એન્ડ્રોઇડ મોબાઇલ માટે ટોપ 5 ઉપયોગી વેબ બ્રાઉઝર

મિત્રો જો આપણે ઇન્ટરનેટ પર સ્થિત કોઈ પણ વેબસાઇટને પોતાના મોબાઇલમાં એક્સેસ કરવી હોય તો તેના માટે આપણી પાસે એક વેબ બ્રાઉઝર હોવું જોઈએ, વેબ બ્રાઉઝર વગર તમે કોઈ પણ વેબસાઇટને એક્સેસ નથી કરી શકતા.

તો આજે આપણે મોબાઇલ માટેના ટોપ 5 વેબ બ્રાઉઝર વિશે વાત કરીશું જે તમને ઉપયોગી થશે અને તમે તેનો ઉપયોગ પણ કરતાં હશો.

એન્ડ્રોઇડ મોબાઇલ માટે ટોપ 5 ઉપયોગી વેબ બ્રાઉઝર

એન્ડ્રોઇડ મોબાઇલ માટે ટોપ 5 ઉપયોગી વેબ બ્રાઉઝરની લિસ્ટ

ગૂગલ ક્રોમ (Google Chrome)

ગૂગલ ક્રોમ વેબ બ્રાઉઝર

  • Google Chrome મોબાઇલ માટેનું સૌથી લોકપ્રિય વેબ બ્રાઉઝર છે જે ખૂબ ઝડપી છે અને કોઈ પણ વેબ પેજ તરત Load કરીને આપે છે.
  • ગૂગલ ક્રોમમાં તમે કોઈ પણ વેબ પેજને સરળતાથી અનુવાદ (Translate) કરી શકો છો કારણ કે આ ફીચર તેમાં બિલ્ટ ઇન આવે છે.
  • તમારી પાસે ઓછું ઇન્ટરનેટ છે તો તમે તેમાં Lite Mode ચાલુ કરીને પોતાનો ઇન્ટરનેટ ડેટા બચાવી શકો છો.
  • તમે ગૂગલ ક્રોમમાં સાઇન અપ કરશો તો તે તમારા બૂકમાર્ક, પાસવર્ડ અને બધી સેટિંગ બીજા અન્ય ડિવાઇસમાં પણ તે એકાઉન્ટ સાઇન ઇન કરતાં સિંક કરી આપે છે.
  • ગૂગલ ક્રોમમાં કોઈ ખતરનાક વેબસાઇટ જે નુકસાન પહોચાડે તેવી હોય તો આ વેબ બ્રાઉઝર તમને તરત સાવધાન કરે છે.
  • આમાં તમને વોઇસ સર્ચ મળે છે જેની મદદથી તમે કઈ પણ વસ્તુ ટાઈપિંગ વગર શોધી શકો છો.

ફાયરફોક્સ મોબાઇલ (Firefox Mobile)

 ફાયરફોક્સ મોબાઇલ વેબ બ્રાઉઝર

  • Firefox બ્રાઉઝર ઘણું સુરક્ષિત વેબ બ્રાઉઝર છે અને તેમાં તમને ખૂબ જ સરસ ઇન્ટરફેસ જોવા મળે છે.
  • ફાયરફોક્સ બ્રાઉઝરમાં તમે પોતાની જાતે ઘણા બધા સેટિંગ્સને Customized કરી શકો છો.
  • ફાયરફોક્સમાં તમને સિંકનો ઓપ્શન મળે છે જેથી જે તમે મોબાઇલમાં ખોલ્યું તેને તરત એકાઉન્ટ લૉગ ઇન કરીને લેપટોપમાં પણ ખોલી શકો છો.
  • ફાયરફોક્સ બ્રાઉઝર તમને ટ્રેક કરતાં ટ્રેકરને બ્લોક કરે છે જે તમારી સુરક્ષાને વધારે છે અને ગોપનીયતા માટે પણ સારું છે.
  • ફાયરફોક્સમાં તમને ADD-ONS જોવા મળે છે જેનાથી તમે તમારા ફાયરફોક્સ બ્રાઉઝરમાં વધારાના ફીચર્સને ઉમેરી શકો છો.

બ્રેવ બ્રાઉઝર (Brave Browser)બ્રેવ પ્રાઇવેટ વેબ બ્રાઉઝર

  • Brave બ્રાઉઝરને ખૂબ જ સુરક્ષિત વેબ બ્રાઉઝર માનવમાં આવે છે.
  • બ્રેવ બ્રાઉઝર કોઈ પણ વગર કામની નુકસાન પહોચાડે તેવી જાહેરાતોને બ્લોક કરે છે.
  • બ્રેવ બ્રાઉઝર ઝડપી છે અને તમારું ઇન્ટરનેટ ડેટા અને મોબાઇલની બેટરી પણ બચાવે છે.
  • બ્રેવ બ્રાઉઝર કોઈ પણ વેબસાઇટમાં ચાલતી વગર કામની સ્ક્રીપ્ટને પણ બ્લોક કરે છે જેથી તમે એક સારો અનુભવ લઈ શકો.
  • બાકી જેટલા ફીચર્સ બીજા બ્રાઉઝરમાં તમને જોવા મળે છે તે ફીચર્સ તમને અહી પણ જોવા મળે છે.

જીઓ પેજ્સ (JioPages)

જીઓ પેજ્સ વેબ બ્રાઉઝર

  • JioPages એક ભારતીય વેબ બ્રાઉઝર છે જેને Jio દ્વારા બનાવવામાં આવ્યું છે.
  • JioPages માં એક ખાસ વાત એ છે કે આમાં તમને ભારતની લોકલ ભાષાઓનો સપોર્ટ મળે છે, જેમ કે ગુજરાતી, હિન્દી, મરાઠી વગેરે..
  • JioPages માં તમને લોકલ સમાચાર અને નાની સ્ટોરી પણ અલગ-અલગ કેટેગરીમાં જોવા મળે છે.
  • આમાં તમે Private Browsing પણ કરી શકો છો જે તમારી ગોપનિયતા સાચવે છે.
  • JioPages માં પણ તમને એડબ્લોકર મળે છે જે વગર કામની જાહેરતોને બ્લોક કરે છે અને તમારા માટે શ્રેષ્ઠ અનુભવ બનાવે છે.
  • બાકી જે ફીચર્સ તમને બીજા બ્રાઉઝરમાં મળે છે તે પણ તમને અહી મળે છે.

માઇક્રોસોફ્ટ એજ (Microsoft Edge)

માઇક્રોસોફ્ટ એજ વેબ બ્રાઉઝર
  • આ બ્રાઉઝરને વધારે Productive બ્રાઉઝર કહેવામાં આવે છે જે તમારી ઉત્પાદકતા વધારે છે.
  • આમાં તમે કોઈ પણ વસ્તુને વધારે સારી રીતે ગોઠવી શકો છો, તમને પ્રાઇવસી માટે પણ ફીચર મળે છે.
  • વગર કામની જાહેરતોને આ બ્રાઉઝર પણ બ્લોક કરે છે.
  • આમાં તમને Rewards પણ મળે છે.
  • બાકી જે ફીચર્સ બીજા બ્રાઉઝરમાં જોવા મળે છે તે પણ તમને અહી જોવા મળે છે.

તો મિત્રો આશા છે કે તમને આ એન્ડ્રોઇડ મોબાઇલ માટેના ટોપ 5 વેબ બ્રાઉઝર ઉપયોગી થશે જેને તમે Google Play Store પરથી ડાઉનલોડ કરી શકો છો.

અમારી દર નવી પોસ્ટની અપડેટ મેળવવા અને અમારી સાથે જોડાવા તમે 7600940342 વોટ્સએપ નંબરને સેવ કરીને અને એક Hii મેસેજ મોકલીને અમારી સાથે જોડાઈ શકો છો.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-