ઇન્સ્ટાગ્રામમાં તમારું લાઈવ અમુક લોકો માટે કેવી રીતે છુપાવવું?

મિત્રો ઇન્સ્ટાગ્રામમાં આપણે ઘણી વખત લાઈવ (Live) કરીએ છીએ જેમાં આપણે લાઈવ વિડિયો શૂટ કરતાં હોઈએ છીએ અને તે લાઈવ વિડિયો તમારા ઇન્સ્ટાગ્રામના બધા ફોલોવર્સને દેખાય છે અને તેઓ તે લાઈવ વિડિયોમાં કમેંટ પણ કરી શકે છે અને તમારી સાથે લાઈવ વિડિયો કોલમાં વાત-ચિત પણ કરી શકે છે.

ઘણી વખત આપણે ઇચ્છતા હોઈએ છીએ કે આપણે જે લાઈવ વિડિયો ઇન્સ્ટાગ્રામમાં મૂકીએ છીએ તે અમુક લોકોને ન દેખાવવો જોઈએ તો આ માટે અમે તમારી માટે આ પોસ્ટ લઈને આવ્યા છે.

અમે જે રીત બતાવીશુ એમાં તમે જ્યારે ઇન્સ્ટાગ્રામમાં લાઈવ જશો ત્યારે અમુક લોકો માટે તમે તમારું લાઈવ છુપાવી શકો છો મતલબ તે અમુક લોકો તમારું લાઈવ નહીં જોઈ શકે.

તમારું ઇન્સ્ટાગ્રામ લાઈવ અમુક લોકો ન જોઈ શકે તેવું કઈ રીતે કરવું?

ઇન્સ્ટાગ્રામમાં લાઈવને અમુક લોકો માટે છુપાવવાની રીત

 Instagram એપ ખોલો.

  1. સૌથી પહેલા તમારા સ્માર્ટફોનમાં Instagram એપ ખોલો.

 પોતાની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ ખોલો.

  1. હવે પોતાની પ્રોફાઇલ ખોલો.

 હેમબર્ગર આઇકન પર ક્લિક કરો.

  1. હવે ઉપર આપેલા હેમબર્ગર આઇકન પર ક્લિક કરો.

 Settings પર ક્લિક કરો.

  1. હવે Settings પર ક્લિક કરો.

 Privacy પર ક્લિક કરો.

  1. હવે Privacy પર ક્લિક કરો.

 Live પર ક્લિક કરો.

  1. હવે થોડું સ્ક્રોલ કરશો તો તમને Live દેખાશે તો તે Live પર ક્લિક કરો.

 Hide Live from પર ક્લિક કરો.

  1. હવે Hide Live from પર ક્લિક કરો.

 તમારા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સને સિલેક્ટ કરો.

  1. હવે તમારે જે લોકોને પોતાનું લાઈવ ઇન્સ્ટાગ્રામ પર નથી બતાવવું તેવા એકાઉન્ટને સિલેક્ટ કરો અને સિલેક્ટ કર્યા બાદ આ ઓપ્શનમાંથી બહાર નીકળી જાવો.

 સિલેક્ટ કર્યા બાદ તે ઓપ્શનમાંથી બહાર નીકળો.

  1. આ રીતે તે લોકો ઓટોમેટિક સિલેક્ટ થઈ જશે અને જ્યારે તમે હવે ઇન્સ્ટાગ્રામમાં લાઈવ વિડિયો કરશો તો તમારું લાઈવ આ સિલેક્ટ કરેલા લોકોને નહીં દેખાય.

એક વાત ધ્યાન રાખજો કે આ ઓપ્શનમાં તમે જેટલા વ્યક્તિઓને સિલેક્ટ કરશો એટલા વ્યક્તિને લાઈવની સાથે તમારી સ્ટોરી પણ નહીં દેખાય.

મિત્રો આશા છે કે આ પોસ્ટ તમને ઉપયોગી થઈ હશે અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો જેથી એમની પણ મદદ થઈ જશે.

અમારી અન્ય પોસ્ટ: