મિત્રો આજે આપણે ઇન્ટરનેટની એવી ટોપ 10 વેબસાઇટ વિશે વાત કરીશું જેને તમે દરરોજ ઉપયોગ કરતાં હશો અને તેમાથી ઘણી વેબસાઇટ તમે ઉપયોગ પણ નહીં કરતાં હોવ.
આજે આપણે જે ટોપ 10 વેબસાઇટ વિશે વાત કરીશું તેને એલેક્સા રેન્કના આધારે અને તે વેબસાઇટ તમને ઉપયોગી થશે કે નહીં તેના આધારે અમે તમારી સમક્ષ રજૂ કરીશું.
તો ચાલો આપણે ઇન્ટરનેટની આ ટોપ 10 વેબસાઇટ વિશે જાણીએ.
ઇન્ટરનેટની ટોપ 10 વેબસાઇટ વિશે માહિતી
Google (google.com)
ગૂગલ એક અમેરિકન મલ્ટીનેશનલ ટેક્નોલોજી કંપની છે જેમનું મુખ્ય ઇન્ટરનેટ પ્રોડક્ટ તેમનું સર્ચ એંજિન છે જેને ગૂગલ સર્ચ કહેવાય છે.
ગૂગલ સર્ચ એંજિન એક વેબસાઇટ છે જ્યાં તમે ઇન્ટરનેટ પર જે પણ અલગ-અલગ સામગ્રી (કન્ટેન્ટ) છે જેમ કે બ્લોગ, વિડિયો, ફોટા, નકશા, સવાલોના જવાબ વગેરે બધુ જ તમે ગૂગલ સર્ચમાં શોધી શકો છો.
ગૂગલ સર્ચની મદદથી તમારે વેબ પર જેટલું કન્ટેન્ટ શોધવું હોય તે તમે શોધી શકો છો જેના માટે તમે અલગ-અલગ રીત વાપરી શકો છો જેમ કે બોલીને સર્ચ કરવું, લખીને સર્ચ કરવું અને ફોટો પાડીને સર્ચ કરવું જેવી રીત.
ગૂગલ વિશે અન્ય પોસ્ટ:-
- જાણો ગૂગલના પ્રોડક્ટ વિશે જાણવા જેવી જાણકારી
- ગૂગલ ટ્રાન્સલેટ શું છે? – Google Translate વિશે જાણકારી
- ગૂગલ એલર્ટ્સ શું છે? – જાણો Google Alerts વિશે જાણકારી
- ગૂગલમાં ગુજરાતી ભાષામાં બોલીને કોઈ પણ વસ્તુ સર્ચ કેવી રીતે કરવી?
Youtube (youtube.com)
યુટ્યુબ એક વિડિયો સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ છે અને સાથે એક સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પણ છે જેમાં તમે અલગ-અલગ વિડિયો જોઈ શકો છો જેમાં ભણતર માટેના વિડિયો, કોમેડી વિડિયો, 30 સેકન્ડના નાના વિડિયો, ફિલ્મો, લાંબા ટ્યુટોરિયલ વિડિયો, કોર્સ વગેરેના વિડિયો તમને યુટ્યુબ પર જોવા મળે છે.
સાથે યુટ્યુબમાં તમે કોઈ પણ વિડિયો સર્ચ પણ કરી શકો છો અને દુનિયાનું બીજા નંબરનું લોકપ્રિય સર્ચ એંજિન યુટ્યુબ છે અને યુટ્યુબનું માલિક ગૂગલ છે.
યૂટ્યૂબ વિશે અન્ય પોસ્ટ:-
- યૂટ્યૂબ વિશે જાણવા જેવી વાતો – યૂટ્યૂબના તથ્યો
- યૂટ્યૂબ પર તમે વિડિયો જોવામાં કેટલો સમય પસાર કર્યો એ કઈ રીતે જાણવું?
Facebook (facebook.com)
ફેસબુક સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ છે જ્યાં તમે તમારા મિત્રો સાથે અને સગા-સબંધીઓ સાથે જોડાઈ શકો છો, પોતાના વિડિયો, પોસ્ટ, ફોટા વગેરે શેર કરી શકો છો.
નવા-નવા લોકોને મિત્ર બનાવી શકો છો અને ફેસબુકમાં તમે વિડિયો પણ ખૂબ જ વધારે સંખ્યામાં જોઈ શકો છો. ફેસબુકમાં તમને ગ્રુપ અને પેજ જેવા ઘણા ફીચર જોવા મળે છે. ફેસબુક દ્વારા તમે માર્કેટિંગ પણ કરી શકો છો.
ફેસબુક વિશે અન્ય પોસ્ટ:-
Amazon (amazon.in)
એમેઝોન એક ઈ-કોમર્સ વેબસાઇટ છે જ્યાથી તમે ઓનલાઇન શોપિંગ કરી શકો છો અને ડાઇરેક્ટ પોતાની ઘરે ઇન્ટરનેટ દ્વારા સમાન ખરીદી શકો છો.
એમેઝોન કંપની ઈ-કોમર્સની સાથે-સાથે ક્લાઉડ કમ્પ્યૂટિંગ, ડિજિટલ સ્ટ્રીમિંગ અને આર્ટિફિશ્યલ ઈંટેલીજેન્સમાં પણ સર્વિસ આપે છે. એમેઝોન કંપની અમેરિકાની આઇટી ઈન્ડસ્ટ્રીમાં ટોચની 5 કંપનીઓમાં આવે છે જેમાં ગૂગલ, એપલ, માઇક્રોસોફ્ટ અને ફેસબુકનું નામ આવે છે.
Wikipedia (wikipedia.org)
વિકિપીડિયા એક ઓનલાઇન જ્ઞાનકોષ અથવા વિશ્વકોષ છે જ્યાં અલગ-અલગ વિષય પર લખાણ જોવા મળે છે જેમાં સ્ત્રોત સાથે બધુ લખાણ લખવામાં આવે છે.
વિકિપીડિયા વેબસાઇટ પર જાહેરાતો નથી આવતી અને તે વિકીમીડિયા ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવે છે અને તે અમેરિકાની બિન-નફાકારક સંસ્થા છે. વિકિપીડિયા એક ખૂબ જ લોકપ્રિય વેબસાઇટ છે જેમાં ક્વોલિટી આર્ટીકલ સ્ત્રોત સાથે હોય છે.
Zoom (zoom.us)
ઝૂમ એક ઓનલાઇન વિડિયો કોન્ફરેન્સ સર્વિસ છે જેમાં તમે ઓનલાઇન બધા સભ્યોને ભેગા કરીને મિટિંગ કરી શકો છો. ઝૂમના મફત પ્લાનમાં એક સાથે 100 સભ્યો જોડાઈ શકે છે અને તેમાં 40 મિનિટની લિમિટ હોય છે.
ઝૂમને લીધે એક-બીજા સાથે વાતો કરવું સરળ થઈ ગયું છે, ઓનલાઇન ક્લાસ માટે પણ ઝૂમનો ઉપયોગ ખૂબ જ વધારે થાય છે. 2020 પહેલા ઝૂમ અત્યારે જેવુ લોકપ્રિય ન હતું પણ જેવુ 2020 આવ્યું તો આ સર્વિસની જરૂરિયાત હોવાને કારણે આ સર્વિસ ખૂબ જ લોકપ્રિય થઈ ગઈ.
Instagram (instagram.com)
ઇન્સ્ટાગ્રામ એક ફોટો શેરિંગ પ્લૅટફૉર્મ છે પણ અત્યારે તે ફોટો શેર કરવા સુધી સીમિત નથી કારણ કે તેમાં હવે IGTV વિડિયો, રીલ્સ વિડિયો, સ્ટોરી વગેરે શેર કરવામાં આવે છે.
ઇન્સ્ટાગ્રામને તમે એક સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પણ કહી શકો કારણ કે તેમાં બધા લોકો એક-બીજા સાથે વાત-ચિત કરી શકે, ડાઇરેક્ટ મેસેજ કરી શકે, કોલ કે વિડિયો કોલ, એક બીજાને ટેગ કરવા જેવા બધા જ કામ ઇન્સ્ટાગ્રામમાં કરી શકાય છે. ઇન્સ્ટાગ્રામનું માલિક ફેસબુક છે.
ઇન્સ્ટાગ્રામ વિશે અન્ય પોસ્ટ:-
- તમે ઇન્સ્ટાગ્રામમાં કેટલો સમય પસાર કર્યો એ કઈ રીતે જોવું?
- ઇન્સ્ટાગ્રામ વિશે આ 10 રસપ્રદ વાતો તમારે જરૂર જાણવી જોઈએ
- સ્ટોરી મૂકનાર ઇન્સ્ટાગ્રામ યુઝરને ખબર ના પડે તેવી રીતે તેની સ્ટોરી કેવી રીતે જોવી?
Outlook (outlook.com)
આઉટલૂક એક માઇક્રોસોફ્ટની સર્વિસ છે જ્યાં તમને વેબમેલ, કેલેન્ડર, કોંટેક્ટ અને તમારા ટાસ્કને મેનેજ કરવાની સુવિધા હોય છે.
1996માં આ સર્વિસનું નામ Hotmail હતું પણ 1997માં માઇક્રોસોફ્ટએ તેને ખરીદી લીધું અને તેનું નામ MSN Hotmail રાખવામાં આવ્યું હતું અને પછી તે Windows Live નું એક ભાગ હતું અને પછી 2012માં તેને આઉટલૂક તરીકે રિબ્રાંડ કરવામાં આવ્યું હતું અને અત્યારે આ સર્વિસ ખૂબ જ સરસ રીતે ચાલી રહી છે અને લોકપ્રિય પણ છે.
માઇક્રોસોફ્ટ વિશે અન્ય પોસ્ટ:-
Reddit (reddit.com)
રેડિટ એક લોકપ્રિય, ચર્ચા કરવા માટેની વેબસાઇટ છે જ્યાં યુઝર કોઈ પણ સામગ્રી પોસ્ટ કરી શકે છે અને બીજા યુઝર તે કન્ટેન્ટને અપવોટ અને ડાઉનવોટ કરી શકે છે. આ વેબસાઇટમાં કન્ટેન્ટ સબમિટ કરવા માટે તમારું રેડિટ એકાઉન્ટ હોવું જરૂરી છે.
અહી અલગ-અલગ વિષય પર ચર્ચા વગેરે થતી હોય છે અને આ સાઇટ પર સબરેડિટ હોય છે જે આ પ્લૅટફૉર્મને ખાસ પણ બનાવે છે.
Netflix (netflix.com)
નેટફ્લિક્સ એક OTT પ્લૅટફૉર્મ છે જ્યાં તમે વિડિયો, ફિલ્મો અને અલગ-અલગ પ્રકારનું કન્ટેન્ટ સ્ટ્રીમ કરી શકો છો. આ પ્લૅટફૉર્મ સબ્સક્રિપ્શન આધારિત સર્વિસ છે જ્યાં યુઝરએ વિડિયો સ્ટ્રીમ કરવા માટે પૈસા ચૂકવવા પડે છે. જુલાઈ 2021 સુધી નેટફ્લિક્સ પાસે 209 મિલ્યન સબ્સક્રાઇબર છે.
તો મિત્રો આશા છે કે તમને આજની આ રસપ્રદ માહિતી પસંદ આવી હશે, તમે તમારા મિત્રો સાથે પણ જરૂર શેર કરો જેથી આ માહિતીનો આનંદ બધા જ લોકો લઈ શકે.
તમે અમારી સાથે જોડાવા માટે અમારા 7600940342 વોટ્સએપ નંબર પર Hi મેસેજ જરૂર મોકલો જેથી તમને અમારી દર નવી પોસ્ટ વોટ્સએપ દ્વારા મળતી રહેશે.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-