એન્ડ્રોઇડ એટલે શું? Android વિશે માહિતી

આજે હું તમને એક એવા ઓપરેટિંગ સિસ્ટમ વિશે જણાવવાનો છુ જેની લોકપ્રિયતાનો તમે અંદાજો ન લગાવી શકો. આજે આપણે ગૂગલનું સ્માર્ટ ફોન અને ટેબલેટ માટેનું સૌથી શ્રેષ્ઠ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડ (Android) વિશે વાત કરવાના છીએ.

એન્ડ્રોઇડ તો બધા જ મોબાઇલમાં હોય છે પણ શું તમને ખબર છે કે આ  એન્ડ્રોઇડ શું છે? એન્ડ્રોઇડનો ઈતિહાસ શું છે? એન્ડ્રોઇડને લીધે આજે સ્માર્ટફોન ઘણા સસ્તા મળે છે કારણ કે તે ઓપન સોર્સ અને મફત છે અને આ દુનિયાનું સૌથી મોટું સર્ચ એંજિન ગૂગલનું છે એટલે આના વિશે તમારે જરૂર જાણવું જોઈએ.

એન્ડ્રોઇડના ફીચર્સ પણ ઘણા બધા છે જેના વિશે આપણે આગળ વાત કરીશું, જો તમે પણ એન્ડ્રોઇડ વિશે થોડું ઘણું જાણો છો તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આજે તમને એન્ડ્રોઇડ વિશે પૂરી જાણકારી મળશે જે જાણીને તમને ઘણી મજા આવશે.
What is Android in Gujarati?

એન્ડ્રોઇડ શું છે? – What is Android in Gujarati?

એન્ડ્રોઇડ એક મોબાઇલ અને ટેબલેટ માટેનું ઓપરેટિંગ સિસ્ટમ છે જે ઓપન સોર્સ છે. એન્ડ્રોઇડ એટલે લીનક્સ સિસ્ટમનો ઉપયોગ કરીને ગૂગલ દ્વારા એક મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમની શોધ. એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ ઓપન સોર્સ છે એનો મતલબ એ થાય કે આ OSને બધી જ સ્માર્ટફોન કંપનીઓ વાપરી શકે છે.

એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ વગર આપણે મોબાઈલમાં કોઈ પણ કામ ન કરી શકીએ. એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમને મોબાઈલમાં ઉપયોગ કરવી એકદમ સરળ હોય છે. એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમને એટલા માટે બનાવવામાં આવી છે કે આપણે કમ્પ્યુટરમાં જે સોફ્ટવેરનો ઉપયોગ કરતા હોઈએ છે તેને હવે આપણે આ એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા મોબાઈલમાં પણ કરી શકીએ.

તમે તમારા હોમસ્ક્રીન પર જે પણ એપ, વિજેટ્સ, એનિમેશન, ફંક્શન, ચિત્રો વગેરે જોવો છો તે એન્ડ્રોઇડ દ્વારા થાય છે, એન્ડ્રોઇડ એક OS છે અને OSનું કામ હોય કે યુઝર મોબાઇલ વાપરી શકે તેવું પ્લેટફોર્મ પ્રદાન કરવું.

એન્ડ્રોઇડ સિવાય પણ મોબાઇલ માટે ઘણા બધા OS આવે છે જેમ કે iOS, પણ આ iOSનો ઉપયોગ એપલના આઇફોન માટે જ થાય છે અને તે મોંઘા હોય છે.


એન્ડ્રોઇડની શોધ ક્યારે થઈ? એન્ડ્રોઇડનો ઇતિહાસ – History of Android in Gujarati

એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમની શોધ Android Incના માલિક એન્ડી રૂબિનએ વર્ષ 2003માં કરી હતી. આ કંપનીની ઓપરેટિંગ સિસ્ટમને ગૂગલએ 2005 વર્ષમાં ખરીદી લીધી હતી. ત્યારબાદ એન્ડી રૂબિનને ગૂગલએ આ ઓપરેટિંગ સિસ્ટમના હેડ તરીકે જાહેર કરી દીધા હતા. 

જ્યારે ગૂગલએ આ ઓપરેટિંગ સિસ્ટમને ખરીદી ત્યારબાદ તેને આમાં ઘણા બધા અપડેટ કર્યા હતા અને 2007માં એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમને લોન્ચ કરી દીધી. 2007 પહેલા આ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ માત્ર ગૂગલએ જ કર્યો હતો. 

સૌથી પહેલા માર્કેટમાં 2008ના વર્ષમાં HTC કંપનીએ મોબાઈલ લોન્ચ કર્યો હતો. જેની અંદર આ એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ભવિષ્યમાં ઘણા બધા એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમના વર્ઝન લોન્ચ કરવામાં આવ્યા જેના વિશે આપણે આગળ જોઈશું.

એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ જ્યારે લોકપ્રિય થઈ ત્યારબાદ એન્ડી રુબિનને તેના એક પ્રોજેક્ટ માટે ગૂગલમાંથી પોતાના પદને અલવિદા કર્યું હતું. ત્યારબાદ આ ઓપરેટિંગ સિસ્ટમના હેડ તરીકે સુંદર પિચાઈને ઘોષિત કર્યા હતા.

સુંદર પિચાઈએ આ ઓપરેટિંગ સિસ્ટમને વધારે અપડેટ કરીને આખી દુનિયામાં મોબાઇલ પ્લેટફોર્મ માટે એન્ડ્રોઇડને લોકપ્રિય કરી દીધી. આજે તમે જોઈ રહ્યા છો કે આ એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ દિન પ્રતિદિન ઝડપથી વધી રહ્યો છે, ગર્વ તો આપણે જરૂર કરવો જોઈએ કે સુંદર પિચાઈ ભારતના છે

અત્યારે આપણે statcounter અનુસાર એન્ડ્રોઇડનો માર્કેટશેર જોઈએ તો પૂરી દુનિયામાં 72% જેટલા મોબાઇલમાં એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ વપરાય છે જે સૌથી લોકપ્રિય છે.


એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમના ફીચર્સ કયા કયા છે? – Android Features in Gujarati

મિત્રો તમે આ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરો છો તો તમને તેના ફીચર્સ વિશે પણ માહિતી હોવી જોઈએ.

 • એન્ડ્રોઇડ OS વાપરવામાં ખૂબ જ સરળ છે, કોઈ પણ નવો વ્યક્તિ એન્ડ્રોઇડ મોબાઇલને ચલાવી શકે છે.
 • એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમમાં તમે ઘણી બધી ભારતીય ભાષાઓનો ઉપયોગ કરી શકો છો, એટલે તમને આમાં મલ્ટીભાષાનો પણ સપોર્ટ જોવા મળશે.
 • આનું ઇન્ટરફેસ પણ ઘણું સુંદર અને સરળ હોય છે.
 • એન્ડ્રોઇડમાં તમે મલ્ટી-ટાસ્કિંગ પણ કરી શકો છો, તેનો અર્થ એ કે તમે એન્ડ્રોઇડ મોબાઇલમાં એક સાથે ઘણા બધા કામો કરી શકો છો, જેમ કે ફોન પર વાત કરતાં કરતાં ફોટા જોવા અને વોટ્સએપ વાપરવું વગેરે.
 • આમાં તમને ગૂગલ પ્લેસ્ટોર ડિફોલ્ટ મળે છે જેમાંથી તમે મફત એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરી શકો છો, ગૂગલ પ્લેસ્ટોર પર 2.7 મિલ્યનથી પણ વધારે એપ જોવા મળે છે.
 • એન્ડ્રોઇડમાં તમને ગૂગલ પ્લે પ્રોટેક્ટ પણ મળે છે જે તમારી એપને સ્કેન કરે છે અને એપમાં કોઈ વાઇરસનો પ્રોબ્લેમ હોય તો તમને જણાવી દે છે.
 • એન્ડ્રોઇડમાં એવું સિસ્ટમ પણ આવે છે જે તમને બતાવે છે કે તમે કઈ એપનો ઉપયોગ કેટલો સમય કરો છો, કેટલી વખત સ્ક્રીન ચાલુ કરો છો જેવી વગેરે જાણકારી મળે છે.
 • એન્ડ્રોઇડમાં તમે કોઈ પણ થર્ડ પાર્ટી જગ્યાથી એપ ડાઉનલોડ કરીને વાપરી શકો છો.
 • એન્ડ્રોઇડમાં એક ફોનમાથી બીજા ફોનમાં ડેટા શેર કરવો ખૂબ સહેલું છે.
 • એન્ડ્રોઇડમાં તમને અલગ-અલગ પ્રકારના ફાઇલ ફોર્મેટનો સપોર્ટ જોવા મળે છે.

આવા અનેક ફીચર્સ તમને એન્ડ્રોઇડમાં જોવા મળે છે જે યુઝરને ખૂબ સારો અનુભવ આપે છે.


એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમના વર્ઝન કયા કયા છે? – Android Versions List in Gujarati

એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમમાં 2008થી લઈને અત્યારે સુધી ઘણા બધા વર્ઝન જોવા મળે છે જે તમે નીચે જોઈ શકો છો, અહી બધા વર્ઝનને અલગ-અલગ કોડનેમ આપવામાં આવે છે, કોડનેમ એટલે કિટકેટ વર્ઝન, માર્શમેલો વર્ઝન વગેરે જેવા નામને કોડનેમ કહેવાય છે.

 1. એન્ડ્રોઇડ વર્ઝન 1.0 (કોડનેમ નથી) | લોન્ચ તારીખ:- 23 સપ્ટેમ્બર 2008
 2. એન્ડ્રોઇડ વર્ઝન 1.1 (કોડનેમ નથી) | 9 ફેબ્રુઆરી 2009
 3. એન્ડ્રોઇડ વર્ઝન 1.5 (કપ કેક) | 27 એપ્રિલ 2009
 4. એન્ડ્રોઇડ વર્ઝન 1.6 (ડોનટ) | 15 સપ્ટેમ્બર 2009
 5. એન્ડ્રોઇડ વર્ઝન 2.0 to 2.1 (એકલેર) | 26 ઓક્ટોમ્બર 2009
 6. એન્ડ્રોઇડ વર્ઝન 2.2 to 2.2.3 (ફ્રોયો) | 20 મે 2010
 7. એન્ડ્રોઇડ વર્ઝન 2.3 to 2.3.7 (જિંજરબ્રેડ) | 6 ડિસેબર 2010
 8. એન્ડ્રોઇડ વર્ઝન  3.0 to 3.2.6 (હનીકોમ્બ) | 22 ફેબ્રુઆરી 2011
 9. એન્ડ્રોઇડ વર્ઝન 4.0 to 4.0.4 (આઇસ્ક્રીમ સેન્ડવિચ) | 18 ઓક્ટોમ્બર 2011
 10. એન્ડ્રોઇડ વર્ઝન 4.1 to 4.3.1 (જેલીબીન) | 9 જુલાઈ 2012
 11. એન્ડ્રોઇડ વર્ઝન 4.4 to 4.4.4 (કિટકેટ) | 31 ઓક્ટોમ્બર 2013
 12. એન્ડ્રોઇડ વર્ઝન 5.0 to 5.1.1 (લોલીપોપ) | 12 નવેમ્બર 2014
 13. એન્ડ્રોઇડ વર્ઝન 6.0 થી 6.0.1 (માર્શમેલો) | 5 ઓક્ટોમ્બર 2015
 14. એન્ડ્રોઇડ વર્ઝન 7.0 થી 7.1.0 – 7.1.2 (નોગટ) | 22 ઓગસ્ટ 2016
 15. એન્ડ્રોઇડ વર્ઝન 8.0 થી 8.1 (ઓરિયો) | 21 ઓગસ્ટ 2017
 16. એન્ડ્રોઇડ વર્ઝન 9.0 (પાઈ) | 6 ઓગસ્ટ 2018
 17. એન્ડ્રોઇડ વર્ઝન 10.0 (એન્ડ્રોઇડ 10) | 3 સપ્ટેમ્બર 2019
 18. એન્ડ્રોઇડ વર્ઝન 11.0 (એન્ડ્રોઇડ 11) | 8 સપ્ટેમ્બર 2020

તમારા મોબાઇલમાં કયું એન્ડ્રોઇડ વર્ઝન છે? તે આ રીતે ચેક કરો.

check in this website what is your operating system

જો તમારે પોતાના મોબાઇલનું ઓપરેટિંગ સિસ્ટમ અને તેની સાથે વર્ઝન ચેક કરવું હોય તો તમે whatsmyos.com વેબસાઇટ પર જાવો અને ત્યાં તમને જોવા મળી જશે કે તમારું કયું ઓપરેટિંગ સિસ્ટમ છે અને કયું વર્ઝન છે. ઉપર તમે ફોટામાં જોઈ શકો છો કે મારે Android 5.0.2 છે એટલે લોલિપોપ છે.

તમે પણ જરૂર એન્ડ્રોઇડ ફોન વાપરતા હશો, તમારી પાસે કયું એન્ડ્રોઇડ વર્ઝન છે એ કોમેન્ટમાં જરૂર જણાવજો જેથી આપણે એકબીજાના એન્ડ્રોઇડ વર્ઝન જાણી શકીએ, તમારા મિત્રો સાથે પણ આ એન્ડ્રોઇડ વિશેની જાણકારી શેર કરો જેથી તેમને પણ એન્ડ્રોઇડ વિશે કઈક નવું જાણવા મળે.

અમારી અન્ય પોસ્ટ:-