મિત્રો ઇન્સ્ટાગ્રામ, સ્ટોરી ફીચર માટે ખૂબ જ જાણીતું છે અને ઇન્સ્ટાગ્રામ હવે Meta કંપની અંદર આવે છે જે Meta પહેલા Facebook inc. હતું.
ઇન્સ્ટાગ્રામ પોતાના પ્લૅટફૉર્મમાં નવા-નવા ફીચર્સ લાવતું રહે છે અને આ વખતે પણ ઇન્સ્ટાગ્રામ ખૂબ જ મસ્ત ફીચર લાવ્યું છે.
પહેલા આપણે ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં લિન્ક ન મૂકી શકતા હતા, ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં લિન્ક મૂકવાનું ફીચર ખાલી લોકપ્રિય ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ જેમની પાસે વધારે સંખ્યામાં ફોલોવર્સ (10K+) છે તેમને જ આ ફીચર આપવામાં આવતું હતું અને આ ફીચરને Swip Up ફીચર પણ કહેવાય છે.
ઇન્સ્ટાગ્રામએ હવે જણાવ્યુ છે કે હવે તેઓ સ્ટોરીમાં લિન્ક મૂકવાનું ફીચર બધા જ ઇન્સ્ટાગ્રામ યુઝરને આપી રહ્યા છે.
ઇન્સ્ટાગ્રામના જે પણ સામાન્ય યુઝર છે જેમની પાસે વધારે ફોલોવર્સ નથી તેઓ પણ હવે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લિન્કને અટેચ કરી શકશે.
તમારે હવે કઈ પણ કરવાનું નથી, બસ તમારે ઇન્સ્ટાગ્રામ એપ અપડેટ કરવાની છે જે તમે તમારા એપ્લિકેશન સ્ટોરમાં જઈને એપ અપડેટ કરી શકો છો.
આ ફીચરની મદદથી જો તમારી પાસે ઓછા ફોલોવર્સ છે તો પણ તમે કોઈ પણ વસ્તુનું પ્રમોશન લિન્ક ઉમેરીને કરી શકો છો, તમે તમારા કોઈ કામને પ્રમોટ કરી શકો છો.
ઇન્સ્ટાગ્રામના આ ફીચરને કારણે “હવે ઘણા નાના-નાના ધંધાઓ પણ પોતાના પ્રોડક્ટ અથવા સર્વિસનું પ્રમોશન કરી શકશે.“
જ્યારે તમે તમારી ઇન્સ્ટાગ્રામ એપને અપડેટ કરી લેશો તો તમને આ ફીચર જરૂર મળી જશે, મે જ્યારે મારા ફોનમાં પ્રયત્ન કર્યો તો એપ અપડેટ કર્યા બાદ મને પણ આ ફીચર મળી ગયું હતું.
તમે જ્યારે ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકો છો ત્યારે તમે Stickers માં જઈને Link નામનું સ્ટિકર ઉમેરીને તેમાં URL લિન્ક ઉમેરીને સ્ટોરીમાં લિન્ક મૂકી શકો છો.
જો તમે ઇન્સ્ટાગ્રામના નિયમોની પાલન નહીં કરો, તમે ખોટી માહિતી અને આ ફીચરનો ખોટો ઉપયોગ કરશો તો તમને આ ફીચર નહીં આપવામાં આવે. (Source)
આશા છે કે તમને આજે બરાબર માહિતી મળી ગઈ હશે, અમારી દર નવી પોસ્ટની અપડેટ મેળવવા માટે 7600940342 વોટ્સએપ નંબર પર Hii મેસેજ જરૂર કરજો.
અમારી અન્ય પોસ્ટ પણ જરૂર વાંચો:-