યનથી પણ વધારે ફ્રી ફોટા ઉપલબ્ધ છે.

આ વેબસાઇટના URL એડ્રેસ pexels.com  પર જવાનું છે અને ત્યાં તમને સર્ચ બટન મળશે. ત્યાં તમે કોઈ પણ શબ્દ લખશો તો તમને એના ફોટા આપવામાં આવશે અને એના વિડિયો પણ બતાવવામાં આવશે. જે ફોટો કે વિડિયો તમને ગમે એ તમારી મનપસંદ ક્વોલિટીમાં ડાઉનલોડ કરી શકો છો.

તમે આ ફ્રી ફોટા કે વિડિયોને વેંચી નહીં શકો કારણ કે તેની મનાઈ છે.

અમારી અન્ય પોસ્ટ:-

 

વેબસાઇટ નંબર 2:- Pixabay.com

pixabay.com in Gujarati

પિકસાબે એક ફ્રી સ્ટોક ફોટો વેબસાઇટ છે અને અહી 1.9 મિલ્યનથી પણ વધારે સ્ટોક ફોટો ઉપલબ્ધ છે. આ વેબસાઇટ પર તમને ફ્રી ફોટા, વેકટર ગ્રાફિક્સ, ઇલ્યુંસ્ટ્રેશન અને વિડિયો બધુ જ ડાઉનલોડ કરવા મળી જશે.

તમારે Pixabay.com પર જવું પડશે અને ત્યાં તમને જે પણ ફોટા જોવે એના નામ સર્ચ કરવાના અને તમારી સામે બધા જ ફોટા આવી જશે. આ ફોટા તમે ડાઉનલોડ કરી શકો છો. 

જો તમે આ વેબસાઇટ પર અકાઉંટ ન બનાવ્યું હોય તો તમને ફોટા ડાઉનલોડ કરતી વખતે કેપચા ભરવા માટે આપશે અને જો અકાઉંટ બનાવી લેશો તો તમે ડાઇરેક્ટ ડાઉનલોડ કરી શકશો.

આ બંને વેબસાઇટના ફોટા તમે વેંચી નહીં શકો, આ ખાલી તમે ઇન્ટરનેટ પર વાપરી શકશો. આશા છે કે તમને આ પોસ્ટ મદદરૂપ થઈ હશે અને હજુ તમારો કોઈ સવાલ હોય તો નીચે કમેંટ કરવાનું ન ભૂલતા કારણ કે અમે તમારી માટે બેસ્ટ સામગ્રી લાવવાનો પ્રયન્ત કરીએ છે.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-