ઇન્સ્ટાગ્રામ એક સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ છે જે Meta કંપનીનું એક પ્રોડક્ટ છે જેનું નામ પહેલા ફેસબુક હતું. ઇન્સ્ટાગ્રામ હાલના સમયમાં ખૂબ જ લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ બની રહ્યું છે.
ઇન્સ્ટાગ્રામ 2010માં લોન્ચ થયું હતું જે સૌથી પહેલા એક ફોટો શેરિંગ એપ તરીકે હતું જેમાં આપણે ફોટો શેર કરી શકતા હતા અને તે શરૂઆતમાં ફક્ત આઇફોન યુઝર માટે જ ઉપલબ્ધ હતું.
જેમ જેમ યુઝરની માંગ વધી ત્યારે ઇન્સ્ટાગ્રામ Android માટે પણ ઉપલબ્ધ થઈ ગયું. 2012માં ઇન્સ્ટાગ્રામ પ્લૅટફૉર્મ ફેસબુક કંપની દ્વારા ખરીદવામાં આવ્યું હતું કારણ કે “ઇન્સ્ટાગ્રામ ભવિષ્યમાં ફેસબુકનું મોટું સ્પર્ધક બનવાનું હતું.”
આજે આપણે જાણીશું કે ઇન્સ્ટાગ્રામ કેમ લોકપ્રિય બની રહ્યું છે, તેની પાછળ કયા કારણો હોય શકે એના વિશે આપણે ચર્ચા કરીશું.
ઇન્સ્ટાગ્રામ કેમ લોકપ્રિય થઈ રહ્યું છે?
- ઇન્સ્ટાગ્રામનું લોકપ્રિય થવાનું એક કારણ એક એ છે કે આ પ્લૅટફૉર્મ એકદમ મફત છે. તમારે ઇન્સ્ટાગ્રામને ઉપયોગ કરવા માટે કોઈ પણ પૈસા ચૂકવવા નથી પડતાં તેને કારણે લોકો આ પ્લૅટફૉર્મને વધારે ઉપયોગ કરી રહ્યા છે.
- જ્યારે કોઈ પણ નવો યુઝર ઇન્સ્ટાગ્રામને ખોલીને ઉપયોગ કરે છે ત્યારે તેને એકદમ ક્લિયર અને સરસ મજાનું મજેદાર ઇન્ટરફેસ જોવા મળે છે જે યુઝરને આકર્ષિત કરે છે.
- કોઈ પણ નવો યુઝર ઇન્સ્ટાગ્રામને સરળતાથી ઉપયોગ કરી શકે છે કારણ કે આ પ્લૅટફૉર્મના બધા જ ફંક્શનનો ઉપયોગ કરવો સરળ છે.
- ઇન્સ્ટાગ્રામમાં આપણે કોઈ પણ કન્ટેન્ટ અપલોડ કરવું હોય જેમ કે ફોટો, વિડિયો વગેરે તો તેના ઓપ્શન પણ યુઝરની સામે જ મૂકવામાં આવેલા હોય છે તેથી તેને કન્ટેન્ટ અપલોડ કરવામાં કોઈ પણ મુશ્કેલી થતી નથી.
- ઇન્સ્ટાગ્રામનો લોગો અને તેની અંદરનો કલરફૂલ ઇન્ટરફેસ યુઝરને ખૂબ જ આકર્ષિત કરે છે તેને લીધે યુઝર વારંવાર એપનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે અને તેને કંટાળો આવતો નથી.
- અત્યારે ઇન્સ્ટાગ્રામની એપ ખૂબ જ ફાસ્ટ છે અને તરત જ ખૂલી જાય છે, યુઝરને વધારે રાહ નથી જોવી પડતી, મેસેજ મોકલવો હોય તો પણ ઇન્સ્ટાગ્રામમાં તરત પહોચી જાય છે.
- ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરીનું ફીચર જોવા મળે છે જેમાં યુઝર શોર્ટ ટાઇમ માટે કઈક નવું શેર કરી શકે છે, બીજા મિત્રોને પોતાનું સ્ટેટસ જણાવી શકે છે અને યુઝર વધારે સારી રીતે એક-બીજા યુઝરની સ્ટોરી સાથે પણ ક્રિયા-પ્રતિક્રિયા કરી શકે છે.
- ઇન્સ્ટાગ્રામમાં યુઝરને તેના રસ પ્રમાણે જાહેરાતો જોવા મળે છે તેને કારણે યુઝર જાહેરાતોથી પણ કંટાળતો નથી અને તેને પ્લૅટફૉર્મ પર રહેવું ગમે છે.
- ઇન્સ્ટાગ્રામમાં તમને ફોટો અપલોડ કરતી વખતે પણ નવા-નવા ફિલ્ટર અને બીજા ઓપ્શન મળે છે તેને કારણે તમારે ફોટો એડિટ કરવા માટે કોઈ થર્ડ પાર્ટી એપ પર આધાર નથી રાખવો પડતો.
- ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં તમને સરસ-સરસ સ્ટિકર જોવા મળે છે જેના અલગ-અલગ કામ હોય છે અને તમને એનિમેશન વાળા ચિત્ર પણ જોવા મળે છે જે તમારી સ્ટોરીને વધુ આકર્ષિત બનાવે છે.
- ઇન્સ્ટાગ્રામમાં તમારે ફેસબુકની જેમ મેસેજ કરવા માટે અલગથી એપ ડાઉનલોડ નથી કરવી પડતી તેથી તમે સરળતાથી ઇન્સ્ટાગ્રામ એપમાં જ મેસેજમાં ચેટિંગ કરી શકો છો.
- ઇન્સ્ટાગ્રામમાં હેશટેગ પણ ખૂબ જ મહત્વના હોય છે જે ફોટો અથવા વિડિયો સાથે કેપ્શનમાં મૂકવામાં આવે છે, આના કારણે યુઝરના કન્ટેન્ટની પહોચ વધે છે જેથી યુઝર નિરાશ થતો નથી.
- ઇન્સ્ટાગ્રામ જલ્દી-જલ્દી નવા ફીચર લાવતું રહે છે અને પોતાના પ્લૅટફૉર્મ પર યુઝરનો રસ બનાવી રાખે છે.
- ઇન્સ્ટાગ્રામમાં ખૂબ જ આકર્ષિત પોસ્ટ જોવા મળે છે જેમાં આપણને બધુ ચિત્રોથી સમજવા અને શીખવા અથવા મનોરંજન કરવા માટેનું કન્ટેન્ટ મળે છે.
- ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ પોતાના ધંધાને આગળ વધારવા માટે પણ થાય છે, ડિજિટલ માર્કેટિંગ માટે પણ થાય છે. ઇન્સ્ટાગ્રામમાં વધારે Engagement જોવા મળે છે.
- ઇન્સ્ટાગ્રામ માર્કેટમાં નજર રાખતું રહે છે અને યુઝરને શેમાં રસ છે એ પ્રમાણેનું ફીચર જલ્દી લાવે છે જેમ કે ઇન્સ્ટાગ્રામ રિલ્સ, સ્ટોરી વગેરે.
આવા ઘણા બધા કારણોને લીધે ઇન્સ્ટાગ્રામ આજે ખૂબ જ લોકપ્રિય પ્લૅટફૉર્મ છે અને હજુ વધારે આગળ વધી રહ્યું છે, આશા છે કે આજની પોસ્ટમાં તમને જરૂર મજા આવી હશે.
અમારી અન્ય પોસ્ટ પણ જરૂર વાંચજો:-