એન્ડ્રોઇડ ફોનમાં QR કોડ સ્કેન કેવી રીતે કરવો?

મિત્રો QR કોડની ટેક્નોલોજી આપણો સમય બચાવવા માટે ઘણી ઉપયોગી છે કારણ કે આપણે બસ QR કોડને સ્કેન જ કરવાનું હોય છે અને એ આપણાં માટે 2 મિનિટની રમત છે.

જો તમને QR કોડની ટેક્નોલોજી વિશે નથી ખબર તો અમે એના વિશે એક પૂરી પોસ્ટ લખી છે, આ જરૂર વાંચો: QR કોડ એટલે શું? 

આજે આપણે જાણીશું કે તમે કઈ રીતે તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં કોઈ પણ થર્ડ પાર્ટી એપ્લિકેશનને ઇન્સ્ટોલ કર્યા વગર સરળતાથી કોઈ પણ QR કોડને સ્કેન કરી શકો છો અને એ QR કોડમાં શું છે એ જાણી શકો છો.

તો ચાલો આપણે જાણીએ.

એન્ડ્રોઇડ ફોનમાં QR કોડ સ્કેન કરવાની રીત

એન્ડ્રોઇડ ફોનમાં QR કોડ સ્કેન કરવાની રીત

 


Open Google App

  • સૌપ્રથમ તમારા સ્માર્ટફોનમાં Google એપ ખોલો.


 

 Click on Google Lens icon

  • હવે તેમાં લેન્સ બટન પર ક્લિક કરો.

 


 

 QR Code Scanning on Google Lens

  • હવે તમારા કેમેરાની સામે QR કોડ મૂકો અને ગૂગલ લેન્સ દ્વારા QR કોડને સ્કેન કરો.


 Scanned QR Code
  • હવે તે QR કોડમાં જે છુપાયેલુ હશે એ તમને દેખાશે જેમ કે કોઈ URL લિન્ક, ટેક્સ્ટ મેસેજ, ફોન નંબર વગેરે.

આ રીતે તમે તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં કોઈ પણ થર્ડ પાર્ટી એપ્લિકેશનને ઇન્સ્ટોલ કર્યા વગર ગૂગલ લેન્સની મદદથી કોઈ પણ QR કોડને સ્કેન કરી શકો છો.

આશા છે કે આ જાણકારી તમને ઉપયોગી થશે અને અમે તમને મળીશું એક નવી પોસ્ટમાં.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: