ઈમેલ વિશે રસપ્રદ જાણવા જેવી માહિતી

  • શું તમને ખબર છે કે પૂરી દુનિયામાં સૌપ્રથમ ઈમેલ સિસ્ટમ 1971માં બનાવવામાં આવ્યું હતું. 1971માં Ray Tomlinson દ્વારા ઈલેક્ટ્રોનિક ઈમેલની શોધ કરવામાં આવી હતી.
  • 2015 મુજબ એક ઓફિસ કર્મચારીને લગભગ 121 જેટલા ઈમેલ મળતા હોય છે.
  • શું તમે જાણો છો કે લગભગ 90% જેટલા કર્મચારીઓ પોતાના વ્યક્તિગત ઈમેલને દર કલાકે તપાસતા હોય છે.
  • 62.86% જેટલા બિઝનેસ પ્રોફેશનલ્સ બિઝનેસને લગતી વાત-ચિત કરવા માટે ઈમેલને પસંદ કરે છે.
  • સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મના આટલા વર્ચસ્વ હોવા છતાં 78% જેટલા કિશોરો ઈમેલનો ઉપયોગ કરે છે.
  • 2019માં દુનિયાની જેટલી કુલ વસ્તી છે તેમાંથી અડધી વસ્તીએ ઈમેલનો ઉપયોગ કર્યો હતો.
  • આજના સમયમાં 4 અબજ (4 Billion) જેટલા લોકો ઈમેલના વપરાશકર્તા છે.
  • એક વાત જાણીને આશ્ચર્ય થશે કે દરરોજ 306 અબજ (306 Billion) જેટલા ઈમેલ મોકલવામાં આવે છે અને પ્રાપ્ત કરવામાં આવે છે.
  • શું તમને ખબર છે કે ઈમેલ જ્યારે આપણને પ્રાપ્ત થાય છે ત્યારે શરૂઆતના કલાકોમાં સંભાવના ખૂબ વધારે હોય છે કે તે ઈમેલને આપણે ખોલીશુ અને 24 કલાક પછી 1% જેટલી સંભાવના હોય છે કે આપણે તે ઈમેલને ખોલીશુ.
  • 60% જેટલા ઈમેલ Spam હોય છે, મતલબ તે બિનજરૂરી હોય છે.
  • જો ઈમેલમાં કોઈ ઇમોજી હોય તો તે ઈમેલને ખોલવામાં આવશે તેવ સંભાવના વધી જાય છે.
ઈમેલ વિશે રસપ્રદ જાણકારી

 

તો મિત્રો આશા છે કે આ જાણકારી તમને ઉપયોગી થશે અને તમે આ ઈમેલ વિશે માહિતી તમારા મિત્રોને પણ જરૂર જણાવજો.

અમારી અન્ય પોસ્ટ: