ઇન્ટેલ (Intel) કંપની વિશે જાણો રસપ્રદ જાણકારી

મિત્રો આજે આપણે વાત કરીશું ઇન્ટેલ કંપની વિશે જે કમ્પ્યુટરના માઇક્રોપ્રોસેસર બનાવવા માટે ખૂબ જાણીતી છે, આ એક અમેરિકન કંપની છે જેની શરૂઆત વર્ષ 18 જુલાઈ, 1968માંમાઉન્ટેન વ્યૂ, કેલિફોર્નિયા, અમેરીકા” માં થઈ હતી.

ઇન્ટેલ કંપનીના ત્રણ સ્થાપકો છે જેમના નામ “Gordon Moore, Robert Noyce, Andrew Grove” છે.

આજે આપણે આ ટેક્નોલૉજીની દુનિયાની ખૂબ જાણીતી કંપની “ઇન્ટેલ (Intel)” વિશે ઘણી જાણવા જેવી રસપ્રદ જાણકારી જાણીશું.

જાણીતી ટેક કંપની ઇન્ટેલ વિશે રસપ્રદ જાણકારી

ઇન્ટેલ કંપની વિશે રસપ્રદ માહિતી

  • શું મિત્રો તમને ખબર છે કે આજે તમે જે “Intel” કંપનીનું નામ જાણો છો તો તેનું શરૂઆતમાં નામ કઈક અલગ જ હતું, શરૂઆતમાં આ કંપનીનું નામ “N M Electronics” હતું. આ નામમાં “N અને M” તે કંપનીના સ્થાપકોના નામની આગળ આવતા અક્ષરને સૂચિત કરે છે જેમ કે “Robert Noyce” અને “Gordon Moore“.
  • Intel નામ બે શબ્દો પરથી આવ્યું છે જે “Integrated Electronics” છે.
  • 1972માં ઇન્ટેલ કંપનીને ડિજિટલ ઘડિયાળના માર્કેટમાં આવવું હતું અને પછી તેમણે એક “Microma” નામની એક લોકપ્રિય ઘડિયાળ બનાવનાર કંપનીને ખરીદી હતી. શરૂઆતમાં તેમણે નફો દેખાયો પણ પછી 1978માં ઘડિયાળ માર્કેટ નીચે જતાં તેમણે આ “Microma” કંપની વેંચી દીધી.
  • ઇન્ટેલ કંપનીનું પોતાનું એક “સંગ્રહાલય (મ્યુઝિયમ – Museum)” પણ છે જે પોતાના હેડક્વોર્ટર “Santa Clara, California” માં આવેલું છે. આ મ્યુઝિયમમાં લોકો મફત મુલાકાત કરી શકે છે.
  • ઇન્ટેલમાં જ્યાં સિલિકોનની ચિપ્સની બનાવટ કરવામાં આવે છે તે જગ્યાને “Cleanroom” કહેવાય છે.  શું તમને ખબર છે કે આ રૂમને એક ચોખ્ખા હોસ્પિટલ કરતાં પણ હજાર વખત વધારે ચોખ્ખું હોવું જોઈએ.
  • શું તમને ખબર છે કે 1968માં જ્યારે ઇન્ટેલ કંપની શરૂ થઈ હતી ત્યારે તેના પ્રથમ વર્ષમાં તેમણે 2672 ડોલરની કમાણી કરી હતી જે ભારતીય રૂપિયામાં અત્યારે 2 લાખ જેટલા રૂપિયા થાય છે. (તે સમયે કરન્સીની વેલ્યૂ અલગ હતી.)
  • દુનિયાની ટોપ કંપનીઓમાં ઇન્ટેલ કંપની પોતાના રિસર્ચ અને ડેવલોપમેન્ટ માટે જાણીતી છે, ઇન્ટેલ લગભગ 10 થી 13 બિલ્યન જેટલા અમેરિકન ડોલર પોતાના રિસર્ચ અને ડેવલોપમેન્ટમાં ખર્ચે છે.
  •  શું તમને ખબર છે કે ઇન્ટેલ કંપનીએ શરૂઆતમાં SRAM અને DRAM પણ બનાવીને વેચી છે અને “Intel 1103” એ પ્રથમ DRAM હતી જે વ્યાપારિક રીતે ઉપલબ્ધ થઈ હતી. (રેમ)
  • 1971માં ઇન્ટેલ કંપનીએ “ઇન્ટેલ 4004” નામનું માઇક્રોપ્રોસેસર લોન્ચ કર્યું હતું જેમાં 2300 ટ્રાન્ઝિસ્ટર હતા, જે ચિપ કેલ્ક્યુલેટર માટે ઉપયોગી થઈ હતી.

મિત્રો આશા છે કે આ ઇન્ટેલ કંપની વિશે તમને કઈક નવી જાણકારી જાણવા મળી હશે, તમે આવી અન્ય ઘણી જાણકારી નીચેથી જાણી શકો છો.

અમારી અન્ય પોસ્ટ વાંચો: