એમેઝોન (Amazon) કંપની વિશે રસપ્રદ વાતો

એમેઝોન એક ખૂબ જ વિશાળ ઈ-કોમર્સ કંપની છે જેના દ્વારા આપણે સૌ ઓનલાઇન ઇન્ટરનેટ દ્વારા શોપિંગ કરી શકીએ છીએ અને આપણે જે પણ ખરીદીએ છીએ તે આપણાં ઘરના બારણાં સુધી આવી જાય છે.

આજે આપણે એમેઝોન કંપની (Amazon) વિશે ઘણી રસપ્રદ વાતો અને રસપ્રદ જાણકારી જાણીશું જેમાં તમને પણ જરૂર આનંદ આવશે અને કઈક નવું જાણવા મળશે.

એમેઝોન (Amazon) કંપની વિશે રસપ્રદ વાતો

એમેઝોન વિશે રસપ્રદ માહિતી (Facts About Amazon)

 • એમેઝોનનું પહેલાનું નામ Cadabra (કેડાબ્રા) હતું જે “abracadabara (આબ્રાકાડાબ્રા)” માથી લેવામાં આવ્યું હતું 
 • જો તમે તમારા વેબ બ્રાઉઝરમાં relentless.com એન્ટર કરશો તો તમે ડાઇરેક્ટ amazon.com વેબસાઇટમાં પહોચી જશો કારણ કે એમેઝોનના બૂક સ્ટોરની વેબસાઇટનું નામ પહેલા આ હતું.
 • શું તમને ખબર છે કે “એમેઝોન” એક નદીનું નામ છે જે દક્ષિણ અમેરીકામાં આવેલી છે અને આ પરથી જ એમેઝોન કંપનીનું નામ પડ્યું છે.
 • એમેઝોન અત્યારે ખૂબ જ અલગ-અલગ કેટેગરીના પ્રોડક્ટ વેચે છે પણ 1994માં જ્યારે એમેઝોનની શરૂઆત થઈ હતી ત્યારે તે માત્ર પુસ્તકોનું વેચાણ કરતાં હતા.
 • એમેઝોનની વેબ સર્વિસ પણ છે જે “Amazon Web Services (AWS)” તરીકે ઓળખાય છે, આ સર્વિસ ઓનલાઇન ધંધાઓને હોસ્ટિંગ અને સર્વર જગ્યા આપે છે.

 • એમેઝોન કંપની એટલી વિશાળ છે કે તેની પોતાની 40 થી વધારે જેટલી પેટાકંપનીઓ (Subsidiaries) છે.
 • એમેઝોન કંપની અમેરિકાના આઇટી ઈન્ડસ્ટ્રીમાં ટોચની 5 કંપનીઓની યાદીમાં આવે છે જેમાં ગૂગલ (આલ્ફાબેટ), ફેસબુક (મેટા) અને માઇક્રોસોફ્ટ શામેલ છે.
 • શું તમને ખબર છે કે એમેઝોન કંપનીનું હેડક્વોર્ટર Seattle, Washington, U.S. માં આવેલું છે.
 •  શરૂઆતમાં આ કંપની એક ઓનલાઇન બૂક સ્ટોર તરીકે ચાલુ થઈ હતી પણ ત્યારબાદ હવે તે ખૂબ જ અલગ-અલગ વસ્તુઓ વેંચે છે અને સૌથી મોટું ઓનલાઇન શોપિંગ પ્લૅટફૉર્મ બની ગયું છે.
 • હાલમાં Amazon દુનિયાનું સૌથી મોટામાંનું એક ક્લાઉડ કમ્પ્યૂટિંગ પ્રોવાઇડર છે.
 • એમેઝોન વિશે એક વાત જાણીને તમને આશ્ચર્ય થશે કે એમેઝોન કંપનીમાં 14 લાખથી પણ વધારે કર્મચારીઓ કામ કરે છે.
 • એમેઝોનએ પોતાનું Alexa નામનું Virtual Assistant વર્ષ 2014માં લોન્ચ કર્યું હતું અને અત્યારે સ્માર્ટ સ્પીકર અને સ્માર્ટ હોમ ડિવાઇસમાં વપરાતું આ સૌથી લોકપ્રિય વર્ચુંઅલ અસિસ્ટન્ટ બની ગયું છે.

એમેઝોન શું છે? (What is Amazon?)

એમેઝોન એક મલ્ટીનેશનલ ટેક્નોલોજી કંપની છે વધારે ઓનલાઇન ઇન્ટરનેટ દ્વારા શોપિંગ કરવા માટે જાણીતી છે પણ એમેઝોનની ઈ-કોમર્સની સાથે અન્ય પણ ઘણી સર્વિસ છે જેમ કે ક્લાઉડ કમ્પ્યૂટિંગ, ઓનલાઇન જાહેરાતો, ડિજિટલ વિડિયો અને ઓડિઓ સ્ટ્રીમિંગ, આર્ટિફિશ્યલ ઈંટેલીજેન્સ છે.

એમેઝોનની શરૂઆત કેવી રીતે થઈ?

જેફ બેજોસ જે એમેઝોનના સ્થાપક છે. તેઓએ વર્ષ 1994માં એમેઝોનની સ્થાપના કરી હતી. તેઓ એક ઈન્વેસ્ટમેન્ટ ફર્મમાં સીનિયર વાઇસ પ્રેસિડેંટ હતા.

ઇન્ટરનેટના વધતાં જતાં ઉપયોગને ધ્યાનમાં રાખીને તેમને એક ઓનલાઇન બૂક સ્ટોર ચાલુ કરવાનું વિચાર્યું અને ત્યારે તેમને એમેઝોનની શરૂઆત કરી જે શરૂઆતમાં એક ઓનલાઇન બૂક સ્ટોર હતું.

જેફ બેજોસએ પોતાની નોકરી પણ છોડી દીધી હતી અને પછી તેમને Amazon ની શરૂઆત કરી.

જેફ બેજોસએ Seattle ના એક ગેરેજમાંથી તેમની કંપની શરૂ કરી હતી. તેમને ઓનલાઇન પુસ્તકો વેંચવાની સાથે અન્ય અલગ-અલગ પ્રોડક્ટ વેચવાનું પણ શરૂ કર્યું હતું અને થોડાક જ વર્ષમાં એમેઝોન ખૂબ લોકપ્રિય ઈ-કોમર્સ વેબસાઇટ બની ગઈ હતી અને અત્યારે પણ લોકપ્રિય છે.

આશા છે કે એમેઝોન કંપની વિશે આજે તમને કઈક નવું જાણવા મળ્યું હશે, તમારા મિત્રો સાથે પણ શેર કરજો.

અમારી દર નવી પોસ્ટની અપડેટ મેળવવા માટે તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો.

અમારી અન્ય રસપ્રદ પોસ્ટ પણ વાંચો :