ઇન્સ્ટાગ્રામમાં હવે પોતાની જન્મ તારીખ અપડેટ કરવી જ પડશે.!

Image Source: Twitter user @purplelime

મિત્રો ઇન્સ્ટાગ્રામ હવે પોતાના પ્લૅટફૉર્મમાં યુઝર પાસે તેમની જન્મ તારીખ માંગી રહ્યું છે અને હવે ઇન્સ્ટાગ્રામએ આ પ્રોસેસ ફરજિયાત ચાલુ રાખી છે.

એટલે કે ફરજિયાત યુઝરએ તેમની જન્મ તારીખ ઇન્સ્ટાગ્રામમાં ઉમેરવી જ પડશે, જ્યારે યુઝર ઇન્સ્ટાગ્રામની એપ લૉગિન કરીને ખોલે છે તો તેમણે એક પોપ-અપ આવે છે કે તેમને ફરજિયાત જન્મ તારીખ ઉમેરવી પડશે.

આવું ઇન્સ્ટાગ્રામએ પહેલા પણ માંગ્યું હતું પણ તે વખતે યુઝર આ ઓપ્શનને Skip કરી શકતા હતા પણ હવે આ ફરજિયાત છે.

જન્મ તારીખ માંગવાથી ઇન્સ્ટાગ્રામને પોતાના પ્લૅટફૉર્મ પર કયા યુઝરને કયા ઉંમરની જાહેરાતો બતાવવી તેના ડેટા મળશે અને આનાથી તેઓ નાની ઉંમરના યુઝર પર પણ થોડી રોક લગાવી શકશે.

હવે જો યુઝર ખોટી જન્મ તારીખ ઉમેરશે તો પણ ઇન્સ્ટાગ્રામ પોતાના AI સિસ્ટમ દ્વારા જાણ કરી લેશે કે તમારી સાચી જન્મ તારીખ શું છે કારણ કે તમે પહેલા પ્રોફાઇલમાં બાયોમાં તમારી ઉંમર લખી હશે, તમારું ફેસબુક એકાઉન્ટ કનેક્ટ હશે, તમારા મિત્રોએ તમને શુભેચ્છા પાઠવી હશે અને તમારા મિત્રોએ શુભેચ્છા પાઠવતા જણાવ્યુ પણ હશે કે તમે કેટલા વર્ષના છો વગેરે.

આવી રીતે ઇન્સ્ટાગ્રામ સાચી જન્મ તારીખ પણ શોધી લેશે. જો યુઝર જન્મ તારીખ નહીં ઉમેરે તો ઇન્સ્ટાગ્રામ તમને આગળની પ્રોસેસ નહીં કરવા દેશે અને તમે એપનો ઉપયોગ નહીં કરી શકો.