મિત્રો, આજે હું તમને આ પોસ્ટ દ્વારા બતાવીશ કે તમે ઇન્સ્ટાગ્રામમાં ડેટા સેવર ફીચરને કેવી રીતે ચાલુ કરી શકો?
લોકો ઇન્સ્ટાગ્રામનો ખૂબ વધારે ઉપયોગ કરતાં હોય છે અને તેમાં HD વિડિયો, HD ફોટા વગેરે જોતાં હોય છે અને તેને કારણે ઇન્ટરનેટ ડેટાનો પણ વધારે ઉપયોગ થતો હોય છે.
જે લોકો પાસે ઓછું ઇન્ટરનેટ ડેટા હોય, તેમણે ઇન્સ્ટાગ્રામમાં ડેટા સેવર ફીચર ચાલુ કરવું પડતું હોય છે. જ્યારે તમે ઇન્સ્ટાગ્રામમાં ડેટા સેવર ફીચર ચાલુ કરશો તો તમારા ઇન્ટરનેટ ડેટાનો વપરાશ ઇન્સ્ટાગ્રામમાં ઓછો થશે.
તો ચાલો આપણે જાણીએ કે ઇન્સ્ટાગ્રામમાં ડેટા સેવર ફીચર કેવી રીતે ચાલુ કરાય?
ઇન્સ્ટાગ્રામમાં ડેટા સેવર ચાલુ કરવાની રીત ખૂબ સહેલી છે. તમે સ્ટેપ બાય સ્ટેપ તે રીતને ફોલો કરશો તો તમને સમજણ પડી જશે.
ઇન્સ્ટાગ્રામમાં ડેટા સેવર ચાલુ કરવાની રીત:-
- તમારા મોબાઇલમાં ઇન્સ્ટાગ્રામ એપ ખોલો.
- હવે જમણી બાજુ ખૂણામાં નીચે એક આઇકોન પર ક્લિક કરીને તમારી પ્રોફાઇલમાં જાવ.
- હવે જમણી તરફ ઉપર ખૂણામાં આડી 3 લાઇન પર ક્લિક કરો.
- હવે નીચે Setting પર ક્લિક કરો.
- હવે Account પર ક્લિક કરો.
- હવે Cellular Data Usage પર ક્લિક કરો.
- હવે Data Saver ચાલુ કરી નાખો.
- હવે તમે High Resolution Media વાળામાં જઈને Never કરી દો.
ઇન્સ્ટાગ્રામમાં High Resolution Media શું છે?
જો તમારે ઇન્સ્ટાગ્રામમાં ઇન્ટરનેટ ડેટાનું બચત કરવું હોય તો તમારે High Resolution Media માં Never ચાલુ કરવું પડશે.
જો તમે High Resolution Media મા W-Fi (વાઇ-ફાઈ) Only પર સિલેક્ટ કરશો તો જ્યારે તમે વાઈફાઈ દ્વારા ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરશો તો તમને બધા જ ફોટા અને વિડિયો ફૂલ HD ક્વોલિટીમાં જોવા મળશે.
જ્યારે High Resolution Media માં Cellular+WiFi સિલેક્ટ કરશો તો જ્યારે તમે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ મોબાઇલ ડેટા દ્વારા કરશો કે વાઈફાઈ દ્વારા કરશો તો તમને ફોટા અને વિડિયો ફૂલ HD ક્વોલિટીમાં જોવા મળશે અને તમારું ઇન્ટરનેટ ડેટા જલ્દી પૂરું થશે.
જ્યારે તમે Never સિલેક્ટ કરશો તો તમે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ વાઈફાઈ દ્વારા કરો કે મોબાઇલ ડેટા દ્વારા કરો, તમારું ઇન્ટરનેટ ડેટાની બચત થશે અને તમને ઇન્સ્ટાગ્રામમાં ફોટા અને વિડિયો મીડિયમ ક્વોલિટીમાં જોવા મળશે.
હવે તમને ખબર પડી ગઈ હશે કે તમે ઇન્સ્ટાગ્રામમાં ડેટા સેવર કેવી રીતે ચાલુ કરી શકો. જો તમને વધારે આવી માહિતી જોવતી હોય તો તમને સબ્સક્રાઈબ કરી શકો છો.