એન્ટિવાયરસ સોફ્ટવેર એટલે શું? | Antivirus Software વિશે માહિતી

જો અચાનક અજાણ્યા વ્યક્તિઓ તમારા ઘરમાં આવી જાય તો તમને જરાય નહીં ગમે અને તેવી જ રીતે જો કમ્પ્યુટરમાં અજાણ્યા સોફ્ટવેર અથવા પ્રોગ્રામ (કમ્પ્યુટર વાયરસ) તમારા સિસ્ટમમાં આવી જાય તો તમને નહીં ગમે.

કમ્પ્યુટર વાયરસ એવા સોફ્ટવેર કે પ્રોગ્રામ હોય છે જેનું કામ તમારા કમ્પ્યુટર સિસ્ટમને નુકસાન પહોચાડવાનું અથવા કોઈ પણ ફાઇલ અથવા ડેટાને ચોરી કરવાનું હોય છે.

બધી સમસ્યાઓનું સમાધાન હોય છે તેવી જ રીતે કમ્પ્યુટર વાયરસને બહાર કાઢવા માટે એન્ટિવાયરસ સોફ્ટવેરની શોધ કરવામાં આવી છે.

આજે આપણે જાણીશું કે એન્ટિવાયરસ સોફ્ટવેર એટલે શું? તે કઈ રીતે કામ કરે છે તેવી વગેરે માહિતી જાણીશું.

એન્ટિવાયરસ સોફ્ટવેર એટલે શું

એન્ટિવાયરસ સોફ્ટવેર શું છે?

એન્ટિવાયરસ સોફ્ટવેર એક એવો પ્રોગ્રામ હોય છે જે કમ્પ્યુટરની સુરક્ષા માટે બનાવવામાં આવ્યો હોય છે, જે કમ્પ્યુટરને પૂરી રીતે સ્કેન કરે છે અને તેમાથી અજાણ્યા નુકસાનકર્તા સોફ્ટવેર અથવા પ્રોગ્રામને શોધીને તેને ડિલીટ કરે છે.

એન્ટિવાયરસ સોફ્ટવેર કમ્પ્યુટરની સિક્યોરિટી માટે ખૂબ જ જરૂરી હોય છે, Windows જેવા ઓપરેટિંગ સિસ્ટમમાં એન્ટિવાયરસ સોફ્ટવેરની જરૂર હોય છે પણ તેમાં Windows Defender નામનું એક સિક્યોરિટી સિસ્ટમ પહેલાથી જ ઇન-બિલ્ટ આવે છે.

એન્ટિવાયરસ સોફ્ટવેરને કારણે તમારા કમ્પ્યુટરની ફાઈલો, અલગ-અલગ જરૂરી ડેટા સુરક્ષિત સ્ટોર રહે છે, તમારા સિસ્ટમમાં શું સમસ્યા છે એ પણ આ એન્ટિવાયરસ સોફ્ટવેર તમને જણાવે છે.

ઘણા એન્ટિવાયરસ સોફ્ટવેર રિયલ-ટાઇમ સુરક્ષા આપતા હોય છે જેથી જે કોઈ સમસ્યા થાય તો તેના પર જલ્દી એક્શન લઈ શકાય.

એન્ટિવાયરસ સોફ્ટવેર કેમ જરૂરી છે?

એન્ટિવાઇરસ

જો તમારો મોટો બંગલો હોય અને જો તમે તેની સુરક્ષા માટે વોચમેન ન રાખો તો ચોરી થવાની શક્યતા વધી જાય છે.

તેવી જ રીતે જો તમે પોતાના કમ્પ્યુટરમાં એન્ટિવાયરસ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરેલું રાખશો તો તે તમારા કમ્પ્યુટરની ખૂબ સારી રીતે સુરક્ષા કરશે.

અત્યારના ઇન્ટરનેટના વધતાં વપરાશને કારણે સાયબર હુમલા થતાં હોય છે તેને લીધે તમારે એન્ટિવાયરસ સોફ્ટવેરને જરૂર ઉપયોગ કરવું જોઈએ અને તે આ કારણે ખૂબ જરૂરી છે.

એન્ટિવાયરસ સોફ્ટવેર કેવી રીતે કામ કરે છે?

એન્ટિવાયરસ સોફ્ટવેર તમારા પૂરા કમ્પ્યુટરને સ્કેન કરે છે અને તેમાથી માલવેર, ત્રોજન હોર્સ, સ્પાયવેર વગેરેને શોધતું હોય છે.

એન્ટિવાયરસ સોફ્ટવેર પોતાના ડેટાબેઝમાંથી વાયરસની પેટર્નને પણ તમારા કમ્પ્યુટરમાં શોધતું હોય છે જેથી તે પેટર્ન મેચ કરીને સરળતાથી વાયરસ તમારા સિસ્ટમમાં શોધી શકાય.

ઘણા એન્ટિવાયરસ સોફ્ટવેર ક્લાઉડમાં તમારા સિસ્ટમમાં મળતા વાયરસના ડેટા અથવા પેટર્નને ચેક કરવા મોકલે છે અને ઘણા એન્ટિવાયરસ સોફ્ટવેર ક્લાઉડમાથી વાયરસના પેટર્નને લાવીને મેચ કરતાં હોય છે.

એન્ટિવાયરસ સોફ્ટવેર તમારા સિસ્ટમમાં ખતરનાક ફાઈલોને શોધીને તેને નુકસાન કરવા માટે રોકતા હોય છે અને તેને ડિલીટ કરતાં હોય છે.

આવી ઘણી અલગ-અલગ રીત અથવા સરખી રીતથી એન્ટિવાયરસ સોફ્ટવેર કામ કરતાં હોય છે.

વિન્ડોઝ કમ્પ્યુટર માટે બેસ્ટ એન્ટિવાયરસ સોફ્ટવેરની લિસ્ટ

કમ્પ્યુટર સિસ્ટમને સ્કેન કરવું
  • Bitdefender Antivirus
  • Norton Antivirus
  • Kaspersky Anti-Virus
  • Trend Micro Antivirus
  • Avast One
  • Microsoft Defender
  • Avira Antivirus
  • McAfee antivirus
  • Webroot SecureAnywhere AntiVirus
  • Sophose Home

આવા ઘણા બધા એન્ટિવાયરસ સોફ્ટવેર ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે, તમે પોતાની જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરી શકો છો.

એન્ટિવાયરસ સોફ્ટવેરને કેમ હંમેશા અપડેટ રાખવું જોઈએ?

કીબોર્ડમાં આપેલું અપડેટ બટન

ટેક્નોલોજીનો સતત વિકાસ થતો રહે છે અને માર્કેટમાં નવું-નવું આવતું રહે છે.

ઇન્ટરનેટ પર પણ કમ્પ્યુટરના અલગ-અલગ વાયરસ આવતા રહે છે અને આ કારણે સોફ્ટવેરમાં અપડેટ જરૂરી છે, 

એન્ટિવાયરસ સોફ્ટવેર નવા-નવા વાયરસને શોધીને પોતાના Database માં તેની પેટર્ન અથવા તેને દૂર કરવાની રીત લાવતા હોય છે અને આ કારણે તેવો અપડેટ પણ પોતાના સોફ્ટવેરમાં લોન્ચ કરતાં હોય છે.

એન્ટિવાયરસ સોફ્ટવેરમાં અપડેટને કારણે તે વધારે સારી રીતે કામ કરે છે અને આ કારણે તમારે એન્ટિવાયરસ સોફ્ટવેરને સતત અપડેટ કરતું રહેવું જોઈએ.

આશા છે કે આજની પોસ્ટમાં તમને ઉપયોગી માહિતી મળી હશે, તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો.

નીચેની પોસ્ટ પણ વાંચો :