ઇમોજી માટે બેસ્ટ ડેસ્કટોપ બ્રાઉઝર એક્સટેન્શન

ઇમોજી માટે બેસ્ટ ડેસ્કટોપ બ્રાઉઝર એક્સટેન્શન

ઘણી વખત આપણે પોતાના કમ્પ્યુટર કે લેપટોપ બ્રાઉઝરમાં ઇમોજી (Emoji)નો ઉપયોગ કરતાં હોઈએ છીએ જેમાં આપણને અલગ-અલગ ઇમોજીની જરૂર પડે છે.

પણ આપણે કોઈ અન્ય વેબસાઇટ પર જઈને વારંવાર તે ઇમોજીને કોપી કરવા પડે છે અને તેને પેસ્ટ કરવા પડે છે. આ પ્રોસેસમાં તમારે તે ઇમોજી વાળી વેબસાઇટને વારંવાર ખોલવી પડે છે જેમાં તમારો ઘણો સમય પસાર થઈ જાય છે.

આજની આ પોસ્ટમાં અમે તમારી માટે એક નિરાકરણ લઈને આવ્યા છે કે તમે ડાઇરેક્ટ તમારા બ્રાઉઝરમાંથી કોઈ અન્ય વેબસાઇટ ખોલ્યા વગર ઇમોજીને કોપી કરી શકો છો.

ઇમોજી બ્રાઉઝર એક્સટેન્શન

અમે તમારી માટે એક બ્રાઉઝર એક્સટેન્શન શોધ્યું છે જેને તમારે પોતાના બ્રાઉઝર જેમ કે Chrome, Firefox કે Edge વગેરેમાં એક વખત ઇન્સ્ટોલ કરવાનું હોય છે અને પછી તમને ડાઇરેક્ટ જમણી બાજુ ઉપર ખૂણામાં ઇમોજીનો ઓપ્શન મળી જાય છે.

જ્યારે તમે તે ઇમોજી આઇકન પર ક્લિક કરશો તો તમને ઘણા બધા અલગ-અલગ ઇમોજીની લિસ્ટ મળી જશે અને તમારે પોતાના મનપસંદ ઇમોજીને કોપી કરવા માટે બસ તે ઇમોજી પર એક વખત ક્લિક કરવાનું અને તરત જ ઇમોજી કોપી થઈ જશે.

હવે તમારે કોપી કરેલા ઇમોજીને જ્યાં પેસ્ટ કરવું હોય ત્યાં તમે Ctrl + V શોર્ટકટ કી દબાવીને પેસ્ટ કરી શકો છો.

Images of Emoji Extension by Saverio Morelli
Img Source: Emoji by Saverio Morelli

એક્સટેન્શનનું નામ

આ બ્રાઉઝર એક્સટેન્શનનું નામ “Emoji” છે જેને એક “Saverio Morelli” નામના પ્રોગ્રામરએ બનાવ્યું છે. તમને આ એક્સટેન્શનમાં ડાર્ક મોડ પણ જોવા મળી જાય છે.

બસ તમારે આ ઇમોજીને Chrome, Firefox અને Edge પરના એક્સટેન્શન સ્ટોર પર જઈને ઇન્સ્ટોલ કરવાનું છે.

આશા છે કે તમને આ ઇમોજી એક્સટેન્શન ખૂબ જ ઉપયોગી થશે અને તમારો ઘણો સમય પણ બચશે, તમારા મિત્રો સાથે પણ જરૂર પોસ્ટ શેર કરજો.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: