એન્ડ્રોઇડ ફોનમાં “Android” નામનું ફોલ્ડર શેના માટે હોય છે? શું તેને ડિલીટ કરી શકાય છે?

જ્યારે તમે તમારા એન્ડ્રોઇડ ફોનના ફાઇલ મેનેજરમાં ગયા હશો અને તમે ત્યાં સ્ટોરેજમાં એક “Android” નામનું ફોલ્ડર જરૂર જોયું હશે.

આપણે પોતાના એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં ગૂગલ પ્લેસ્ટોર પરથી ઘણી અલગ-અલગ એપ્લિકેશન ડાઉનલોડ કરતાં હોઈએ છીએ અને તેનો ઉપયોગ કરતી વખતે તેનો પણ એક પ્રકારનો ડેટા આપણાં સ્માર્ટફોનમાં સ્ટોર થાય છે.

જેમ કે કેશ ફાઇલ અથવા જો તમે અન્ય કોઈ ફાઇલ તે એપમાં ડાઉનલોડ કરી હોય તે ડેટા તે Android ફોલ્ડરમાં સ્ટોર થાય છે.

એક સરળ ઉદાહરણ લઈએ તો તમે યુટ્યુબ પર વિડિયોને ઓફલાઇન જરૂર ડાઉનલોડ કરતાં હશો, એ ઓફલાઇન વિડિયો તમારા યુટ્યુબ એપમાં ચાલુ થાય છે.

હવે જો તમે Android ફોલ્ડરમાં જ જઈને તે યુટ્યુબની ફાઇલ ખોલશો અને તે ડેટા ડિલીટ કરશો તો યુટ્યુબ એપમાં તમારો ડાઉનલોડ કરેલો વિડિયો ચાલુ નહીં થાય કારણ કે તેની ફાઇલ Android ફોલ્ડરમાંથી ડિલીટ થઈ ગઈ છે.

આ રીતે આપણાં સ્માર્ટફોનમાં અલગ-અલગ એપ હોય છે તેનો ડેટા આ Android ફોલ્ડરમાં સ્ટોર થાય છે.

ઘણા સ્માર્ટફોન યુઝર આ ફોલ્ડરને ડિલીટ પણ કરે છે પણ ફરી વખત તે Android ફોલ્ડર તેની જાતે ઓટોમેટિક બની જાય છે.

જો તમે આ ફોલ્ડરને ડિલીટ કરશો તો તમારા એપમાં જે ડેટા હશે તે માત્ર ગાયબ થઈ જાય છે બાકી તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનને કોઈ અસર નથી થતો.

આશા છે કે આ જાણકારી તમને ઉપયોગી થશે. તમારો ખૂબ આભાર.

આ ફોલ્ડર શેના માટે હોય છે? શું તેને ડિલીટ કરી શકાય છે?

 અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: