ઈનપુટ, પ્રોસેસ અને આઉટપુટ એટલે શું? | Input, Process & Output in Gujarati

પહેલાના સમયમાં કમ્પ્યુટરનો ઉપયોગ માત્ર ગણતરી કરવાનો હતો, પણ અત્યારે 2021માં તેનો ઉપયોગ ખૂબ વધી ગયો છે. આપણે હવે ધીમે-ધીમે કમ્પ્યુટર પર જ નિર્ભર થવા માંડ્યા છે, પૈસાની લેવડ-દેવડ પણ કમ્પ્યુટર દ્વારા જ થાય છે.

2021માં મોબાઇલ કમ્પ્યુટરનો ઉપયોગ ખૂબ વધારે થયો છે, પણ શું તમને ખબર છે કે આ કમ્પ્યુટરની કાર્ય પદ્ધતિ શું છે? તે કેવી રીતે કામ કરે છે? તે કયા નિયમ પર કાર્ય કરે છે? તો આજે આપણે જાણીશું.

કમ્પ્યુટર મુખ્ય 3 રીતે કામ કરે છે જેમાં ઈનપુટ (Input), પ્રોસેસ(Process) અને આઉટપુટ(Output) છે. આ પોસ્ટમાં આપણે જાણીશું કે આ ઈનપુટ, પ્રોસેસ અને આઉટપુટ એટલે શું? અને આ 3 રીત કમ્પ્યુટરમાં કેવી રીતે કામ કરે છે? તો ચાલો આપણે જાણીએ.

ઈનપુટ, પ્રોસેસ અને આઉટપુટ એટલે શું? | Input, Process & Output in Gujarati

ઈનપુટ, પ્રોસેસ અને આઉટપુટ એટલે શું?

કમ્પ્યુટરમાં ઈનપુટ(Input), પ્રોસેસ(Process) અને આઉટપુટ(Output) એક રીત છે જેના દ્વારા કમ્પ્યુટર કામ કરે છે. કમ્પ્યુટર, આ રીત દ્વારા આપણાં જીવનને સહેલું બનાવે છે.

ચાલો એક એક કરીને જાણીએ.

ઈનપુટ એટલે શું?

ઈનપુટનો અર્થ દાખલ કરવું થાય છે. કમ્પ્યુટરમાં કોઈ પણ ડેટા કે નિર્દેશને દાખલ કરવાની ક્રિયાને ઈનપુટ કહેવાય છે. કમ્પ્યુટરમાં આપણે વિવિધ પ્રકારના ડેટા દાખલ કરીએ છે જેમ કે લખાણ, અવાજ, વિડિયો વગેરે જેવા ડેટા ઈનપુટ ડિવાઇસ દ્વારા કમ્પ્યુટરમાં દાખલ થાય છે.

કમ્પ્યુટરમાં કોઈ પણ ડેટાને ઈનપુટ કરવા માટે ઈનપુટ ડિવાઇસની જરૂર પડે છે. ઈનપુટ ડિવાઇસમાં સૌથી વધુ વપરાતા માઉસ અને કીબોર્ડ છે.

પ્રોસેસ એટલે શું?

પ્રોસેસનો અર્થ પ્રક્રિયા થાય છે. પ્રક્રિયા એટલે કમ્પ્યુટરમાં દાખલ કરેલા ડેટા ઉપર પ્રક્રિયા કરવી.  કમ્પ્યુટરના ઈનપુટ ડિવાઇસ દ્વારા જે પણ ડેટા દાખલ કરેલા છે તેના પર પ્રક્રિયા કરવી તેને પ્રોસેસ કહેવાય છે.

પ્રોસેસને પ્રોસેસિંગ પણ કહેવાય છે.

જેમ કે તમારે 10 અને 5 નો ગુણાકાર કરવો છે, તમે કીબોર્ડ દ્વારા કમ્પ્યુટરના કેલ્ક્યુલેટરમાં 5*10 કરશો અને હવે કમ્પ્યુટર તેના પર પ્રક્રિયા કરશે, 5 અને 10 વચ્ચે ગુણાકારની પ્રક્રિયા થશે અને આ પ્રક્રિયાને પ્રોસેસ કહેવાય છે.

પ્રોસેસ કરવા માટે પ્રોસેસિંગ ડિવાઇસની જરૂર પડે છે.  જેમાં સીપીયુ ખૂબ મહત્વનું હોય છે.

આઉટપુટ એટલે શું?

આઉટપુટનો અર્થ પરિણામ છે. કમ્પ્યુટરના ઈનપુટ ડિવાઇસ દ્વારા જે પણ ડેટા દાખલ કરવામાં આવે છે તેના પર કમ્પ્યુટર પ્રક્રિયા કરીને યોગ્ય પરિણામ લાવે છે તેને આઉટપુટ કહેવાય છે.

જેમ કે તમે કમ્પ્યુટરમાં જે પણ સરવાળો કે ગુણાકાર કર્યો હોય અને તેનું પરિણામ જે પણ આવ્યું હોય તેને આઉટપુટ કહેવાય છે.

કમ્પ્યુટરમાં આઉટપુટ જોવા માટે આઉટપુટ ડિવાઇસની જરૂર પડે છે જેમાં સૌથી મહત્વનું આઉટપુટ ડિવાઇસ મોનીટર છે. કમ્પ્યુટરમાં જે પણ પ્રક્રિયા થશે તેનું આઉટપુટ મોનીટર પર બતાવવામાં આવે છે.

ચાલો હવે આપણે જાણીએ કે આ કામ કેવી રીતે કરે છે.

ઈનપુટ, પ્રોસેસ અને આઉટપુટ કેવી રીતે કામ કરે છે?

ઈનપુટ, પ્રોસેસ અને આઉટપુટ કેવી રીતે કામ કરે છે?

ઈનપુટ, પ્રોસેસ અને આઉટપુટને સમજવા માટે આપણે નીચેના ઉદાહરણ સમજવા પડશે.

ફ્રિજનું ઉદાહરણ:-

તમારે એક બરફની ટ્રે જોઈએ છે જેમાં કડક-કડક બરફની જરૂર છે.

  • હવે તમે ટ્રે માં પાણી ભરશો અને તેને ફ્રિજમાં મુકશો, આને ઈનપુટ કહી શકાય છે.
  • હવે ફ્રિજ તે પાણી ભરેલા પર પ્રક્રિયા કરશે અને તેને ખૂબ ઠંડુ પાડશે, આને પ્રોસેસ અથવા પ્રોસેસિંગ કહેવાય છે.
  • હવે જ્યારે તમે થોડા કલાકો પછી ફ્રિજ ખોલશો તો તમને બરફથી ભરેલી ટ્રે જોવા મળશે, આને આઉટપુટ(પરિણામ) કહેવાય છે.

ઘંટીનું ઉદાહરણ:-

તમારે એક વાટકો ભરીને ઘઉં દળવા છે અને ઘઉં દળવા માટે તમારે એક ઘંટીની જરૂરત છે.

ઉદાહરણ તરીકે માની લો કે ઘઉં એ કમ્પ્યુટરના ડેટા છે અને ઘંટી એક કમ્પ્યુટર છે.

  • હવે તમે ઘંટીમાં ઘઉં નાખશો એટલે કમ્પ્યુટરમાં ઈનપુટ દાખલ કરશો તો આને ઈનપુટ કહેવાય છે.
  • હવે ઘંટી, ઘઉંને લોટ બનાવવા માટે પ્રક્રિયા કરશે એટલે કમ્પ્યુટર પરિણામ લાવવા માટે તે ડેટા પર પ્રક્રિયા કરશે એટલે તેને પ્રોસેસ અથવા પ્રોસેસિંગ કહેવાય છે. 
  • હવે તમને અંતમાં દળેલો લોટ જોવા મળશે એટલે કમ્પ્યુટરના મોનિટર પર તમને પરિણામ જોવા મળશે એટલે તેને આઉટપુટ કહેવાય છે.

મિક્ષરનું ઉદાહરણ:-

ઈનપુટ, આઉટપુટ અને પ્રોસેસ - મિક્ષર મશીનનું ઉદાહરણ

ઉદાહરણ તરીકે આપણી પાસે એક મિક્ષર મશીન છે અને તેમાં આપણે ધાણાની ચટણી બનાવવી છે.

  • હવે આપણે તેમાં ધાણા, પાણી અને અન્ય શાકભાજી ઉમેરીને મિક્ષર મશીનમાં નાખીશું એટલે આને ઈનપુટ કહેવાય.
  • હવે તે મિક્ષણ મશીનને આપણે ચાલુ કરીશું અને ત્યાર બાદ તેની અંદરનું ચકરડું ફરશે અને તેમાં પ્રક્રિયા ચાલુ થશે એટલે આને પ્રોસેસ કહીશું.
  • હવે મશીન બંધ કર્યા બાદ તેમાંથી આપણે પિસાયેલું પરિણામ બહાર કાઢીશું એટલે આને આઉટપુટ કહેવાય છે.

આવી રીતે કમ્પ્યુટરમાં ઈનપુટ, પ્રોસેસ અને આઉટપુટ કામ કરે છે. કમ્પ્યુટરમાં તમે કોઈ પણ ડેટા નાખો તો કમ્પ્યુટર તેના પર પ્રોસેસ કરીને પરિણામ લાવે છે.

આશા છે કે તમને હવે ખબર પડી ગઈ હશે કે કમ્પ્યુટરમાં આ ઈનપુટ, પ્રોસેસ અને આઉટપુટ શું હોય છે. જો તમારો હજુ કોઈ સવાલ હોય તો જરૂર કોમેન્ટમાં જણાવો જેથી અમે તમારી મદદ જરૂર કરીશું.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-