કમ્પ્યુટર ઈનપુટ, પ્રોસેસ અને આઉટપુટની રીત પર કાર્ય કરે છે, એમાં ઈનપુટ જરૂરી વસ્તુ છે કારણ કે જ્યાં સુધી કમ્પ્યુટરમાં કોઈ ડેટા દાખલ જ નહીં કરવામાં આવે ત્યાં સુધી કમ્પ્યુટર આગળ કામ જ ન કરી શકે.
કમ્પ્યુટરમાં ડેટા અથવા નિર્દેશ દાખલ કરવા માટે ઈનપુટ મહત્વનું છે અને કમ્પ્યુટરને ઈનપુટ આપવા માટે ઈનપુટ ડિવાઇસની જરૂરત પડે છે.
આ પોસ્ટમાં આપણે ઈનપુટ ડિવાઇસ વિશે વાત કરીશું કે આ ઈનપુટ ડિવાઇસ એટલે શું? Input Device વિશે અન્ય ઘણી માહિતી જાણીશું.

ઈનપુટ ડિવાઇસ એટલે શું?- What is Input Device in Gujarati
ઈનપુટ ડિવાઇસ એટલે એક એવું ડિવાઇસ જેના દ્વારા માણસ કમ્પ્યુટરને કામ કરવાની સમજણ આપી શકે, એવું ડિવાઇસ જેના દ્વારા માણસ કમ્પ્યુટરને કામ કરવા માટે ઓર્ડર આપી શકે, એવું ડિવાઇસ જેના દ્વારા આપણે કમ્પ્યુટરને સૂચનાઓ આપી શકીએ અને નિર્દેશ આપી શકીએ, આવી સૂચનાઓ અને નિર્દેશ પર પ્રક્રિયા કરી કમ્પ્યુટર આપણને આઉટપુટ આપે છે.
મે તમને આગળ કહ્યું કે કમ્પ્યુટરમાં ડેટા દાખલ કરવા માટે ઈનપુટ જરૂરી છે અને કમ્પ્યુટરને ઈનપુટ આપવા માટે ઈનપુટ ડિવાઇસ જરૂરી છે.
ઈનપુટ ડિવાઇસ એટલે કમ્પ્યુટરમાં કોઈ માહિતી, સૂચનાઓ, નિર્દેશ વગેરેને દાખલ કરવા માટેનું ઉપકરણ.
ઈનપુટ ડિવાઇસમાં ઘણા બધા નામો આવે છે પણ તેમાથી માઉસ અને કીબોર્ડ ખૂબ ઉપયોગી ઈનપુટ ડિવાઇસ છે.
આપણે માઉસ દ્વારા કમ્પ્યુટરને ઓર્ડર આપી શકીએ છે કે “ચાલ મારે ગેમ રમવી છે તો હું ગેમ રમુ, મારે મ્યુજિક કે વિડિયો જોવા છે તો હું માઉસ દ્વારા કમ્પ્યુટરમાં વિડિયો અને મ્યુજિક ચલાઉ.”
કીબોર્ડમાં પણ તમે શોર્ટકટ કી દ્વારા કમ્પ્યુટરમાં ઘણા બધા કામો કરી શકો, કીબોર્ડની મદદથી તમે કોડિંગ કરીને એક નવી વેબસાઇટ કે પ્રોગ્રામ બનાવી શકો છો.
આવી રીતે માઉસ અને કીબોર્ડની જેમ અલગ-અલગ ઈનપુટ ડિવાઇસ કમ્પ્યુટરમાં કામ કરે છે અને અલગ-અલગ ઈનપુટ ડિવાઇસના અલગ-અલગ ઉપયોગ હોય છે.
ઈનપુટ ડિવાઇસની પરિભાષા શું છે?
ઈનપુટ ડિવાઇસ એટલે એવા ઉપકરણ જે કમ્પ્યુટરમાં ડેટાને દાખલ કરે છે, કમ્પ્યુટરને માહિતી આપે છે, યુઝર કમ્પ્યુટર સાથે કમ્યુનિકેટ કરી શકે છે, એવા ઉપકરણ જેના દ્વારા કમ્પ્યુટરને કંટ્રોલ કરી શકાય તેને ઈનપુટ ડિવાઇસ કહેવાય છે.
ઈનપુટ ડિવાઇસના નામ – Name of Input Device

- માઉસ
- કીબોર્ડ
- લાઇટ પેન
- જોયસ્ટિક
- માઇક્રોફોન
- વેબકેમ
- ટ્રેકબોલ
- સ્કેનર
- ટચસ્ક્રીન
- ગ્રાફિક ટેબલેટ
- ડિજિટલ કેમેરા
- OMR રીડર (Optical Mark Recognition)
- OCR રીડર (Optical Character Recognition)
- બારકોડ રીડર (Barcode Reader)
- MICR (Magnetic Ink Character Recognition)
- સ્માર્ટ કાર્ડ રીડર
કમ્પ્યુટરમાં ઈનપુટ ડિવાઇસ કેમ જરૂરી છે?
કમ્પ્યુટરમાં ઈનપુટ ડિવાઇસ એટલે જરૂરી છે કે તે આપણને કમ્પ્યુટરમાં નવા ડેટા કે માહિતીને દાખલ કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે.
ઈનપુટ ડિવાઇસને કારણે આપણે કમ્પ્યુટરમાં કર્સરને હલાવી શકીએ છીએ, કઈક નવી માહિતી લખી શકીએ છીએ, પ્રોગ્રામ બનાવી શકીએ છીએ.
ઈનપુટ ડિવાઇસની મદદથી આપણે ઘણા એવા કામો કરીએ છે જે આપણાં જીવનને સરળ બનાવે છે અને તેને કારણે કમ્પ્યુટરમાં ઈનપુટ ડિવાઇસ ખૂબ જ જરૂરી છે.
ઉદાહરણ તરીકે..
ઈનપુટ ડિવાઇસ આપણને કમ્પ્યુટર ચલાવવાની તક આપે છે અને જો આપણે કમ્પ્યુટરને ચલાવી જ ન શકીએ તો કમ્પ્યુટરનો કોઈ અર્થ નહીં રહે તેને લીધે ઈનપુટ ડિવાઇસ કમ્પ્યુટરમાં ખૂબ જ જરૂરી છે.
કમ્પ્યુટરને સામાન્ય રીતે ઉપયોગ કરવા માટે કયા ઈનપુટ ડિવાઇસ જરૂરી છે?
સૌથી પહેલા આપણે જાણવું પડશે કે કમ્પ્યુટરમાં સામાન્ય ઉપયોગ કયા-કયા હોય?
કમ્પ્યુટરમાં સામાન્ય ઉપયોગ એટલે તેને ઓપેરેટ કરવું, તેમાં ફાઈલો બનાવવી, ટાઈપિંગ કરવું, વિડિયો જોવા કે ઓડિઓ સાંભળવા જેવા વગેરે કામો.
આવા સામાન્ય કાર્યો માટે તમારે ખાલી માઉસ અને કીબોર્ડની જરૂર પડે છે જેની મદદથી તમે કમ્પ્યુટરને સરળતાથી ઉપયોગ કરી શકો છો.
જો તમારે કમ્પ્યુટરમાં અન્ય કાર્યો કરવા હોય તો તેના માટે અલગ-અલગ ઈનપુટ ડિવાઇસનો ઉપયોગ કરી શકો છો પણ સામાન્ય કાર્યો માટે માઉસ અને કીબોર્ડ જ જરૂરી છે.
ઈનપુટ ડિવાઇસના ઉદાહરણ
ચાલો હવે આપણે ઈનપુટ ડિવાઇસના ઉદાહરણ જાણીએ.
- તમે દરરોજ કમ્પ્યુટરને ઓપેરેટ કરો છો, અલગ-અલગ જગ્યાએ ક્લિક કરીને પ્રોગ્રામ ખોલો છો, સિલેક્ટ કરો છો તો આ બધા ઉપયોગ માટે તમે માઉસનો ઉપયોગ કરો છો.
- તમે કમ્પ્યુટરમાં દરરોજ ટાઈપિંગ કરો છો, તેમાં કોડિંગ કરો છો, તેમાં નવી માહિતી ઉમેરો છો તો તેના માટે તમે કીબોર્ડનો ઉપયોગ કરો છો.
- તમે પોતાનો અવાજ કમ્પ્યુટરમાં રેકોર્ડ કરવા માટે માઇક્રોફોનનો ઉપયોગ કરો છો.
- તમે ઓનલાઇન મિટિંગ અથવા પોતાનો વિડિયો કમ્પ્યુટરમાં બતાવવા કે રેકોર્ડ કરવા માટે વેબકેમનો ઉપયોગ કરો છો.
- કોઈ પણ વસ્તુ સ્કેન કરીને તેના ડેટા કમ્પ્યુટરમાં લેવા માટે તમે સ્કેનરનો ઉપયોગ કરો છો.
કમ્પ્યુટરમાં આવા ઘણા કામો માટે તમે ઘણા ઈનપુટ ડિવાઇસનો ઉપયોગ કરો છો અને ઉપર બતાવેલા શ્રેષ્ઠ ઉદાહરણ છે.
ઈનપુટ ડિવાઇસના કાર્ય
- ઈનપુટ ડિવાઇસની મદદથી તમે કમ્પ્યુટરને પૂરી રીતે ઓપરેટ કરી શકો છો.
- તમે કમ્પ્યુટરને કમાન્ડ અને પોતાના આદેશ આપી શકો છો જેના પ્રમાણે તમને પરિણામ મળે છે.
- તમે કમ્પ્યુટરમાં ટાઈપિંગ, કોડિંગ કે પ્રોગ્રામિંગ કરી શકો છો.
- તમે કમ્પ્યુટરમાં વિડિયો જોઈ શકો છો અને ઓડિઓ પણ સાંભળી શકો છો.
- તમે કમ્પ્યુટરમાં ગેમિંગ કરી શકો છો.
- તમે કમ્પ્યુટરમાં ઇન્ટરનેટનો પણ આનંદ માણી શકો છો.
જેટલા પણ કાર્ય હોય તેટલા શક્ય કાર્યો તમે કમ્પ્યુટરમાં ઈનપુટ ડિવાઇસને કારણે જ કરી શકો છો.
મિત્રો આશા છે કે આજે તમને ઈનપુટ ડિવાઇસ વિશે જાણવા જેવી જાણકારી મળી હશે અને તમને નવું કઈક જાણવા મળ્યું હશે. તમારા મિત્રો સાથે જરૂર આ માહિતી શેયર કરજો.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-
- પ્રોસેસર એટલે શું? – Processor વિશે જાણકારી
- કમ્પ્યુટરમાં Save અને Save As વચ્ચે શું ફરક છે?
- મોનિટર શું છે? – કમ્પ્યુટર Monitor વિશે જાણકારી
- ફંક્શન કી શું છે? F1 થી F12 બટનના ઉપયોગ શું છે?
- ગ્રાફિક કાર્ડ એટલે શું? – Graphics Card વિશે જાણકારી
- મધરબોર્ડ એટલે શું? – જાણો કમ્પ્યુટરના આધાર મધરબોર્ડ વિશે
- કમ્પ્યુટર નેટવર્ક એટલે શું? કમ્પ્યુટર નેટવર્કના પ્રકાર વિશે જાણકારી
Enput aetle shu
ઈનપુટ એટલે કમ્પ્યુટરમાં ડેટા દાખલ કરવા.