એક નવું કમ્પ્યુટર ખરીદ્યા પછી આ 5 કામો સૌથી પહેલા કરો

મિત્રો આપણે જ્યારે નવું કમ્પ્યુટર કે લેપટોપ ખરીદતા હોઈએ ત્યારે આપણે ઉત્સાહમાં ઘણા જરૂરી કામો કરવાના ભૂલી જઈએ છે.

પણ આજે આપણે એવી 5 વસ્તુઓ વિશે જાણીશું જે તમારે નવું કમ્પ્યુટર કે લેપટોપ ખરીદી લો પછી તમારે જરૂર કરવી જોઈએ.

નવું કમ્પ્યુટર ખરીદો તો આ 5 વસ્તુ જરૂર કરો

5 કામો કમ્પ્યુટર ખરીદ્યા પછી સૌથી પહેલા કરો – 5 Things You Should Do First After Purchasing Computer

1. ઓપરેટિંગ સિસ્ટમને અપડેટ કરો

મિત્રો જ્યારે પણ તમે નવું કમ્પ્યુટર કે લેપટોપ ખરીદો અને જ્યારે તમે તેને ઉપયોગ કરવાનું ચાલુ કરો એ પહેલા તમારે તેના ઓપરેટિંગ સિસ્ટમને અપડેટ કરવાની જરૂર હોય છે.

તમારા સિસ્ટમમાં કોઈ પણ Windows ઓપરેટિંગ સિસ્ટમ હોય પણ તમારે તેને જરૂર અપડેટ કરવું જોઈએ. ઓપરેટિંગ સિસ્ટમને અપડેટ કરવાથી તમને સારી ઝડપ અને સુરક્ષા પણ મળશે.

તમારા કોઈ પણ ડ્રાઇવર અપડેટ ન હોય તો તેમાં પણ અપડેટ મળતું હોય છે જેનાથી તમે તમારા સિસ્ટમમાં નવા ડિવાઇસને સરળતાથી કનેક્ટ શકો છો.

આ કારણે તમારે પોતાના સિસ્ટમમાં જરૂર ચેક કરવું જોઈએ કે જો કોઈ અપડેટ ઉપલબ્ધ હોય તો તમારે તેને અપડેટ કરી લેવું.


2. સિસ્ટમને વાયરસ સામે લડવા માટે તૈયાર કરી લો

જ્યારે પણ તમે નવું પીસી ખરીદો તો તેમાં તમે પોતાના ઘણા બધા ડેટા સ્ટોર કરો છો અને ઘણા જરૂરી કામો ઇન્ટરનેટ દ્વારા તમે કરતાં હોવ છે પણ તમારે ધ્યાન રાખવું જોઈએ કે જેમ તમે તમારું સિસ્ટમ ઇન્ટરનેટ સાથે જોડો છો તો તેની સુરક્ષા પણ વધારે રાખવી જોઈએ.

પોતાના પીસીની સુરક્ષા માટે તમારે કોઈ એન્ટિવાયરસ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવું જોઈએ, તમને તમારા Windows સિસ્ટમમાં પણ ઇન બિલ્ટ ફીચર મળે છે જેના દ્વારા તમારું સિસ્ટમ વાયરસ સામે લડી શકે છે તો તેને પણ સેટિંગમાં જઈને તમારે ચાલુ કરવું.


3. ફાઇલ રિકવરી પ્રોગ્રામ

જ્યારે તમે તમારું નવું પીસી ચાલુ કરો એટલે તમે કોઈ ફાઇલ રિકવરી પ્રોગ્રામને પણ ઇન્સ્ટોલ કરી રાખો. આનાથી જો ક્યારેક તમારાથી ભૂલમાં કોઈ તમારો જરૂરી ડેટા ડિલીટ થઈ જાય તો તમારે તેને પાછું લાવવામાં સરળતા રહે.

આનાથી તમે તરત પોતાના ડેટાને પરત લાવી શકો છો.


4. સ્ટોરેજ માટે બેક-અપ તૈયાર કરો

મિત્રો નવા પીસીમાં આપણે ઘણો બધો ડેટા સ્ટોર કરતાં હોઈએ છે જેમાં તમારા કામના ડોક્યુમેંટ્સ પણ હોય છે જેને તમે ગુમાવવા નથી માંગતા તો તમારે તે ડેટા બચાવવા માટે પોતાના સિસ્ટમમાં કોઈ પણ બેક-અપ સર્વિસને ચાલુ કરી દેવી જોઈએ જેનાથી તમે તમારા જરૂરી ડેટાને ક્લાઉડ સ્ટોરેજમાં સ્ટોર કરી શકો.

ઉદાહરણ તરીકે તમે પોતાના કમ્પ્યુટરમાં અમુક જરૂરી ડેટાને ગૂગલ ડ્રાઇવ અથવા ટેલિગ્રામ જેવા વગેરે ક્લાઉડ સ્ટોરેજ પ્લૅટફૉર્મમાં સ્ટોર કરી શકો છો જેનાથી તમને ક્યારે કોઈ ડર ના રહે કે તમારો ડેટા ભૂલથી ડિલીટ થઈ જાય.


5. વગર કામના સોફ્ટવેર

જ્યારે આપણે કમ્પ્યુટર લઈએ છીએ ત્યારે પહેલાથી તેમાં ઘણા બધા સોફ્ટવેર અથવા એપ્લિકેશન ઇન્સ્ટોલ હોય છે જેના લીધે લાંબા ગાળે તમારા સિસ્ટમની ઝડપમાં થોડી રૂકાવટ જોવા મળે છે પણ તમે વગર કામના સોફ્ટવેરને અન-ઇન્સ્ટોલ કરી શકો છો.

તમે એવા સોફ્ટવેરને જરૂર ડિલીટ કરો જે તમને ઉપયોગી નથી અને આનાથી તમારું સિસ્ટમ થોડું વધારે સારું રહેશે.


બોનસ ટિપ: મિત્રો જ્યારે પણ નવું કમ્પ્યુટર ખરીદો તો ઇન્ટરનેટ પરથી ગમે તે વસ્તુ ડાઉનલોડ ના કરશો, વિશ્વાસુ વેબસાઇટમાંથી સામગ્રી ડાઉનલોડ કરજો અને પબ્લિક વાઈફાઈ સાથે જોડાઈને ઇન્ટરનેટ ઉપયોગ કરો તો પણ ઘણી સાવધાની રાખજો.


મિત્રો આશા છે કે આ ટિપ્સ તમને ઉપયોગી થશે અને જ્યારે તમે એક નવું કમ્પ્યુટર ખરીદશો તો તમે આ વસ્તુ જરૂર ધ્યાનમાં રાખશો.

અમારી અન્ય પોસ્ટ: