ઈમેલ એટલે શું? ઈમેલ આઈડી કેવી રીતે બનાવવી?

શું તમને ખબર છે કે ઈમેલ એટલે શું?

ઈમેલ સિસ્ટમની શરૂઆત 1971 થી થઈ હતી અને આજના સમયમાં ઈમેલના લગભગ 400 કરોડ જેટલા વપરાશકર્તા (Users) છે.

દરરોજ 30,600 કરોડ જેટલા ઈમેલ મોકલવામાં અને પ્રાપ્ત કરવામાં આવે છે. ઇન્ટરનેટ પર સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મનો આટલો પ્રભાવ હોવા છત્તા ઈમેલની લોકપ્રિયતા પણ ઘણી છે.

આ કારણે તમારે ઈમેલ વિશે તો જરૂર જાણવું જોઈએ અને આજે આપણે ઈમેલ વિશે માહિતી જાણીશું.

ઈમેલ એટલે શું? ઈમેલ આઈડી બનાવવાની સરળ રીત

ઈમેલ એટલે શું? – What is Email in Gujarati?

ઈમેલ એક સુવિધા છે જેના દ્વારા લોકો ઇન્ટરનેટ પર ઈલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરીને સંદેશાઓની આપ-લે કરે છે. ઈમેલ દ્વારા લોકો એક-બીજાને ખૂબ સરળતાથી અને ઝડપી રીતે સંદેશો મોકલી શકે છે અને તેની સાથે ફોટા, વિડિયો કે અન્ય અલગ-અલગ પ્રકારના દસ્તાવેજ (Documents) પણ મોકલી શકે છે.

જ્યારે ઇન્ટરનેટ આ દુનિયામાં ન હતું ત્યારે એક વ્યક્તિ બીજા વ્યક્તિને પોતાનો સંદેશો પહોચાડવા માટે ટપાલનો ઉપયોગ કરતો હતો અને ટપાલ (Mail) દ્વારા પત્રની આપ-લે થતી હતી.

એ પત્રમાં પોતાનું નામ, વિષય, એડ્રેસ જેવી વગેરે માહિતી લખવામાં આવતી હતી પણ જ્યારથી ઈમેલની સુવિધા આવી છે ત્યારથી જ પત્ર લખવાનું ઓછું થઈ ગયું છે અને હવે લોકો ઈમેલની મદદથી પોતાનો સંદેશો મોકલે છે. (પણ ઈમેલની જગ્યા પણ વોટ્સએપ અને ટેલિગ્રામ જેવા ઇંસ્ટંટ મેસેંજિંગ પ્લૅટફૉર્મ લઈ રહ્યા છે.)

ઈમેલને ટપાલનું ડિજિટલ સ્વરૂપ પણ કહેવાય છે. ઈમેલની સુવિધાને ઇન્ટરનેટ પર સ્થિત અલગ-અલગ કંપનીઓ પ્રદાન કરે છે જેમાં ગૂગલ અને યાહૂ જેવી વગેરે કંપનીઓ છે.

એક બીજાને ઈમેલ મોકલવા માટે પોતાની પાસે એક ઈમેલ એડ્રેસ કે ઈમેલ આઈડી (બંને એક જ છે) હોવી જરૂરી છે. જો તમને કોઈ પણ વ્યક્તિનું ઈમેલ એડ્રેસ કે ઈમેલ આઈડી ખબર હોય તો તમે તે વ્યક્તિને તે ઈમેલ એડ્રેસ દ્વારા પોતાનો સંદેશો મોકલી શકો છો.

ઈમેલ એડ્રેસ શું છે? – What is Email Address?

ઇન્ટરનેટ પર ઈમેલનો ઉપયોગ કરવા માટે આપણી પાસે ઈમેલ એડ્રેસ હોવું જરૂરી છે. ઈમેલ એડ્રેસને ઈમેલ આઈડી (Email ID) પણ કહેવાય છે.

એક ઈમેલ એડ્રેસ બનાવ્યા બાદ આપણે કોઈ પણ વ્યક્તિને ઈમેલ મોકલી શકીએ છે અને બીજાના ઈમેલ પ્રાપ્ત પણ કરી શકીએ છે.

Email Address Example by Techzword

ઈમેલ એડ્રેસનું સામાન્ય માળખું “xyz@domain” હોય છે.

  1. xyz યુઝરનેમ છે
  2. @ એક ચિન્હ છે જે યુઝરનેમ અને ડેસ્ટિનેશન સર્વરને જોડવાનું કામ કરે છે. જો કોઈ ઈમેલ એડ્રેસ પર ઈમેલ મોકલવામાં આવે તો @ પછી જે ડોમેન નેમ હોય એ જગ્યાએ તે ઈમેલ પહોચે છે.
  3. Domain તમે જે ઈમેલ સર્વિસ પ્રોવાઇડરનો ઉપયોગ કરતાં હોય તેનું નામ અહી આવે છે જે ડેસ્ટિનેશન (Destination) હોય છે, ઉદાહરણ તરીકે gmail.com

જો તમે Gmail પર ઈમેલ આઈડી બનાવતા હોય તો domain ની જગ્યાએ gmail.com આવે છે.

ઉદાહરણ તરીકે…

યુઝરનેમમાં techzword આવે તો [email protected] આવું ઈમેલ એડ્રેસ બને.

જો આપણે gmail.com હટાવવું હોય અને એની જગ્યાએ પોતાની ઈમેલની બ્રાન્ડિંગ માટે [email protected] આવું કસ્ટમ એડ્રેસ રાખવું હોય તો એના માટે આપણે પૈસા ચૂકવવા પડે છે અને આવા ઈમેલ એડ્રેસ બિઝનેસ માટે વપરાય છે.

ઈમેલની શોધ કોણે કરી? – Who invented Email?

ઈમેલની શોધ “રે ટોમલિંસન (Ray Tomlinson)” દ્વારા કરવામાં આવી હતી. દુનિયાનો સૌપ્રથમ ઈમેલ Ray Tomlinson દ્વારા 1971માં મોકલવામાં આવ્યો હતો. આ ઈમેલ Ray Tomlinson એ પોતાને જ મોકલ્યો હતો જેમાં “QWERTYUIOP” ટેક્સ્ટ લખ્યું હતું અને તે એક ટેસ્ટ ઈમેલ હતો.

ઈમેલ ક્લાઈંટ શું છે? – What is an Email Client?

 ઈમેલ ક્લાઈંટ એક સોફ્ટવેર પ્રોગ્રામ અથવા વેબ એપ્લિકેશન છે જે યુઝરને તેના ઈમેલને મોકલવા, પ્રાપ્ત કરવા, સ્ટોર કરવા જેવી વગેરે સુવિધાઓ આપે છે જેના દ્વારા યુઝર સરળતાથી ઈમેલને મેનેજ કરી શકે.

ઈમેલ ક્લાઈન્ટનું સૌથી સરળ ઉદાહરણ છે Gmail, Outlook અને Apple Mail.

આ ત્રણેય ટૂલ તમને પોતાના ઈમેલને મેનેજ કરવાની સુવિધા આપે છે.

ઈમેલ એડ્રેસ બનાવવા માટે શું કરવું જોઈએ?

ઈમેલ એક સુવિધા છે પણ આ સુવિધાને વાપરવા માટે આપણને સુવિધા આપતી કંપનીની જરૂર છે જેને આપણે ઈમેલ સર્વિસ પ્રોવાઇડર (Email ISPs) કહી શકીએ છે. તમને કોઈ ઈમેલ સર્વિસ પ્રોવાઇડરની જરૂર છે જે તમને ઈમેલની સુવિધા ઉપયોગ કરવાનું પ્લૅટફૉર્મ પ્રદાન કરે.

જે પણ કંપની તમને ઈમેલની સર્વિસ આપે તો તમે તે સર્વિસની મદદથી પોતાનું ઈમેલ આઈડી બનાવી શકો, બીજા વ્યક્તિને ઈમેલ લખી શકો એવા ઘણા લાભો મેળવી શકો.

ઇન્ટરનેટ પર તમને ઘણા ઈમેલ સર્વિસ પ્રોવાઇડર મળે છે જેમકે જીમેલ (Gmail), યાહૂ મેલ (Yahoo! Mail), રેડિફમેલ (Rediffmail) અને આઉટલૂક (Outlook) જેવી વગેરે.

તમે તમારી પસંદગી મુજબ કોઈ પણ ઈમેલ સર્વિસ પ્રોવાઇડરને ઉપયોગ કરી શકો અને ત્યાં તમે પોતાનું ઈમેલ આઈડી અથવા ઈમેલ એડ્રેસ બનાવી શકો છો.

આજે આપણે ગૂગલની ઈમેલ સર્વિસ પ્રોવાઇડર Gmail માં ઈમેલ આઈડી બનાવવાની રીત જાણીશુ.

ઈમેલ આઈડી કેવી રીતે બનાવવી?

ચાલો આપણે હવે શિખીએ કે તમે ઈમેલ આઈડી કેવી રીતે બનાવી શકો.

ઈમેલ આઈડી બનાવવા માટે હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ અને તમે મોબાઇલ અને કમ્પ્યુટર બંનેમાં ઈમેલ આઈડી જીમેલની મદદથી બનાવી શકો છો.

ઈમેલ આઈડી કેવી રીતે બનાવાય?

ઈમેલ આઈડી કેવી રીતે બનાવાય?

  • હવે તમને જમણી બાજુ ખૂણામાં ઉપર Create New Account નું ભૂરું બટન દેખાશે ત્યાં ક્લિક કરો.

ઈમેલ આઈડી કેવી રીતે બનાવાય?

  • હવે તમારે First Name તમારું નામ લખવાનું અને Last Name માં તમારે પોતાની અટક લખવાની છે. Username માં તમારે એક એવું નામ લખવાનું છે જે કોઈ પણ વ્યક્તિએ ન લીધું હોય જેમકે તમારું નામ Mohit Patel છે તો તમે [email protected] એવું રાખી શકો છો. જો તમે બીજા જેવુ રાખ્યું હશે તો તમને નીચે બતાવી દેશે. પછી તમારે એક એવો પાસવર્ડ રાખવાનો છે જે કોઈને ખબર ના હોય અને આ પાસવર્ડ તમારે કોઈને પણ કહેવાનો નથી. પછી Next દબાવો.

ઈમેલ આઈડી કેવી રીતે બનાવાય?

  • તમારે હવે તમારો મોબાઇલ નંબર લખવાનો છે. પછી Next બટન દબાવો.

ઈમેલ આઈડી કેવી રીતે બનાવાય?

  • પછી એ નંબર પર એક OTP આવશે. એ OTP નંબર તમારે અહી લખવાનો છે. પછી Verify દબાવો.

ઈમેલ આઈડી કેવી રીતે બનાવાય?

  • હવે તમારે અહી પોતાનો ફોન નંબર પછી એક રિકવરી ઈમેલ ઉમેરવાનો છે પણ આ તમે નઇ ઉમેરો તો પણ ચાલશે. પછી તમારી જન્મ તારીખ લખો અને તમે Male (પુરુષ) અને Female (સ્ત્રી) કોણ છો એ લખો અને next દબાવો.

ઈમેલ આઈડી કેવી રીતે બનાવાય?

  • હવે તમે Yes, I’m in દબાવો.

ઈમેલ આઈડી કેવી રીતે બનાવાય?

  • હવે તમે નીચેની તરફ જાવો

ઈમેલ આઈડી કેવી રીતે બનાવાય?

  • હવે તમે I agree બટન દબાવો.

ઈમેલ આઈડી કેવી રીતે બનાવાય?

  • હવે તમારી એક નવી ઈમેલ આઈડી બની ગઈ છે.

મને આશા છે કે તમને ઈમેલ એટલે શું અને ઈમેલ આઈડી કેવી રીતે બનાવાય એ આવડી ગયું હશે

FAQ

ઇમેલ (E-Mail)નું પૂરું નામ શું છે?

ઇમેલ (E-Mail)નું પૂરું નામ “ઇલેક્ટ્રોનિક મેલ (Electronic Mail)” છે.

ઇમેલને ગુજરાતીમાં શું કહેવાય છે?

ઇમેલને ગુજરાતી ભાષામાં “વિજાણુ પત્ર” પણ કહેવાય છે જે ટપાલનું ડિજિટલ સ્વરૂપ છે.

ઇમેલ અને જીમેલ વચ્ચે શું ફરક છે?

ઇમેલ એક ઇન્ટરનેટની સેવા છે અને જીમેલ ગૂગલનું એક પ્રોડક્ટ છે જે ઈમેલની સુવિધાનો ઉપયોગ કરવા માટે પ્લૅટફૉર્મ પ્રદાન કરે છે.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો