એક એવું વેબ બ્રાઉઝર જેની સાઈઝ 1 MB પણ નથી

મિત્રો આજે આપણે એક એવા વેબ બ્રાઉઝર વિશે વાત કરવાના છીએ જેની સાઈઝ 1 MB પણ નથી અને તે એક “Incognito Browser” છે.

આ બ્રાઉઝરનું નામ “Dolphin Zero Incognito Browser – Private Browser” છે. આજે આપણે આ બ્રાઉઝર વિશે જાણકારી જાણીશું જેમાં તમને જાણવા મળશે કે આ બ્રાઉઝર શું છે? તેના ફીચર્સ અને તમને કઈ રીતે ઉપયોગી થશે જેવી વગેરે જાણકારી તમને જાણવા મળશે.

Dolphin Zero Incognito Browser શું છે?

Dolphin Zero Incognito Browser શું છે?

આ એક મોબાઈલ વેબ બ્રાઉઝર છે જેનો ઉપયોગ કરીને તમે ઈન્ટરનેટ પર સુરક્ષિત રીતે વેબસાઇટોની મુલાકાત લઇ શકો છો, આ બ્રાઉઝર પૂર્ણ રીતે “Incognito Mode” પર કામ કરે છે એટલે કે આ બ્રાઉઝરમાં તમે પ્રાઇવેટ બ્રાઉઝિંગ કરી શકો છો.

આ બ્રાઉઝરની ખાસિયત એ છે કે આ બ્રાઉઝરની સાઈઝ 1 MB પણ નથી, તમને ગૂગલ પ્લેસ્ટોરમાં આ એપની સાઈઝ 500 KB જેટલી જોવા મળશે.

આ બ્રાઉઝરને તમે તમારા એન્ડ્રોઇડ ફોનમાં ઉપયોગ કરી શકશો.

આ બ્રાઉઝરના મુખ્ય ફીચર્સ

  • આ બ્રાઉઝર તમારી બ્રાઉઝિંગ History ડીલીટ કરી દે છે.
  • કેશ ફાઈલ અને પાસવર્ડને પણ ડીલીટ કરે છે.
  • તમારી લોકેશન ટ્રેક નથી કરતુ.
  • એક કરતા વધારે સર્ચ એન્જિનમાં તરત સ્વિચ થવું.
  • એક કરતા વધારે ટેબ
  • સરળ ઇન્ટરફેસ

તમને આ બ્રાઉઝર કઈ રીતે ઉપયોગી છે?

મિત્રો જો તમે પોતાના એન્ડ્રોઇડ ફોન માટે એક એવું વેબ બ્રાઉઝર શોધો છે જેમાં તમારે કોઈ પણ એકાઉન્ટ ન લોગ ઈન કરવું પડે, જેમાં તમે ઝડપથી અલગ-અલગ સર્ચ એન્જિનમાં સ્વિચ થઇ શકો, જેમાં તમારી એકિટવિટી ટ્રેક ન થાય, જેની સાઈઝ પણ ઓછી હોય તો આ બ્રાઉઝર તમારા માટે છે.

આ બ્રાઉઝર એકદમ સરળ છે, આશા છે કે તમે આને જરૂર ઉપયોગ કરશો અને તમને પણ આ બ્રાઉઝર ઉપયોગી થશે.

તમારો ખુબ આભાર, અમે તમને મળીશું એક નવી પોસ્ટમાં ત્યાં સુધી તમે અમારી નીચેની પોસ્ટ વાંચો: