ઇન્સ્ટાગ્રામમાં તમને કોઈ મેન્શન અથવા ટેગ ન કરી શકે એવું કેવી રીતે ચાલુ કરવું?

મિત્રો ઘણી વખત આપણને ઘણા અજાણ્યા લોકો અથવા કોઈ પણ લોકો આપણને ઇન્સ્ટાગ્રામમાં ટેગ અથવા મેન્શન કરીને હેરાન કરતાં હોય છે પણ આજે આપણે જાણીશું કે તમે કેવી રીતે ઇન્સ્ટાગ્રામના એક સેટિંગની મદદથી તમને કોઈ પણ એકાઉન્ટ ટેગ અથવા મેન્શન ન કરી શકે એ ચાલુ કરી શકો છો.

ઇન્સ્ટાગ્રામમાં કોઈ આપણને મેન્શન અથવા ટેગ ન કરી શકે એ ચાલુ કરવાની રીત

ઇન્સ્ટાગ્રામમાં તમને કોઈ મેન્શન અથવા ટેગ ન કરી શકે એ કેવી રીતે ચાલુ કરવું?

1. તમારી ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ ખોલો

તમારી ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ ખોલો.

તમારે સૌથી પહેલા તમારા સ્માર્ટફોનમાં ઇન્સ્ટાગ્રામ એપ ખોલવાની અને ત્યારબાદ તમને જમણી બાજુ એક પ્રોફાઇલ આઇકન દેખાશે તો તે પ્રોફાઇલ આઈકન પર ક્લિક કરીને તમારી ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ ખોલવાની છે.

2. હેમબર્ગર આઇકન પર ક્લિક કરો

હેમબર્ગર આઇકન પર ક્લિક કરો.

તમારી ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ ખોલ્યા બાદ ઉપર જમણી બાજુ ખૂણામાં તમને 3 આડી લીટીવાળું એક આઈકન દેખાશે જેને હેમબર્ગર આઈકન કહેવાય છે તો તમારે તે આઈકન ખોલવાનું છે.

3. Settings ખોલો

Settings ખોલો

હેમબર્ગર આઈકન પર ક્લિક કર્યા બાદ તમારે હવે સૌથી પ્રથમ નંબરનું એક Settings નું ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરવાનું છે.

4. Privacy ખોલો

Privacy ખોલો

Settings ખોલ્યા બાદ તમને એક Privacy નામનું ઓપ્શન દેખાશે તો તમારે Privacy પર ક્લિક કરવાનું છે.

5. હવે Mentions ખોલો

હવે Mentions ખોલો.

હવે તમારે Mentions પર ક્લિક કરવાનું છે.

6. No One સિલેક્ટ કરો

No One સિલેક્ટ કરો.

હવે તમને ત્રણ અલગ-અલગ ઓપ્શન આપ્યા હશે જેમ કે 1. Everyone, 2. People You Follow, 3. No One

  • Everyone: જો તમે આ ઓપ્શન સિલેક્ટ કરશો તો તમને ઇન્સ્ટાગ્રામ પર કોઈ પણ વ્યક્તિ ટેગ અથવા મેન્શન કરી શકશે.
  • People You Follow: જો તમે આ ઓપ્શન સિલેક્ટ રાખશો તો તમે જે વ્યક્તિને ફોલો કરો છો તે જ વ્યક્તિ તમને મેન્શન અથવા ટેગ કરી શકશે.
  • No One: જો તમે આ ઓપ્શન સિલેક્ટ રાખશો તો તમને કોઈ પણ એકાઉન્ટ મેન્શન અથવા ટેગ ઇન્સ્ટાગ્રામ પર નહીં કરી શકે.

મિત્રો આશા છે કે જાણકારી તમને ઉપયોગી થશે.

અમારી અન્ય પોસ્ટ પણ જરૂર વાંચો: