ઇન્સ્ટાગ્રામમાં આપણને એક QR કોડનું ફીચર જોવા મળે છે જેના દ્વારા તમે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનું એક QR કોડ બનાવી શકો છો અને બીજાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના QR કોડને સ્કેન કરીને તે એકાઉન્ટને ફોલો કરી શકો છો.
આજે અમે તમને જણાવીશું કે તમે કઈ રીતે આ ફીચરનો ઉપયોગ કરી શકો છો, તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ રીત જાણીએ.
ઇન્સ્ટાગ્રામમાં QR કોડ ફીચરને ઉપયોગ કરવાની રીત
આ પોસ્ટ એન્ડ્રોઇડ ફોનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.
- સૌપ્રથમ Instagram એપ ખોલો.
- અહી તમને તમારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના યુઝરનેમ સાથે એક QR કોડ જોવા મળશે, જો બીજો કોઈ વ્યક્તિ પોતાના ઇન્સ્ટાગ્રામ એપમાં આ QR કોડ સ્કેનને કરશે તો તે તમારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને ડાઇરેક્ટ ફોલો કરી શકશે.
- જો તમારે બીજાનો QR કોડ સ્કેન કરવો હોય તો તમે નીચેના “Scan QR code” પર ક્લિક કરો.
- જો તમારા ફોનમાં બીજાના એકાઉન્ટનો QR કોડનો સ્ક્રીનશૉટ હોય તો ઉપર જમણી બાજુ આપેલા ચોરસ બોક્સ પર ક્લિક કરો, અથવા ડાઇરેક્ટ તમે અહીથી જ બીજા એકાઉન્ટના QR કોડને સ્કેન કરી શકો છો.
- ચોરસ બોક્સ પર ક્લિક કર્યા પછી તમારા ફોનની ગેલેરી ખુલશે અને તેમાથી તે QR કોડનો સ્ક્રીનશૉટ સિલેક્ટ કરો.
- હવે ઇન્સ્ટાગ્રામ તે QR કોડને સ્કેન કરીને તમને તે એકાઉન્ટનું નામ આપશે જેને તમે ફોલો કરી શકો છો અને તે પ્રોફાઇલની મુલાકાત પણ લઈ શકો છો.
આવી રીતે તમે ઇન્સ્ટાગ્રામ એપમાં QR કોડ ફીચરનો ઉપયોગ કરી શકો છો અને સરળતાથી બીજા એકાઉન્ટને ફોલો પણ કરી શકો છો, આનાથી તમારે બીજા એકાઉન્ટના યુઝરનેમને સર્ચ નહીં કરવા પડે.
આશા છે કે તમને આ માહિતી ઉપયોગી થઈ હશે, તમારા મિત્રો સાથે પણ જરૂર શેર કરો અથવા આ પોસ્ટને તમે સેવ પણ કરી શકો છો જેથી જો તમને ભવિષ્યમાં આ પોસ્ટની જરૂર પડે તો તમે સરળતાથી શોધી શકો.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:
- ઇન્સ્ટાગ્રામ કેમ લોકપ્રિય થઈ રહ્યું છે?
- ઇન્સ્ટાગ્રામમાં કોણે કેટલી લાઈક કરી એ કેવી રીતે સંતાડવું?
- ઇન્સ્ટાગ્રામમાં કેવી રીતે કોઈને પણ હંમેશા માટે બ્લોક કરવું?
- ઇન્સ્ટાગ્રામમાં તમારું એક્ટિવ સ્ટેટસ કોઈને ન દેખાય એવું કઈ રીતે કરવું?
- સ્ટોરી મૂકનાર ઇન્સ્ટાગ્રામ યુઝરને ખબર ના પડે તેવી રીતે તેની સ્ટોરી કેવી રીતે જોવી?