ઇન્સ્ટાગ્રામમાં ડાર્ક મોડ કેવી રીતે ચાલુ કરાય?

આજના સમયમાં લોકો હવે ઇન્સ્ટાગ્રામના શોખીન થઈ રહ્યા છે અને તેને કારણે તે લોકો ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ મોડી રાત સુધી કર્યા કરે છે અને તેને કારણે તેઓની આંખમાં ઘણું નુકસાન થાય છે. હવે તેનું સોલ્યુસન ડાર્ક મોડ છે. જ્યારે તમે ઇન્સ્ટાગ્રામમાં ડાર્ક મોડ ચાલુ કરશો તો તમારી આંખને પણ ઓછું નુકસાન થશે અને મોબાઇલની બેટરી પણ ઓછી વપરાશે.

મિત્રો આજની પોસ્ટમાં આજે આપણે જાણીશું કે તમે તમારા મોબાઇલના ઇન્સ્ટાગ્રામ એપમાં કેવી રીતે ડાર્ક મોડ ચાલુ કરી શકો?

ચાલો હું તમને સ્ટેપ બાય સ્ટેપ ઇન્સ્ટાગ્રામમાં ડાર્ક મોડ ચાલુ કરવાની રીત સમજાવું.

ઇન્સ્ટાગ્રામમાં ડાર્ક મોડ કેવી રીતે ચાલુ કરાય? - ઇન્સ્ટાગ્રામમાં ડાર્ક મોડ ચાલુ કરવાની રીત

 

ઇન્સ્ટાગ્રામમાં ડાર્ક મોડ ચાલુ કરવાની રીત:-

નીચે તમને હું સ્ક્રીનશૉટ સાથે ઇન્સ્ટાગ્રામમાં ડાર્ક મોડ ચાલુ કરવાની રીત બતાવું છુ. તમારે આ રીત જાણવા માટે ધ્યાનથી એક વખત વાંચવું પડશે અને સ્ક્રીનશૉટ જોશો તો પણ ચાલશે.

તમને ખાલી સ્ક્રીનશૉટ જોઈને પણ ખબર પડી જશે.

  1. મોબાઇલમાં ઇન્સ્ટાગ્રામ એપ ખોલો.
  2. જમણી બાજુ નીચે ખૂણામાં તમારી પ્રોફાઇલ આઇકોન પર ક્લિક કરો.
  3. જમણી બાજુ ઉપર ખૂણામાં 3 આડી લીટી પર ક્લિક કરો.
  4. હવે નીચે Setting બટન પર ક્લિક કરવાનું છે.
  5. હવે તમારી સ્ક્રીનને થોડીક જ નીચેથી ઉપર લઈ જાવ અને About ની નીચે Theme પર ક્લિક કરો.
  6. હવે તમારે Dark પર ક્લિક કરવાનું છે.

 

જ્યારે તમે ડાર્ક પર ક્લિક કરશો તો તમારા ઇન્સ્ટાગ્રામ એપમાં ડાર્ક મોડ ચાલુ થઈ જશે અને આનાથી તમારી મોબાઇલની સ્ક્રીન બેટરી ઓછી ખર્ચ કરશે અને તમારી આંખમાં પણ રાત્રે વધારે તેજ નહીં પડે.

મને આશા છે કે આ પોસ્ટથી તમે શીખી ગયા હશો કે ઇન્સ્ટાગ્રામ ડાર્ક મોડ કેવી રીતે ચાલુ કરી શકાય. હવે જો તમારો મિત્ર તમને એમ કહે કે ‘લે મને ઇન્સ્ટાગ્રામમાં ડાર્ક મોડ કરીને આપ’ તો તમે સહેલાઈથી આ કામ કરીને આપશો.