ઓપરેટિંગ સિસ્ટમ (OS) એટલે શું? – Operating System વિશે જાણકારી

ઓપેરેટિંગ સિસ્ટમ (Operating System) આ એક એવું સોફ્ટવેર છે જેના દ્વારા જ તમારું કમ્પ્યુટર ચાલે છે. તમે ઓપરેટિંગ સિસ્ટમને કમ્પ્યુટરનું હ્રદય પણ કહી શકો છો. જેવી રીતે માણસ હ્રદય વગર ન જીવી શકે તેવી જ રીતે કમ્પ્યુટર પણ તેના હ્રદય વગર ન કામ કરી શકે.

આજે આપણે આ કમ્પ્યુટરના હ્રદય ઓપરેટિંગ સિસ્ટમ વિશે જાણીશું કે ઓપરેટિંગ સિસ્ટમ શું છે?(What is Operating System in Gujarati?) ઓપરેટિંગ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે તે વિશે વાત કરીશું.

ઓપરેટિંગ સિસ્ટમ (OS) એટલે શું?

ઓપરેટિંગ સિસ્ટમ શું છે? (What is Operating System in Gujarati?)

કમ્પ્યુટરમાં ઓપરેટિંગ સિસ્ટમ એક એવું સોફ્ટવેર છે જે વિવિધ પ્રોગ્રામનું સમૂહ છે અને તે પૂરા કમ્પ્યુટરને મેનેજ કરવાનું કામ કરે છે. કમ્પ્યુટરમાં થતાં વિવિધ કાર્યોનું સંચાલન અને તેનું મેનેજમેંટ ઓપરેટિંગ સિસ્ટમ કરે છે. ઓપરેટિંગ સિસ્ટમને ટૂંકમાં OS કહેવાય છે. OSનું પૂરું નામ Operating System છે.

ઓપરેટિંગ સિસ્ટમને કમ્પ્યુટરનું હ્રદય પણ કહેવાય છે કારણ કે કમ્પ્યુટરને ઓપરેટિંગ સિસ્ટમ જ ચલાવે છે. જો કમ્પ્યુટરમાં ઓપરેટિંગ સિસ્ટમ ન હોય તો તે કોઈ જ કામ ન કરી શકે. ઓપરેટિંગ સિસ્ટમ જ એક એવું મુખ્ય સિસ્ટમ સોફ્ટવેર છે જે તમારા કમ્પ્યુટરમાં કોઈ પણ વસ્તુનું મેનેજમેંટ કરે છે.

ઓપરેટિંગ સિસ્ટમમાં જ તમે ગેમ રમી શકો, મ્યુઝિક સાંભળી શકો, ફિલ્મ જોઈ શકો, ઇન્ટરનેટ એક્સેસ કરી શકો, ટાઈપિંગ કરી શકો, ચિત્ર બનાવી શકો, સમય જોઈ શકો, કોપી-પેસ્ટ કરી શકો, મોબાઇલ કનેક્ટ કરી શકો વગેરે…આવા બધા જ કર્યો તમે આ ઓપરેટિંગ સિસ્ટમની મદદથી જ કરી શકો છો. આ બધા જ કાર્યોને ઓપરેટિંગ સિસ્ટમ મેનેજ કરે છે.

તમે જ્યારે કમ્પ્યુટર ચાલુ કરો અને જ્યારે કમ્પ્યુટર ચાલુ થઈને તૈયાર થઈ જાય અને જે પહેલી ડેસ્કટોપ સ્ક્રીન આવે છે તે ઓપરેટિંગ સિસ્ટમને કારણે જ આવે છે.

જ્યારે તમે દુકાનમાં નવું કમ્પ્યુટર કે લેપટોપ લેવા જશો તો તે તમને સૌથી પહેલા ઓપરેટિંગ સિસ્ટમ જ ઇન્સ્ટોલ કરીને આપશે અને ત્યારબાદ તમે કમ્પ્યુટરમાં અલગ-અલગ ગેમ, ફોટોશોપ, ક્રોમ બ્રાઉઝર, વિડિયો એડિટિંગ સોફ્ટવેર વગેરે ઇન્સ્ટોલ કરશો.

ઓપરેટિંગ સિસ્ટમ એક સિસ્ટમ સોફ્ટવેર છે જે કમ્પ્યુટરમાં સૌથી પહેલા ઇન્સ્ટોલ કરવામાં આવે છે અને જ્યારે આ OS એટલે ઓપરેટિંગ સિસ્ટમ બગડે તો તમારા કમ્પ્યુટરના બધા જ ડેટા તેની સાથે ઊડી જવાની શક્યતા વધી જાય છે.

હવે તમને ખબર પડી ગઈ હશે કે ઓપરેટિંગ સિસ્ટમ શું છે. હવે જાણીએ કે તે કેવી રીતે કામ કરે છે.

ઓપરેટિંગ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે?

ઓપરેટિંગ સિસ્ટમ કમ્પ્યુટર અને યુઝરની વચ્ચે કમ્યુનિકેશન કરવામાં મદદરૂપ બને છે. તમને બધાને ખબર છે કે કમ્પ્યુટર બાઈનરી ભાષા સમજે છે જેમાં 0 અને 1 જ હોય છે. કમ્પ્યુટર આપણી ઇંગ્લિશ અને ગુજરાતી જેવી ઉચ્ચા લેવલની ભાષા સમજતું નથી.

