ઇન્ટરનેટ ડાઉનલોડ મેનેજર શું છે? તે ઝડપી ડાઉનલોડીંગ કેવી રીતે કરે છે?

ઇન્ટરનેટ પર શીખવા માટે પણ ઘણા બધા કોર્સ અને વિડિયો મળી જાય છે, જો આપણે તેને ડાઉનલોડ કરવું હોય તો આપણને ઘણી તકલીફ પડે છે.

આપણે ઇન્ટરનેટ પરથી એક વખત કોઈ પણ ફાઇલ ડાઉનલોડ કરી લઈએ તો તેને ઘડીએ-ઘડીએ જોવા માટે આપણને ઇન્ટરનેટ ડેટાની જરૂર પડતી નથી.

ઇન્ટરનેટ પરથી કોઈ પણ વસ્તુ ડાઉનલોડ કરવા માટે ઘણા બધા સોફ્ટવેર અથવા ટૂલ હોય છે જેમાં ઇન્ટરનેટ ડાઉનલોડ મેનેજર શ્રેષ્ઠ ટૂલમાં આવે છે જેને IDM પણ કહેવાય છે.

આ પોસ્ટમાં આપણે જાણીશું કે આ Internet Download Manager શું છે? તે કોઈ પણ વસ્તુને સૌથી ફાસ્ટ કેવી રીતે ડાઉનલોડ કરે છે? તેના વિશે જાણકારી જાણીશું.

ઇન્ટરનેટ ડાઉનલોડ મેનેજર (IDM) શું છે? – What is IDM?

ઇન્ટરનેટ ડાઉનલોડ મેનેજર એક સોફ્ટવેર અથવા ટૂલ છે જેને તમે પોતાના કમ્પ્યુટરના વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં ડાઉનલોડ કરીને અને પોતાના બ્રાઉઝરમાં તેનું એક્સટેન્શન ઇન્સ્ટોલ કરીને તમે ઇન્ટરનેટ પરથી કોઈ પણ વિડિયો, ઓડિઓ કે ફાઇલ 5 ગણી વધારે સ્પીડથી ડાઉનલોડ કરી શકો છો.

જ્યારે તમે ઇન્ટરનેટ પરથી કોઈ પણ વિડિયો કે અન્ય વસ્તુ ડાઉનલોડ કરતાં હોય તો તે સામાન્ય રીતે તમારા બ્રાઉઝર દ્વારા ડાઉનલોડ થતી હોય છે અને તેમાં જો 1 GBની ફાઇલ તમે ડાઉનલોડ કરતાં હોય તો તેમાં ઘણો સમય લાગી જાય છે.

પણ અહી આ ઇન્ટરનેટ ડાઉનલોડ મેનેજર સામાન્ય કરતાં તમને વધારે ડાઉનલોડ સ્પીડમાં કોઈ પણ ફાઇલ ડાઉનલોડ કરીને આપે છે.

આ ટૂલમાં તમને ડાઉનલોડીંગ કરવા માટે ઘણા બધા ફીચર્સ મળે છે જેનાથી વેબમાથી તમારે કોઈ પણ વસ્તુ ડાઉનલોડ કરવી સરળ થઈ જાય છે.

જેમ કે જો તમે કોઈ 1-2 GBની ફાઇલ ડાઉનલોડ કરતાં હોય અને તમારું કમ્પ્યુટર બંધ થઈ જાય તો ફરીવાર તમે તે ફાઇલ જેટલી બાકી હતી ત્યાથી જ તેને ડાઉનલોડ કરી શકશો.

ઇન્ટરનેટ ડાઉનલોડ મેનેજર કેવી રીતે કામ કરે છે? – How does IDM work?

જ્યારે તમે ઇન્ટરનેટ પરથી કોઈ મોટી ફાઇલને IDM દ્વારા ડાઉનલોડ કરો છો તો IDM તમારી ફાઇલને ટુકડામાં વહેચી દે છે અને પછી તેને એક સાથે ડાઉનલોડ કરે છે.

ઉદાહરણ તરીકે જો તમે 1 GBની કોઈ ફિલ્મ ડાઉનલોડ કરતાં હોય તો IDM તેને 5 ટુકડામાં વહેંચી દેશે જેમાં 200 MBનો એક ટુકડો હશે, એવી રીતે 5 ટુકડાને એક સાથે ડાઉનલોડ કરશે અને તેને કારણે તેની ડાઉનલોડ સ્પીડ ખૂબ વધારે થઈ જાય છે.

ઇન્ટરનેટ ડાઉનલોડ મેનેજર કેવી રીતે કામ કરે છે?

ઉપર તમે ઉદાહરણમાં જોઈ શકો છો કે IDM જ્યારે કોઈ પણ ફાઇલ ડાઉનલોડ કરે છે તો તેને અલગ-અલગ ટુકડાઓમાં વહેંચીને એક સાથે તે ટુકડાઓને ડાઉનલોડ કરે છે અને જ્યારે તે ફાઇલના ટુકડા ડાઉનલોડ થઈ જાય તો IDM તેને પાછળથી એક પૂરી ફાઇલમાં કન્વર્ટ કરી દે છે જેથી આપણે તે ફાઇલનો ઉપયોગ કરી શકીએ છે.

આશા છે કે આ પોસ્ટ તમને ગમી હશે, તમારા મિત્રો સાથે પણ પોસ્ટને શેર કરો જેથી તેમને પણ આના વિશે માહિતી મળે અને તેઓ પોતાના કમ્પ્યુટરમાં કોઈ પણ ફાઇલ ઝડપથી ડાઉનલોડ કરી શકે છે.

અમારી અન્ય પોસ્ટ: