જો મિત્રો તમે એપલ કંપનીની કોઈ સર્વિસ અથવા કોઈ એપલ કંપનીના કોઈ પ્રોડક્ટ જેમ કે આઇફોન, આઈપોડ વગેરેનો ઉપયોગ કર્યો હોય તો તમે એપલ આઈડી (Apple ID) વિશે જરૂર સાંભળ્યું હશે.
આજે આપણે જાણીશું કે એપલ આઈડી એટલે શું? તેનો ઉપયોગ શું છે જેવી વગેરે માહિતી તમને આજે જાણવા મળશે.
એપલ આઈડી શું છે?
એપલ આઈડી એક વ્યક્તિગત એકાઉન્ટ છે જેનો ઉપયોગ કરીને તમે એપલની અલગ-અલગ સર્વિસનો લાભ લઈ શકો છો, તમારા સંપર્ક, ફોટા જેવા વગેરે ડેટા તમારી એપલ આઈડી સાથે લિન્ક કરી શકો છો.
જેવી રીતે તમને એન્ડ્રોઇડ ફોનમાં ગૂગલ એકાઉન્ટ મળે છે, તેવી જ રીતે એપલના ઇકોસિસ્ટમમાં તમને એપલ આઈડી જોવા મળે છે.
તમે તમારી એક જ એપલ આઈડીને અલગ-અલગ એપલ પ્રોડક્ટમાં સાઇન ઇન કરીને ઘણા આધુનિક ફીચર્સનો લાભ લઈ શકો છો.
એપલ આઈડી, એપલ સર્વિસ અને એપલ ડિવાઇસનો ખૂબ સરળતાથી ઉપયોગ કરવા માટેનો એક દરવાજો છે.
એપલ આઈડીના ઉપયોગ શું છે?
- તમે સરળતાથી પોતાના પર્સનલ ડેટા જેમ કે ફોટા, સંપર્ક, વિડિયો વગેરેને Sync કરી શકો છો.
- તમે તમારા ખોવાયેલા એપલ ડિવાઇસની લોકેશન જાણી શકો છો.
- તમે તમારા ચોરી થયેલા ફોનને લોક પણ કરી શકો છો.
- તમે એપલની અલગ-અલગ સર્વિસ જેમ કે Apple Arcade, Apple Music વગેરેનો લાભ લઈ શકો છો.
- તમે એપલ સ્ટોર અને એપ સ્ટોરમાથી ખરીદી કરી શકો છો.
- તમે એપલ આઈડી દ્વારા એક સિંગલ એપલ આઈડી અને પાસવર્ડ દ્વારા એપલની બધી સર્વિસમાં સાઇન ઇન કરી શકો છો.
કેટલી એપલ આઈડી બનાવવી જરૂરી છે?
એપલ મુજબ તમારે બસ એક એપલ આઈડી બનાવવાની જરૂર છે કારણ કે તમે પછી એક જ એપલ આઈડી દ્વારા તમારા બધા વ્યક્તિગત સામગ્રીને બધા જ એપલ ડિવાઇસમાં સરળતાથી એક્સેસ કરી શકો છો.
શું એપલ આઈડી બીજા વ્યક્તિને આપી શકાય છે?
તમારે પોતાની એપલ આઈડી અને પાસવર્ડ સાચવીને રાખવો જોઈએ કારણ કે તમારી એપલ આઈડી સાથે તમારી ઘણી માહિતી જોડાયેલી હોય છે અને આ કારણે જો તમારું એપલ આઈડી અને પાસવર્ડ બીજા વ્યક્તિના હાથમાં જશે તો તમને ઘણી હેરાનગતિ થઈ શકે છે.
એપલ આઈડીને સુરક્ષિત કેવી રીતે બનાવવું?
એપલ આઈડીમાં તમે એક મજબૂત પાસવર્ડ અને તેમાં ટૂ સ્ટેપ વેરિફિકેશન ચાલુ કરીને તેને સુરક્ષિત બનાવી શકો છો.
તો મિત્રો આશા છે કે તમને આજની પોસ્ટ દ્વારા એપલ આઈડી વિશે ઘણું જાણવા મળ્યું હશે, તમારા મિત્રો સાથે પણ જરૂર શેર કરજો.
આ અન્ય પોસ્ટ પણ વાંચો:-
- ગૂગલ પ્લેસ્ટોર પર Editors’ Choice એટલે શું?
- એપલ કંપની વિશે આ વાતો તમારે જરૂર જાણવી જોઈએ
- iOS શું છે? | iPhone ઓપરેટિંગ સિસ્ટમ વિશે જાણકારી
- ગૂગલ પ્લે પ્રોટેક્ટ શું છે? જાણો Play Protect વિશે માહિતી…!!