એક સુરક્ષિત અને મજબૂત પાસવર્ડ કેવી રીતે બનાવવો?

આજના ઇન્ટરનેટ યુગમાં આપણાં ઓનલાઇન ઘણા બધા એકાઉન્ટ હોય છે અને તે એકાઉન્ટ માટે તેનો પાસવર્ડ ખૂબ મહત્વનો એક ભાગ છે.

પાસવર્ડ જો તમારો મજબૂત હશે તો તમારું તે કોઈ પણ એકાઉન્ટ વધારે સુરક્ષિત રહેશે, આજે આપણે એક મજબૂત અને સુરક્ષિત પાસવર્ડ રાખવાની ટિપ્સ અને માહિતી જાણીશું.

એક મજબૂત પાસવર્ડ બનાવવાની રીત

સુરક્ષિત અને મજબૂત પાસવર્ડ કેવી રીતે બનાવવો?

સૌપ્રથમ તો હું તમને જણાવી દઉં કે તમારે એવો પાસવર્ડ બનાવવો જોઈએ જેનો કોઈ વ્યક્તિ અંદાજો ન લગાવી શકે.

ઘણા લોકો પોતાનાં નામ વિશે કે પોતાના જન્મ દિવસને લગતો પાસવર્ડ રાખતા હોય છે અને જો કોઈ તમારા મિત્ર કે અન્ય વ્યક્તિને તમારું નામ કે જન્મ તારીખ ખબર હોય તો તે તમારા પાસવર્ડનો પણ અંદાજો લગાવી શકે છે.

આ કારણને લીધે તમારે એવો કોઈ પાસવર્ડ રાખવાનો જેનો કોઈ અંદાજો ન લગાવી શકે.

હવે ચાલો રીત જાણીએ જેના દ્વારા તમે એક અલગ જ પાસવર્ડ બનાવી શકો.

  • સૌપ્રથમ તમે તમારા પાસવર્ડમાં કોઈ પણ નંબર કે સિમ્બોલ રાખી શકો ઉદાહરણ તરીકે 365$^#@
  • તમે તમારા પાસવર્ડમાં અલગ-અલગ અક્ષર રાખી શકો છો જેનો કોઈ અર્થ ન બનતો હોય જેમ કે klpwoesv
  • હવે તમે જે આ અક્ષરો લખ્યા તેની વચ્ચે કોઈ સિમ્બોલ કે નંબર ઉમેરી શકો જેમ કે k*%lp@wo^e6s3v

તમે આવી રીતે એક અલગ જ પાસવર્ડ બનાવી શકો જે 8 થી 10 આંકડાનો હોય તો સારું રહેશે અને જો તેનાથી વધારે હોય તો પણ સારું રહેશે.

આ પાસવર્ડને કેવી રીતે સાચવવો?

આટલો મુશ્કેલ યાદ ન રહે તેવો પાસવર્ડ આપણે બનાવી દીધો પણ હવે તેને સાચવવો કઈ રીતે? તો ચાલો આપણે જાણીએ.

તમે એક કાગળમાં તમારા આ પાસવર્ડને લખી શકો, સૌપ્રથમ પાસવર્ડને એક કાગળ પર બનાવો અને પછી તે પાસવર્ડને કોઈ એકાઉન્ટમાં લાગુ કરો જેથી કોઈ ભૂલ ન થાય.

પાસવર્ડને કાગળમાં લખી રાખો અને કાગળને સુરક્ષિત રીતે સાચવી મૂકો.

તમે કોઈ સારી એપમાં પણ પાસવર્ડ સ્ટોર રાખી શકો પણ અત્યારે કઈ એપના ડેટા લીક થઈ જાય તેનો કોઈ ભરોસો હોતો નથી એટલે કાગળ પર પાસવર્ડને લખીને સાચવી રાખવો એ એક સારો આઇડિયા છે.

આજે આપણે ખૂબ જ સરળ રીતે જાણ્યું કે તમે એક મજબૂત પાસવર્ડ કેવી રીતે બનાવી શકો, આશા છે કે તમને આજની આ પોસ્ટ ગમી હશે.

તમારા મિત્રોને પણ આ પોસ્ટ શેર કરો જેથી તેમને પણ આ પાસવર્ડ બનાવવાની રીત જાણવા મળે.

અમારી દર નવી પોસ્ટની અપડેટ મેળવવા માટે 7600940342 વોટ્સએપ નંબર પર Hii મેસેજ જરૂર મોકલજો.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-