એડ્રેસ બાર શું છે? – Address bar વિશે જાણવા જેવી જાણકારી

તમને બધાને જ ખબર હશે કે ઇન્ટરનેટ પર આવેલી વેબસાઇટને એક્સેસ કરવા માટે વેબ બ્રાઉઝરનો ઉપયોગ થાય છે અને આ વેબ બ્રાઉઝરમાં જ તમને એડ્રેસ બારનો ઓપ્શન મળે છે, આજે આપણે આ પોસ્ટમાં એડ્રેસ બાર વિશે જાણવાના છીએ કે આ એડ્રેસ બાર શું છે? તો ચાલો જાણી લઈએ.

એડ્રેસ બાર શું છે? -  Address bar વિશે જાણવા જેવી જાણકારી

એડ્રેસ બાર શું છે? (Address bar)

એડ્રેસ બાર એક ટેક્સ્ટ ફિલ્ડ હોય છે જેમાં આપણે કોઈ પણ ટેક્સ્ટને લખી શકીએ છે, આ એડ્રેસ બાર તમને કોઈ પણ બ્રાઉઝરમાં સૌથી ઉપર જોવા મળે છે. એડ્રેસ બારની મદદથી આપણે કોઈ પણ વેબસાઇટમાં પ્રવેશ કરી શકીએ છે.

એડ્રેસ બારમાં તમને કોઈ પણ વેબસાઇટનું URL એડ્રેસ જોવા મળે છે અને તમને ખબર જ છે કે URL એડ્રેસ કોઈ પણ વેબસાઇટની ઓળખ પણ હોય છે અને આ ઓળખ આપણને ખબર હોય તો આપણે એડ્રેસ બારમાં કોઈ પણ વેબસાઇટનું URL એડ્રેસ નાખીને વેબસાઇટ ખોલી શકીએ છે.

અમુક વખત આપણે કોઈ પણ વેબસાઇટનું પૂરું URL નથી લખતા, આપણે બસ વેબસાઇટનું ડોમેન નેમ યાદ રાખીએ છે જેમ કે techzword.com અને આ ડોમેન નેમ એડ્રેસ બારમાં લખીને એન્ટર કરીએ તો તે વેબસાઇટ પૂરા URL એડ્રેસ સાથે ખૂલી જાય છે.

આ એડ્રેસ બારને લોકેશન બાર પણ કહેવાય છે કારણ કે જ્યારે આપણે કોઈ પણ વેબસાઇટ પર હોઈએ ત્યારે આ એડ્રેસ બાર આપણને તે વેબસાઇટનું લોકેશન અથવા એડ્રેસ બતાવે છે અને તેના દ્વારા જ આપણે જાણી શકીએ છે કે આપણે કઈ વેબસાઇટ પર છીએ.

અલગ-અલગ બ્રાઉઝરના એડ્રેસ બાર

એડ્રેસ બાર વિશે જાણવા જેવી જાણકારી

  • શું તમને ખબર છે કે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં જે એડ્રેસ બાર તમને દેખાય છે તેને Omnibox અથવા Omnibar પણ કહેવાય છે.
  • તમે જ્યારે બ્રાઉઝરમાં કોઈ પણ વેબસાઇટ સર્ફ કરતાં હોવ તો તમે પોતાના કમ્પ્યુટર કીબોર્ડમાં ALT+D અથવા CTRL+L દબાવશો તો તમે ડાઇરેક્ટ બ્રાઉઝરના એડ્રેસ બારમાં સ્વિચ થઈ જશો.
  • જો તમે macOS વાપરતા હોય તો તમે Command+L દબાવીને ડાઇરેક્ટ એડ્રેસ બારમાં સ્વિચ થઈ શકો છો.
  • એડ્રેસ બારને કારણે તમે કોઈ પણ વેબસાઇટમાં તરત નેવિગેટ થઈ શકો છો.
  • એડ્રેસ બારમાં http અને httpsને કારણે તમને વેબસાઇટ સુરક્ષિત છે કે નહીં તેના વિશે પણ ખબર પડે છે.
  • ઘણા બ્રાઉઝરના એડ્રેસ બારમાં તમે ગણતરીઓ પણ કરી શકો છો.
  • તમે જો એડ્રેસમાં બારમાં ખાલી શબ્દ લખીને સર્ચ કરો તો તે ઓટોમેટિક સર્ચ એંજિનમાં સર્ચ થાય છે. 
  • એડ્રેસ બારમાં તમે જે શબ્દ લખો તો તેના સજેશન પણ આપવામાં આવે છે.

તો મિત્રો આશા છે કે તમને એડ્રેસ બાર વિશે ઘણી જાણકારી જાણવા મળી હશે, તમે આ પોસ્ટને પોતાના ગ્રુપમાં પણ શેર કરો જેથી બધાને કઈક નવું જાણવા મળે. અમારી આ પોસ્ટને વાંચવા માટે તમારો ખૂબ ધન્યવાદ.

  • અમારી અન્ય પોસ્ટ:-

ડાઉનલોડ અને અપલોડ શું છે?

ડોમેન નેમ એટલે શું?

ગૂગલ જેમબોર્ડ શું છે?

ગૂગલ કીપ એટલે શું?