એક મહિલા દિવાળી પર મીઠાઈ ઓનલાઇન ઓર્ડર કરતી હતી અને થઈ ગયો 2.4 લાખનો સ્કેમ!

એક 49 વર્ષની મહિલાએ દિવાળી પર ફૂડ ડિલિવરી એપ પરથી 1000 રૂપિયાની મીઠાઈ ઓર્ડર કરી હતી જેમાં તેઓ ઓનલાઇન પેમેન્ટ કરતાં હતા પણ તે પેમેન્ટ ફેલ થતું હતું. પછી તેને ગૂગલ પરથી તે દુકાનનો નંબર શોધ્યો અને તેના પર કોલ કર્યો.

પછી સામેવાળા કોઈ વ્યક્તિએ આ મહિલા પાસે ક્રેડિટ કાર્ડની માહિતી માંગી અને OTP પણ માંગ્યો અને મહિલાએ તે માહિતી આપી દીધી હતી. થોડાક મિનિટમાં તેના બેન્ક ખાતામાંથી 2,40,310 રૂપિયા કપાઈ ગયા.

પછી તે મહિલાએ તરત પોલીસને ફરિયાદ નોંધાવી અને પોલીસે તેના 2,27,205 જેટલા રૂપિયા ટ્રાન્સફર થતાં રોક્યા. તમારે પણ હવે આવા સ્કેમથી બચવું જોઈએ.

કોઈ પણ અજાણ્યા વ્યક્તિને ક્રેડિટ કાર્ડની માહિતી અને OTP આપવો નહીં, આનાથી તમારી સાથે પણ આવી ઘટના થઈ શકે છે અને જો આવું કઈક થાય તો તમારે ફરિયાદ કરવી જોઈએ.

Scam Alert

આશા છે કે તમને કઈક નવું શીખવા મળ્યું હશે, તમારા મિત્રો સાથે પણ આ માહિતી શેર કરો અને જણાવો બધાને કે આવા સ્કેમથી બચવું જોઈએ.

અમારી અન્ય પોસ્ટ:

Source: