ઇન્સ્ટાગ્રામમાં તમે શું કર્યું એ બધુ જ હવે એક જ જગ્યાએ દેખાશે..!! નવું ફીચર

ઇન્સ્ટાગ્રામ એક્ટિવિટી ફીચર
Source: Instagram

ઇન્સ્ટાગ્રામ પર યુઝરની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને આ માટે ઇન્સ્ટાગ્રામ પણ પોતાના યુઝરને નવું-નવું ફીચર આપતું રહે છે.

ઇન્સ્ટાગ્રામ ડિસેમ્બર 2021માં યુઝરની પ્લૅટફૉર્મ પર સુરક્ષા જાળવવા માટે એક નવું ફીચર ટેસ્ટ કરી રહ્યું હતું જે તમને “Your Activity” માં દેખાશે.

ઇન્સ્ટાગ્રામ Your Activity સેક્શનમાં નવા-નવા ઓપ્શન લાવી રહ્યું છે જેના દ્વારા તમે ઇન્સ્ટાગ્રામમાં કેટલું કન્ટેન્ટ અપલોડ કરેલું છે, કોની પોસ્ટ પર કઈ કમેંટ કરેલી છે, કેટલો સમય ઇન્સ્ટાગ્રામ એપમાં પસાર કર્યો છે, આવી વગેરે ઘણી બધી તમારી ઇન્સ્ટાગ્રામ એક્ટિવિટી તમને “Your Activity” માં જોવા મળશે.

તમે શું સર્ચ કર્યું, તમે કઈ-કઈ લિન્ક ઇન્સ્ટાગ્રામ દ્વારા વિઝિટ કરી, આવી વગેરે એક્ટિવિટી તમને જોવા મળશે અને તમે એક સાથે બધુ ડિલીટ પણ કરી શકશો.

પહેલા ઇન્સ્ટાગ્રામ પર યુઝર પોતાની એક્ટિવિટીને ડિલીટ કરવા માટે પોતાનું એકાઉન્ટ જ ડિલીટ કરતાં હતા પણ આ નવા ફીચર દ્વારા યુઝર પોતાની એક્ટિવિટી સરળતાથી ડિલીટ કરી શકશે.

આ ફીચર ઇન્સ્ટાગ્રામએ વર્લ્ડ વાઈડ રોલ આઉટ કરવાનું શરૂ કરી દીધું છે.

આ ફીચર ક્યાં જોવા મળશે?

  • સૌપ્રથમ પોતાની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલમાં જાવો.
  • હવે ઉપર જમણી બાજુ 3 આડી લીટી વાળા ☰ આઇકન પર ક્લિક કરો.
  • હવે “Your Activity” પર ક્લિક કરો.

આવી રીતે તમે આ ફીચર ચેક કરી શકો છો.

અમારી અન્ય પોસ્ટ: