ઓટોકેડ સોફ્ટવેર શું છે? જાણો AutoCAD વિશે..!!

આપણે જોયું હશે કે આપણે ઘણા બધા સાધનોથી ઘેરાયેલા છે, આપણી આજુબાજુ મોટી બિલ્ડીંગ, રોડ, વાહન, મશીનો વગેરે છે, તમે જોયું હશે કે આ બધી વસ્તુ બનાવવામાં ખુબ વધારે મહેનત લાગે છે.

આ બધી વસ્તુને ડેવલોપ કરવા માટે ખર્ચ પણ ખુબ મોટા થાય છે અને આ કારણે તેમાં વધારે ખર્ચ ન થાય તે માટે આ બધી વસ્તુ બનાવતા પહેલા જ તેના ડિજિટલ મોડેલ અથવા પ્રોટોટાઈપ 2D કે 3D સ્વરૂપમાં બનાવવામાં આવે છે જેમાં બધા આંકડા માપેલા હોય છે.

આ કારણે પહેલાથી જ બનેલા મોડેલ હોય તો તેમાં કેવી રીતે કામ કરવાનું છે અથવા જે તે મશીન, બિલ્ડીંગ કે રોડ કઈ રીતે બનાવવાનું છે તેનો આઈડિયા આવી જાય છે. 

આ માટે એક ખુબ લોકપ્રિય સોફ્ટવેર છે જેનો ઉપયોગ ખુબ મોટા પાયે થાય છે, જેનું નામ છે AutoCAD, આજે તમને આ “ઓટોકેડ” સોફ્ટવેર વિશે ઘણું શીખવા મળશે અને તેનું મહત્વ જાણવા મળશે.

ઓટોકેડ સોફ્ટવેર શું છે? જાણો Autocad વિશે..!!

AutoCAD શું છે? – AutoCAD in Gujarati

AutoCAD એક પ્રકારનું કમ્પ્યુટર સોફ્ટવેર છે જેનો ઉપયોગ અલગ-અલગ ફિલ્ડમાં 2D, 3D મોડેલ અને અલગ-અલગ ડિઝાઇનિંગ પ્રોસેસ માટે થાય છે.

AutoCAD એક CAD પ્રકારનું સોફ્ટવેર છે જેમાં CAD નું પૂરું નામ “Computer Aided Design” થાય છે. એવા કમ્પ્યુટર સોફ્ટવેર કે જેનો ઉપયોગ મશીન, બિલ્ડીંગ, વાહન વગેરેને ડિઝાઇન કરવા માટે થાય છે. 

તમે ઘણી જગ્યાએ જોયું હશે કે અલગ-અલગ વસ્તુની ડિઝાઇન કમ્પ્યુટરમાં બનાવવામાં આવે છે તો તેવી જગ્યાએ આ AutoCAD જેવા સોફ્ટવેરનો ઉપયોગ થાય છે.

AutoCAD માં એવા ઘણા ફીચર્સ જોવા મળે છે જેમાં ડિઝાઇનિંગને લગતા ફીચર્સ અને માપદંડો આપેલા હોય છે અને એક વખત તે ડિઝાઇનને કમ્પ્યુટરમાં બનાવ્યા બાદ તેને આપણે બહાર પણ લાગુ કરી શકીએ છે.


Autodesk કંપની વિશે

AutoCAD interface

AutoCAD સોફ્ટવેરને “Autodesk” નામની કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે જે એક અમેરિકન મલ્ટીનેશનલ સોફ્ટવેર કોર્પોરેશન છે જે આર્કિટેક્ચર, એન્જિનિયરિંગ, બાંધકામ, મેનુફેક્ચરિંગ, મીડિયા, એજ્યુકેશન અને મનોરંજન જેવા વગેરે ક્ષેત્રો માટે પોતાના સોફ્ટવેર પ્રોડક્ટ અને સર્વિસ પ્રદાન કરે છે.

AutoCAD ને કારણે Autodesk કંપનીનું નામ આજે ઘણું ઊંચું છે, Autodesk ની શરૂઆત 1982માંJohn Walker” દ્વારા કરવામાં આવી હતી.


AutoCAD ની શરૂઆત

AutoCAD સોફ્ટવેરની શરૂઆત પણ 1982માં કરવામાં આવી હતી, પહેલા તો આ એક કમ્પ્યુટર પ્રોગ્રામ હતો જેની શરૂઆત 1977માં થઇ હતી અને 1979માં તેને Interact CAD નામથી રિલીઝ કરવામાં આવ્યું હતું.

પછી 1985માં AutoCAD ની કંપની Autodesk પબ્લિક કંપની બની હતી.


AutoCAD ના ઉપયોગ

AutoCAD Interface

AutoCAD સોફ્ટવેરના ઘણા બધા ઉપયોગ છે તો ચાલો જાણીએ…

  • જે આપણે સ્થાપત્યને લગતું જોઈએ છે તો તેની ડિઝાઇનિંગ માટે.
  • આંતરિક ડિઝાઇન અને સુવિધાઓની યોજના બનાવવા માટે.
  • વર્ક-ફલો માટેના ચાર્ટ્સ અને ઓર્ગેનાઈઝેશનલ ડાયાગ્રામ્સ.
  • પ્રસ્તાવ અને પ્રેઝેન્ટેશન માટે.
  • બધા પ્રકારના ગ્રાફ માટે.
  • ઇલેક્ટ્રોનિક, કેમિકલ, સિવિલ, મિકેનિકલ, ઓટોમોટીવ, અને એરોસ્પેસ જેવી ઘણી એન્જિનિયરિંગ બ્રાન્ચમાં આ સોફ્ટવેર ચિત્ર દોરવા માટે ઉપયોગી થાય છે.
  • પ્લોટ અને બીજા ઘણા ગાણિતિક અને વૈજ્ઞાનિક ફંક્શનને બતાવવા માટે.
  • ટેક્નિકલ ચિત્રો અથવા ઉદાહરણો, એસેમ્બલી ડાયાગ્રામ વગેરે.
  • શુભેચ્છા કાર્ડ
  • કળા માટે લીટીઓ દોરવા માટે.

આવા ઘણા કામો માટે આ AutoCAD સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે.


AutoCAD સોફ્ટવેરનો વિન્ડોઝ OSમાં ઉપયોગ કરવા માટે સિસ્ટમ માટેની જરૂરિયાતો

AutoCAD

આ AutoCAD 2022 ને ધ્યાનમાં રાખીને જણાવેલી સિસ્ટમ રિક્વાયરમેન્ટ્સ છે.

  • તમારી પાસે 64 બીટનું વિન્ડોઝ 11 કે વિન્ડોઝ 10 હોવું જોઈએ.
  • પ્રોસેસરમાં 2.5 થી 2.9 GHz હશે તો ચાલશે અને 3 થી વધારે GHz હશે તો વધારે સારું.
  • 8 GB થી વધારે RAM મેમરી જરૂરી છે, 16 GB હશે તો વધારે સારું.
  • ડિસ્પ્લે રિઝોલ્યુશન 1920 * 1080 ઓછામાં ઓછું હશે તો ચાલશે અને વધારેમાં વધારે 3840 * 2160 એક સારા ગ્રાફિક કાર્ડ સાથે.
  • 10 GB જેટલી હાર્ડ ડિસ્કમાં જગ્યા હોવી જોઈએ.

આ હતી સામાન્ય સિસ્ટમ જરૂરિયાતો જે તમને AutoCAD 2022 નું વર્ઝન ચલાવવામાં ઉપયોગી રહેશે.

તમે Mac માટે અને Windows માટેની હજુ System Requirements તેમની Official વેબસાઈટ પર પણ જઈને જોઈ શકો છો.


શું AutoCAD મફત છે?

AutoCAD 3D Drawing

ના AutoCAD સોફ્ટવેર મફત નથી, તમારે આ સોફ્ટવેરનો ઉપયોગ કરવા માટે પૈસા ખર્ચ કરવા પડશે. 

આશા છે કે આજની આ AutoCAD વિશેની માહિતી તમને ખુબ જ ઉપયોગી થશે, તમારો ખુબ આભાર.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: