ઓડિઓ સ્ટ્રીમિંગ એટલે શું?

Share this post

ઓડિઓ સ્ટ્રીમિંગનો અર્થ એ થાય છે કે ઇન્ટરનેટ દ્વારા ઓડિઓ ફાઇલને પોતાના ડિવાઇસમાં ચલાવવું જેમ કે મ્યુઝિક, પોડકાસ્ટ વગેરે. જ્યારે તમે ઓડિઓ સ્ટ્રીમ કરો છો તો તે ઓડિઓ ફાઇલ રિયલ ટાઇમમાં ચાલે છે અને તમારે તેને સાંભળવા માટે તેને પૂરું ડાઉનલોડ નથી કરવું પડતું.

ઓડિઓ સ્ટ્રીમિંગ જેમ તમે ઓડિઓ ચલાવશો એમ ચાલુ ઇન્ટરનેટ કનેક્શનમાં ડેટા પેકેટેસ ટ્રાન્સફર થતાં રહેશે અને તમે ઓડિઓનો આનંદ સરળતાથી લઈ શકશો.

ઘણા ઓડિઓ સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ છે જે ઓડિઓ સ્ટ્રીમ કરવાની સુવિધા આપે છે જેમ કે Spotify, Apple Music, Gaana વગેરે.

Share this post