ઇન્સ્ટાગ્રામમાં વેનિશ મોડ શું હોય છે? તે કેવી રીતે કામ કરે છે? તેનો ઉપયોગ કેવી રીતે કરવો? | Vanish Mode in Gujarati

ઇન્સ્ટાગ્રામમાં આપણે કોઈને મેસેજ કરવો હોય તો આપણે સરળતાથી કોઈને મેસેજ કરી શકીએ છે કારણ કે તમને ઇન્સ્ટાગ્રામની એપમાં જ DM ફીચર આપવામાં આવે છે જેનાથી તમે તમારા મિત્રો સાથે ચેટિંગ કરી શકો છો.

ઇન્સ્ટાગ્રામમાં તમને વેનિશ મોડ (Vanish Mode) પણ આપવામાં આવે છે જેનો તમે ખૂબ સરળતાથી ઉપયોગ કરી શકો છો પણ એની પહેલા તમારે જાણવું પડશે કે ઇન્સ્ટાગ્રામમાં વેનિશ મોડ શું હોય છે? તે કેવી રીતે કામ કરે છે? વેનિશ મોડનો ઉપયોગ કેવી રીતે કરવો તેવી જાણકારી તમને આ પોસ્ટમાં જાણવા મળશે.

ઇન્સ્ટાગ્રામમાં વેનિશ મોડ શું હોય છે?

વેનિશ મોડ શું હોય છે? – What is Vanish Mode in Instagram?

વેનિશ (Vanish)નો અર્થ “નાશ પામવું” થાય છે અને આવું જ વેનિશ મોડ નામનું ફીચર તમને ઇન્સ્ટાગ્રામમાં ચેટ કરતી વખતે આપવામાં આવે છે. 

ઇન્સ્ટાગ્રામમાં વેનિશ મોડ એક એવું ફીચર છે જેને ચાલુ કરવાથી તમે ઇન્સ્ટાગ્રામમાં જે પણ ચેટ કરશો તે એક અલગ સેક્શનમાં ચેટિંગ થશે અને જ્યારે તમે પોતાના ચેટ બોક્સમાથી બહાર અથવા ઇન્સ્ટાગ્રામ એપની બહાર આવી જશો ત્યારે તમે જે પણ વેનિશ મોડમાં ચેટ કરેલી હશે એ ગાયબ થઈ જશે.

વેનિશ મોડમાં ચેટિંગ કર્યા બાદ તમે ચેટિંગની બહાર આવશો તો તમારા મેસેજ અદ્રશ્ય થઈ જશે, જેમ તમને ગૂગલના Chrome બ્રાઉઝરમાં Incognito Mode મળે છે અને જેવી રીતે તમે તેમાં પોતાની Browser હિસ્ટરીને સેવ કર્યા વગર સર્ચ કરી શકો છો તેવી જ તમે અહી મેસેજને સેવ કર્યા વગર ચેટિંગ કરી શકશો અને જેમ ચેટિંગ છોડીને તમે બહાર નિકળ્શો તેમ તમારી ચેટિંગ હિસ્ટ્રી ગાયબ થઈ જશે.

આ ફીચરની એક ખાસિયત એ પણ છે કે આને તમારે ચાલુ કરવા માટે ઘડીએ-ઘડીએ સેટિંગમાં નથી જવું પડતું, તમે ડાઇરેક્ટ ચેટ બોક્સમાંથી જ વેનિશ મોડ ફીચર ચાલુ કરી શકો છો.

વેનિશ મોડ ફીચર કામ કેવી રીતે કરે છે? – How does Vanish Mode work on Instagram?

તમે જેમ ઇન્સ્ટાગ્રામમાં કોઈ વ્યક્તિ સાથે ચેટિંગ કરતી વખતે વેનિશ મોડ ચાલુ કરશો તો સામે વાળા વ્યક્તિ માટે પણ વેનિશ મોડ ચાલુ થઈ જશે અને તમે એક નવા ખુલ્લા સેક્શનમાં ચેટિંગ કરી શકશો અને જેમ તમે ચેટ છોડશો તેમ તમારા બંનેના ચેટ ગાયબ થઈ જશે.

આવી રીતે ઇન્સ્ટાગ્રામમાં વેનિશ મોડ કામ કરે છે.

વેનિશ મોડનો ઉપયોગ કેવી રીતે કરવો? – How to use Vanish Mode in Instagram?

વેનિશ મોડનો ઉપયોગ કેવી રીતે કરવો? - વેનિશ મોડ ચાલુ બંધ કરવાની રીત

સૌપ્રથમ તમે ચેટ સેક્શનમાં જાવો અને ત્યાં મેસેજ ટાઈપિંગ બોક્સની ઉપર આંગળી મૂકીને ઉપર સુધી ખસેડો એટલે વેનિશ મોડ ચાલુ થઈ જશે અને વેનિશ મોડ બંધ કરવા માટે ઉપર “Turn Off Vanish Mode” પર ક્લિક કરો એટલે વેનિશ મોડ બંધ થઈ જશે.

આશા છે કે મિત્રો તમને આ પોસ્ટ ગમી હશે, જો પોસ્ટ ઉપયોગી થઈ હોય તો તમારા મિત્રો સાથે પણ શેર કરો.

અમારી અન્ય પોસ્ટ:-