એપલએ લોન્ચ કરી નાના વ્યવસાયો માટે મફત સેવા એપલ બિઝનેસ કનેક્ટ!

Apple Business Connect

પૂરી દુનિયામાં એપલના અબજો યુઝર છે અને હવે એપલએ પોતાનું એક ફ્રી ટૂલ લોન્ચ કર્યું છે જે નાના વ્યવસાયોને ખૂબ મદદરૂપ થશે.

આ ટૂલ દ્વારા નાના વ્યવયાસો પોતાનું એક બિઝનેસ બનાવી શકશે જેમાં તેઓ પોતાના ધંધાને લગતી જાણકારી ઉમેરી શકે છે અને આ બિઝનેસ પેજ અલગ-અલગ યુઝરને એપલની એપ્લિકેશનમાં દેખાશે.

ઉદાહરણ તરીકે કોઈ યુઝર એપલ મેપ દ્વારા અલગ-અલગ જગ્યાઓ શોધતું હોય તો તે એપલ મેપમાં અલગ-અલગ દુકાનોને પણ શોધી શકશે અને તે દુકાનોનું બિઝનેસ પેજ યુઝરને દેખાશે.

આ બિઝનેસ પેજ દ્વારા યુઝર તે દુકાનદારને ડાઇરેક્ટ કોલ કરી શકશે, તેની વેબસાઇટ પર જઈ શકશે, કોઈ વસ્તુ ઓર્ડર કરી શકશે, તે દુકાન સુધી કેવી રીતે પહોચી શકાય અને કેટલું અંતર છે એ પણ જાણી શકશે. દુકાન ખૂલી છે કે નહીં એ પણ જોઈ શકશે.

આ રીતે યુઝર અલગ-અલગ દુકાનોને શોધી શકે અને અન્ય વ્યવસાયોને શોધી શકે એ હેતુથી એપલએ આ “Apple Business Connect” ટૂલ બહાર પાડ્યું છે.

Apple Business Connect Page

જે રીતે ગૂગલ મેપમાં તમને બિઝનેસ પેજ જોવા મળે છે એ જ રીતે એપલ પણ પોતાનું ગૂગલ જેવુ ઇકોસિસ્ટમ બનાવી રહ્યું છે.

જો કોઈ વ્યવસાયને ગૂગલ પર પોતાનું બિઝનેસ પેજ બનાવવું હોય તો એ ફ્રીમાં જ બનાવી શકે છે અને એપલએ પણ પોતાના પ્લૅટફૉર્મમાં આવી ફ્રી સેવા ચાલુ કરી છે.

જો તમારો પોતાનો કોઈ વ્યવસાય છે તો તમે એપલના પ્લૅટફૉર્મમાં પોતાનો વ્યવસાય “businessconnect.apple.com” વેબસાઇટ પર જઈને રજીસ્ટર કરી શકો છો.

આ જાણકારીને તમારા અલગ-અલગ મિત્રો સાથે શેર કરો જેઓ પોતાનો વ્યવસાય ચલાવે છે. તેમને આ જાણકારી જરૂર ઉપયોગી થશે.

અમારી દર નવી પોસ્ટ મેળવવા માટે તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જરૂર જોડાવો.

અમારી અન્ય પોસ્ટ: