
ઇન્સ્ટાગ્રામ નોટ્સ ફીચર શું છે? – What is Instagram Notes?
ઇન્સ્ટાગ્રામમાં એક નોટ્સ નામનું ફીચર આવ્યું છે જેના દ્વારા તમે ઇન્સ્ટાગ્રામમાં નોંધ (Notes) લખીને પોસ્ટ કરી શકો છો. આ નોટ્સ તમને તમારા મેસેજ ઇનબોક્સની ઉપર દેખાશે.
જેમાં તમે 60 અક્ષરોની અંદર કઈ પણ તમારા વિચાર લખીને શેર કરી શકો છો. આ નોટ્સ તમારા ફોલોવર અને જેને તમે ફોલો કરતાં હશો તેમને જ દેખાશે.
આ નોટ્સ 24 કલાક સુધી અસ્તિત્વમાં રહેશે અને ઇન્સ્ટાગ્રામ સ્ટોરીની જેમ તે 24 કલાક પછી ડિલીટ થઈ જશે.
ઇન્સ્ટાગ્રામ સ્ટોરી તમને હોમપેજમાં જ દેખાય છે પણ નોટ્સ ફીચર તમને તમારા DM સેક્શનમાં સૌથી ઉપર દેખાય છે જેમાં તમે તમારા કોઈ પણ વિચાર ટેક્સ્ટમાં શેર કરી શકો છો.
લોકો તમારા નોટ્સમાં રિપ્લાઇ પણ કરી શકશે અને આ રિપ્લાઇ તમને ડાઇરેક્ટ મેસેજમાં જ મળશે.
ઇન્સ્ટાગ્રામ નોટ્સનું ફીચર ક્યારે આવ્યું હતું? – Instagram Notes Feature Launch Date
આ ફીચર Instagram એ જુલાઈ 2022માં જ ટેસ્ટ કરવાનું ચાલુ કર્યું હતું અને ડિસેમ્બર 2022માં આ ફીચરને બધા લોકો માટે લોન્ચ કરવામાં આવ્યું.
તમે તમારી ઇન્સ્ટાગ્રામ એપને જરૂર અપડેટ કરો એટલે તમને પણ તમારા મેસેજ ઇનબોક્સની ઉપર આ નોટ્સ ફીચર જોવા મળશે.
ઇન્સ્ટાગ્રામ નોટ્સ ફીચરનો ઉપયોગ કેમ કરવો જોઈએ? – Why you should use Instagram Notes feature?

ઇન્સ્ટાગ્રામ સ્ટોરીની વાત કરીએ તો તેમાં પણ તમે 24 કલાક માટે ટેક્સ્ટમાં કોઈ પણ તમારા વિચારો શેર કરી શકો છો પણ તેમાં તમારે સ્ટોરીમાં બરાબર ટેક્સ્ટને ડિઝાઇન કરવું પડે છે.
જ્યારે આપણે ઇન્સ્ટાગ્રામ નોટ્સની વાત કરીએ તો તેમાં તમે સરળતાથી 60 અક્ષરોની અંદરમાં કોઈ પણ વિચાર સિમ્પલ ટેક્સ્ટમાં પોસ્ટ કરી શકો છો.
આ કારણે ઇન્સ્ટાગ્રામ નોટ્સ જલ્દી અને ટૂંકમાં વિચારો શેર કરવા માટે સૌથી સારું ફીચર છે તો આ કારણે તમારે ઇન્સ્ટાગ્રામ નોટ્સ ફીચરનો ઉપયોગ કરવો જોઈએ.
મિત્રો આશા છે કે આ જાણકારી તમને ઉપયોગી થશે અને તમે તમારા મિત્રો સાથે પણ જરૂર આ પોસ્ટ શેર કરજો.
અમારી દર નવી પોસ્ટ તમે ડાઇરેક્ટ વોટ્સએપમાં મેળવી શકો છો એટલે અમારા વોટ્સએપ ગ્રુપમાં જરૂર જોડાજો.
અમારી અન્ય પોસ્ટ:
- ઇન્સ્ટાગ્રામમાં QR કોડનો ઉપયોગ કેવી રીતે કરવો?
- ઇન્સ્ટાગ્રામમાં તમારું લાઈવ અમુક લોકો માટે કેવી રીતે છુપાવવું?
- ઇન્સ્ટાગ્રામમાં તમારું એક્ટિવ સ્ટેટસ કોઈને ન દેખાય એવું કઈ રીતે કરવું?
- ઇન્સ્ટાગ્રામમાં તમને કોઈ મેન્શન અથવા ટેગ ન કરી શકે એવું કેવી રીતે ચાલુ કરવું?
- શું તમે યુટ્યુબ શોર્ટ્સ અને ઇન્સ્ટાગ્રામ રિલ્સ જેવા વિડિયો જોવો છો? જાણો કડવું સત્ય