મિત્રો, સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર લોકો પોતાની ઉંમર ખોટી લખે છે અને આ સમસ્યાના ઉકેલ રૂપે ઇન્સ્ટાગ્રામએ નવી ટેક્નોલૉજી સાથે એન્ટ્રી કરી છે જેમાં તેઓ તમારી વિડિયો સેલ્ફિથી જ તમારી ઉંમર જાણી લેશે.
તો ચાલો આપણે જાણીએ કે આ શું છે પૂરી વાત.
ઇન્સ્ટાગ્રામને કેમ તેના યુઝરની ઉંમર જાણવી છે?
ઇન્સ્ટાગ્રામ પ્લૅટફૉર્મમાં ઘણા બધા યુઝર છે અને બધા યુઝર અલગ – અલગ ઉંમરના લોકો છે, જો ઇન્સ્ટાગ્રામને તમારી સાચી ઉંમરના ડેટા મળશે તો તે ઉંમરના આધારે તેમણે કન્ટેન્ટ, જાહેરાત વગેરે બતાવી શકશે.
જો કોઈ નાની ઉંમરનો વ્યક્તિ હોય તો તેને તેની ઉંમર પ્રમાણેનું કન્ટેન્ટ (વિડિયો, ફોટો, સ્ટોરી) અને જાહેરાત જોવા મળશે, યુઝરને પોતાની મનપસંદ વસ્તુ જોવા મળશે તો યુઝર ઇન્સ્ટાગ્રામ પર વધારે રોકાશે અને તેનાથી ઇન્સ્ટાગ્રામનો યુઝર તેના પ્લૅટફૉર્મમાં રોકાઈ રહેશે અને તેમને ફાયદો થશે.
જે લોકો ઇન્સ્ટાગ્રામ પર પોતાની સર્વિસ કે પ્રોડક્ટની જાહેરાત ચલાવે છે તેમણે પણ લોકોની ઉંમરનો સાચો ડેટા મળે છે, જેના દ્વારા તેઓ ઉંમર જે સિલેક્ટ કરી હશે એ પ્રમાણે પોતાની સર્વિસ અને પ્રોડક્ટ તે લોકો સુધી પહોચાડી શકશે.
આનાથી જાહેરાત ચલાવવા વાળા લોકોને વધારે ગ્રાહકો મળશે અને જાહેરાત ચલાવવાના ઇન્સ્ટાગ્રામ પૈસા લેશે એટલે આનાથી ઇન્સ્ટાગ્રામને, તેના યુઝરને અને જાહેરાતકર્તા એમ બધાને ફાયદો થશે.
- યુઝરને તેમના રસપ્રમાણે પોસ્ટ જોવા મળશે.
- જાહેરાતકર્તા પોતાના સર્વિસ અને પ્રોડક્ટનું વધારે વેચાણ કરી શકશે.
- ઇન્સ્ટાગ્રામને જાહેરાતકર્તા દ્વારા જાહેરાત ચલાવવાના પૈસા મળશે.
આ કારણે ઇનસ્ટાગ્રામને યુઝરની સાચી ઉંમર જાણવી છે.
ઇન્સ્ટાગ્રામ કેવી રીતે તમારી સાચી ઉંમર જાણશે?
ઇન્સ્ટાગ્રામ 3 રીતે તમારી સાચી ઉંમર જાણશે:
- તમારું આઈડી પ્રૂફ માંગીને જેમ કે ડ્રાઇવિંગ લાઈસેન્સ, આધારકાર્ડ વગેરે.
- તમારી વિડિયો સેલ્ફિ માંગીને.
- તમારા મિત્રો દ્વારા તમારી ઉંમર વેરીફાય થશે.
આપણે પહેલી રીત છોડીને વાત કરીએ તો….
- ઇન્સ્ટાગ્રામ તમારી વિડિયો સેલ્ફિ માંગશે અને ઇન્સ્ટાગ્રામએ Yoti નામની એક કંપની સાથે પાર્ટનરશીપ કરી છે, આ Yoti કંપની ઓળખ વેરિફાય કરવા માટેની કંપની છે.
ઇન્સ્ટાગ્રામ તમારી વિડિયો સેલ્ફિમાંથી ફોટો બનાવશે અને તેમાં નાના – નાના પિક્સેલ દ્વારા તમારી ઉંમર AI સિસ્ટમ દ્વારા શોધશે, આ AI ટેક્નોલૉજી ને પહેલા આવા ઘણા બધા એક્સપેરિમેંટ કરાવ્યા હશે અને તેના લીધે તે સિસ્ટમ તૈયાર હોવાથી તે તમારી ઉંમર જાણી શકે છે.
AI સિસ્ટમમાં બધા રિકોર્ડ સ્ટોર હોય છે, “જેમ કે આવી સ્કીન હોય તો આટલી ઉંમર હોય શકે, આ સ્કીન આમ છે તો તેની ઉંમર આટલી હોય શકે” આવી રીતે સિસ્ટમ અલગ – અલગ પેટર્ન પકડીને ઉંમરનો અનુમાન લગાવે છે.
- હવે ત્રીજી રીતે તમારે ઇન્સ્ટાગ્રામ પર તમારા કોઈ ત્રણ મિત્રોને એક વિનંતી મોકલવી પડશે અને તમારા મિત્રો તમારી સાચી ઉંમર વેરીફાય કરશે એટલે તમારી ઉંમર ઇન્સ્ટાગ્રામ પર સાચી વેરિફાય થઈ જશે.
આ રીતે ઇન્સ્ટાગ્રામ તમારી સાચી ઉંમર જાણશે.
હવે જ્યારે તમે ઇન્સ્ટાગ્રામમાં પોતાની ઉંમર બદલશો તો ત્યારે તમને આ ઉંમર વેરિફાય કરવાવાળા ઓપ્શન જોવા મળશે.
મિત્રો આશા છે કે તમને આ જાણકારી ઉપયોગી થઈ હશે, તમારા મિત્રો સાથે પણ તમે શેર કરો જેથી વધારે લોકોને આ માહિતી જાણવા મળે.
અન્ય પોસ્ટ પણ વાંચો: