એપલ કંપની શું છે? Apple વિશે જાણકારી..!!

આજે આપણે એક એવી કંપની વિશે વાત કરવાના છીએ જેના સ્માર્ટફોન અને લેપટોપ પ્રોડક્ટ ઘણા મોંઘા હોય છે અને જેની પાસે આ કંપનીના પ્રોડક્ટ છે તે વ્યક્તિને લોકો અમીર માનતા હોય છે.

આજે આપણે એપલ (Apple Inc.) કંપની વિશે વાત કરવાના છીએ જેના આઇફોન, મેકબૂક, એપલ વોચ વગેરેના લોકો ખૂબ મોટા ચાહક હોય છે.

વિશ્વમાં એપલ ખૂબ વધારે વેલ્યૂ ધરાવતી બ્રાન્ડ છે, અમેરિકાની સૌથી મોટી આઇટી કંપનીઓમાં એપલનું નામ આવે છે, એપલ દુનિયામાં બીજા નંબરની સૌથી વધારે સ્માર્ટફોન બનાવતી કંપની છે.

આજે આપણે એપલ વિશે જાણકારી જાણીશું જેમાં તમને ઘણી મજા આવશે..!!

એપલ કંપની વિશે પૂરી માહિતી

એપલ કંપની શું છે?

એપલ (Apple Inc.) એક મલ્ટીનેશનલ ટેક્નોલોજી કંપની છે જે ગ્રાહકો માટે ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ, સોફ્ટવેર અને અલગ-અલગ ઓનલાઇન સર્વિસ આપે છે.

તેમના પ્રોડક્ટ જેમ કે આઇફોન, આઇપેડ, મેક કમ્પ્યુટર, એપલ વોચ, એરપોડ્સ વગેરે છે અને તેમજ તેમના ઓપરેટિંગ સિસ્ટમ, ઓનલાઇન ઘણી અલગ-અલગ સર્વિસ છે.

apple company logo in gif

એપલની શરૂઆત

એપલ કંપનીની શરૂઆત એપ્રિલ ફૂલના દિવસ “1 એપ્રિલ, 1976″ થી થઈ હતી જેના સ્થાપકો સ્ટીવ જોબ્સ, સ્ટીવ વોઝનિયાક, રોનાલ્ડ વેન છે.

એપલ કંપનીનું નામકરણ

એપલ કંપનીનું શરૂઆતનું નામ “Apple Computer Inc.” હતું પણ જ્યારે તેમણે પોતાનો આઇફોન 2007માં લાવ્યો ત્યારે તેમણે પોતાની કંપનીનું નામ બદલ્યું અને તે છે “Apple Inc.

એપલ કંપનીના સ્થાપકો

એપલ કંપનીના સ્થાપકો

એપલ કંપનીના ત્રણ સ્થાપકો છે, જેમાં (1) સ્ટીવ જોબ્સ (Steve Jobs | 1955-2011), (2) સ્ટીવ વોઝનિયાક (Steve Wozniak | 1950-) અને (3) રોનાલ્ડ વેન (Ronald Wayne| 1934-).

એપલ કંપનીના સીઇઓ

એપલ કંપનીના CEO

એપલ કંપનીના હાલના CEO ટિમ કૂક (Tim Cook) છે જેમનું પૂરું નામ ટિમોથી ડોનાલ્ડ કૂક (Timothy Donald Cook) છે, જેમનો જન્મ 1 નવેમ્બર, 1960ના રોજ થયો હતો.

એપલના સ્થાપક સ્ટીવ જોબ્સના મૃત્યુ બાદ તેઓ 2011થી એપલ કંપનીના CEO તરીકે ફરજ બજાવે છે અને તેની પહેલા તેઓ એપલ કંપનીના “ચીફ ઓપરેટિંગ ઓફિસર” તરીકે ફરજ બજાવતા હતા.

એપલ કંપનીના પ્રોડક્ટ

Macintosh: આ પર્સનલ કમ્પ્યુટર હોય છે જે “Mac” નામથી જાણીતા છે જેમાં એપલનું પોતાનું ઓપરેટિંગ સિસ્ટમ macOS નો ઉપયોગ કરવામાં આવે છે.

iPhone: આઇફોન એક સ્માર્ટફોન છે જેમાં એપલનું પોતાનું ઓપરેટિંગ સિસ્ટમ iOS ઉપયોગ કરવામાં આવે છે, દર વર્ષે એપલના નવા આઇફોન લોન્ચ થાય છે.

iPad: આ એક પ્રકારના ટેબલેટ કમ્પ્યુટર છે જેમાં એપલનું પોતાનું ઓપરેટિંગ સિસ્ટમ iPadOS ઉપયોગ કરવામાં આવે છે.

AirPods: આ વાયરલેસ હેડફોન છે એટલે કે તે વાયરવગરના હેડફોન છે.

Apple TV: એપલ ટીવી એક ડિજિટલ મીડિયા પ્લેયર છે જેને તમારે ટીવીમાં કનેક્ટ કરવાનું હોય છે અને તમે ટીવીમાં વિડિયો અને ઓડિઓનો આનંદ લઈ શકો છો.

Apple Watch: આ એપલની સ્માર્ટવોચ હોય છે જેમાં અલગ-અલગ ખાસ ફીચર હોય છે જેમ કે ફિટનેસને લગતા ફીચર્સ, સ્વાસ્થ્યને લગતા, બીજા એપલ પ્રોડક્ટ સાથે કનેક્શન વગેરે…

Beats: આ એપલની પેટાકંપની છે જે ઓડિઓ પ્રોડક્ટ બનાવે છે.

HomePod Mini: આ એપલનું સ્માર્ટ સ્પીકર છે.

iPod: આ એક મીડિયા પ્લેયર છે જેના દ્વારા તમે મ્યુઝિકનો આનંદ માણી શકો છો.

મિત્રો આશા છે કે તમને આ એપલ કંપની વિશે સામાન્ય જાણકારી ઉપયોગી થઈ હશે, તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: