ઇન્સ્ટાગ્રામ પર Private Account શું છે? ઇન્સ્ટાગ્રામ અકાઉંટને પ્રાઇવેટ કેવી રીતે બનાવવું?

મિત્રો આજે આપણે ઇન્સ્ટાગ્રામના પ્રાઇવેટ અકાઉંટ વિશે વાત કરીશું કે ઇન્સ્ટાગ્રામ પર Private Account શું હોય છે? અને આપણે ઇન્સ્ટાગ્રામ અકાઉંટને પ્રાઇવેટ કેવી રીતે બનાવી શકીએ તેના વિશે એક એક પગલું જાણીશું.

ઇન્સ્ટાગ્રામ પ્રાઇવેટ એકાઉન્ટ વિશે જાણકારી

ઇન્સ્ટાગ્રામ પ્રાઇવેટ અકાઉંટ શું છે?

ઇન્સ્ટાગ્રામ પર પ્રાઇવેટ અકાઉંટ એક ફીચર છે જેનો ઉપયોગ કરીને આપણે ઇન્સ્ટાગ્રામ પ્લૅટફૉર્મ પર પોતાની ગોપનિયતા વધારી શકીએ છે. જ્યારે તમે ઇન્સ્ટાગ્રામ પર પોતાના અકાઉંટને પ્રાઇવેટ બનાવશો ત્યારે તમને એ પણ ખબર પડશે કે કયો વ્યક્તિ તમને ફોલો કરવા માટે વિનંતી કરે છે.

જ્યારે કોઈ નવો યુઝર તમને ફોલો કરશે તો તેની વિનંતી તમને જોવા મળશે અને તમે તેની વિનંતીને સ્વીકારી પણ શકશો અને તેને નકારી પણ શકશો.

ઇન્સ્ટાગ્રામ પ્રાઇવેટ અકાઉંટમાં તમે જે પણ ફોટા શેર કરો છો એ તમારા ફોલોવર્સ સુધી જ સીમિત હોય છે અને તમારી સ્ટોરી પણ તમારા ફોલોવર્સ સુધી જ સીમિત રહે છે, ટૂંકમાં પ્રાઇવેટ અકાઉંટમાં તમે જે પણ શેર કરો તે તમારા ફોલોવર્સ સુધી જ સીમિત હોય છે.

બાકી જે લોકો તમને ફોલો નથી કરતાં તેઓ તમારા ફોટા, વિડિયો કે સ્ટોરી નથી જોઈ શકતા.

નોંધ:- તમે પોતાની Business પ્રોફાઇલ કે Creator પ્રોફાઇલને પ્રાઇવેટ નથી બનાવી શકતા.

ઇન્સ્ટાગ્રામ પર અકાઉંટને પ્રાઇવેટ કેવી રીતે બનાવવું?

તો ચાલો હવે આપણે ઇન્સ્ટાગ્રામ અકાઉંટને પ્રાઇવેટ બનાવવાની રીત પણ જાણી લઈએ.

ઇન્સ્ટાગ્રામ એપ ખોલો.

  • સૌપ્રથમ ઇન્સ્ટાગ્રામ એપ 👆 ખોલો.

પ્રોફાઇલ આઇકન પર ક્લિક કરો.

  • હવે તમારા પ્રોફાઇલ આઇકન ⚫ પર ક્લિક કરો.

3 આડી લીટી પર ક્લિક કરો.

  • જમણી બાજુ ઉપર 3 ☰ આડી લીટી પર ક્લિક કરો.

ઇન્સ્ટાગ્રામ પર સેટિંગ ખોલો

  • હવે Settings પર ક્લિક કરો.

ઇન્સ્ટાગ્રામમાં Privacy ઓપ્શન ખોલો.

  • હવે તેમાં Privacy 🔒 ઓપ્શન ખોલો.

Private Account દેખાશે તો તે ઓપ્શનને ચાલુ કરો

  • ઉપર તમને Private Account દેખાશે તો તે ઓપ્શનને ચાલુ કરો અને Switch to Private પર ક્લિક કરો.

ઇન્સ્ટાગ્રામ પ્રાઇવેટ અકાઉંટ

  • હવે તમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પ્રાઇવેટ 🔒 થઈ જશે અને તમને તમારી પ્રોફાઇલ પર એક તાળું પણ દેખાશે.

ઇન્સ્ટાગ્રામ પ્રાઇવેટ અકાઉંટના ફાયદા શું છે?

ઇન્સ્ટાગ્રામ પર પ્રાઇવેટ એકાઉન્ટ બનાવવાના ઘણા ફાયદા થાય છે જે નીચે પ્રમાણે છે:-

  • જે તમને ફોલો કરે છે તે જ યુઝર તમારા ફોટા, સ્ટોરી કે વિડિયો જોઈ શકશે તેના કારણે તમારા ફોટા જોવા જે – તે વ્યક્તિએ તમને ફોલો કરવું જ પડશે.
  • તમને જ્યારે કોઈ નવો યુઝર ફોલો કરશે ત્યારે જ તમને તેની વિનંતી દ્વારા ખબર પડી જશે કે કયા નવા વ્યક્તિ તમને ફોલો કરવા ઈચ્છે છે.
  • પ્રાઇવેટ અકાઉંટ બનાવવાથી તમને વધારે સુરક્ષા મળે છે અને અજાણ્યા લોકો તમારા પર ધ્યાન નથી રાખી શકતા.
  • આનાથી તમને ઇન્સ્ટાગ્રામ પર વધારે ગોપનિયતા (Privacy) મળે છે.

ઇન્સ્ટાગ્રામ પ્રાઇવેટ અકાઉંટના ગેરફાયદા શું છે?

  • આનાથી તમારા ફોટા, વિડિયો કે સ્ટોરી લિમિટેડ લોકો સુધી જ પહોચે છે એટલે જેટલા લોકો તમને અનુસરે છે તેટલા લોકો સુધી જ તમારી સામગ્રી પહોચે છે.

તો મિત્રો આશા છે કે તમને આજની પોસ્ટમાં ઇન્સ્ટાગ્રામના પ્રાઇવેટ અકાઉંટ વિશે બરાબર સમજણ પડી હશે, તમારું ઇન્સ્ટાગ્રામ પર કયું અકાઉંટ? પ્રાઇવેટ કે પબ્લિક, એ નીચે કમેંટમાં જણાવવાનું ના ભૂલતા અને આ માહિતી બધાને શેર જરૂર કરજો જેથી બધાને આ જાણવા મળે.

આ પોસ્ટ પણ વાંચો:-