ઓપરેટિંગ સિસ્ટમ જ આપણી ઇંગ્લિશ ભાષાને કમ્પ્યુટરને તેની બાઈનરી ભાષામાં કન્વર્ટ કરીને સમજાવે છે. તેની સાથે જ ઓપરેટિંગ સિસ્ટમ કમ્પ્યુટરની બાઈનરી ભાષામાથી આપણને ઇંગ્લિશમાં જ સહેલી રીતે કન્વર્ટ કરીને સમજાવે છે.

ઓપરેટિંગ સિસ્ટમ હાર્ડવેર અને કમ્પ્યુટરને કમ્યુનિકેશન કરવામાં મદદરૂપ બને છે.

ઉદાહરણ તરીકે…તમે જે કીબોર્ડને કમ્પ્યુટરમાં જોડો છો. તો તમે જે પણ ટાઈપિંગ કરો છો તે ઓપરેટિંગ સિસ્ટમ સમજે છે અને ત્યાર બાદ તમારી સ્ક્રીન પર બતાવે છે કે તમે શું લખ્યું છે. આ પ્રોસેસ ખૂબ ઝડપથી થાય છે.

જ્યારે કમ્પ્યુટર ચાલુ કરો છો ત્યારે તમારી રેમ (RAM) મેમરીમાં ઓપરેટિંગ સિસ્ટમ લોડ થાય છે અને ત્યાર બાદ ઓપરેટિંગ સિસ્ટમ લોડ થઈ ગયા બાદ કમ્પ્યુટર ચાલુ થઈ જાય છે. જો OS ની ફાઈલોને રેમમાં લોડ થવામાં પ્રોબ્લેમ થાય તો કમ્પ્યુટરને પણ ચાલુ થવામાં પ્રોબ્લેમ થાય છે.

હવે તમને ખબર પડી ગઈ હશે કે ઓપરેટિંગ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે.

ઓપરેટિંગ સિસ્ટમમાં GUI અને CUI શું છે?

પહેલાના સમયમાં કમ્પ્યુટરના OS એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ CUI પ્રકારના આવતા હતા. CUI નું પૂરું નામ Character User Interface (કેરેક્ટર યુસર ઇન્ટરફેસ).

CUI પ્રકારના ઓપેરેટિંગ સિસ્ટમ એટલે આપણે ખાલી કીબોર્ડની મદદથી કમ્પ્યુટરને ચલાવી શકીએ છે. CUI માં આપણે કમ્પ્યુટરમાં કમાન્ડ લખવી પડે અને ત્યારબાદ આપણે કોઈ પણ વસ્તુ ખોલી શકીએ છે.

અત્યારના સમયમાં GUI પ્રકારના ઓપરેટિંગ સિસ્ટમ આવે છે. GUI નું પૂરું નામ Graphical User Interface (ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ).

GUI પ્રકારના ઓપરેટિંગ સિસ્ટમમાં આપણે કમ્પ્યુટરને માઉસની મદદથી કંટ્રોલ કરી શકીએ છે. આપણે કમ્પ્યુટરમાં થોડા ક્લિકમાં જ બધુ જ ચલાવી શકીએ છે.

ઓપરેટિંગ સિસ્ટમના નામ

હવે તમે ઓપરેટિંગ સિસ્ટમ વિશે ઘણું બધુ જાણી લીધું હશે પણ હવે આપણે ઓપરેટિંગ સિસ્ટમના નામ એટલે તેના ઉદાહરણ વિશે જાણીશું.

લોકપ્રિય ઓપરેટિંગ સિસ્ટમના નામો:-

લોકપ્રિય ઓપરેટિંગ સિસ્ટમના નામો
 • માઇક્રોસોફ્ટ વિન્ડોઝ (Microsoft Windows)
 • લિનક્સ (Linux)
 • ઉબન્ટુ (Ubuntu)
 • એન્ડ્રોઇડ (Android)
 • મેક (Mac OS)
 • iOS

આ મુખ્ય ઓપરેટિંગ સિસ્ટમના નામ છે. આ OS ની અંદર પણ અલગ-અલગ વર્ઝન આવે છે પણ અહી ખાલી મુખ્ય OSના નામ જ દર્શાવ્યા છે.

જ્યારે કમ્પ્યુટરના ઓપરેટિંગ સિસ્ટમની વાત કરીએ તો તેમાં સૌથી વધારે લોકપ્રિય ઓપરેટિંગ સિસ્ટમ માઇક્રોસોફ્ટ વિન્ડોઝ છે. આ OS લાઈસેન્સ વાળું છે અને તેને કારણે આપણે પૈસા આપીને ખરીદવું પડે છે. આ OS તેના સરળ ઇન્ટરફેસ માટે જાણીતું છે. સ્કૂલમાં પણ સૌથી પહેલા આ જ OSનો પરિચય કરાવવામાં આવે છે.

લિનક્સ અને ઉબન્ટુ OS ફ્રી અને ઓપન સોર્સ છે. આ OSને ખાલી તેમની મેન વેબસાઇટ પરથી ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરવું પડે છે. આ બંને OS કમ્પ્યુટર અને લેપટોપ માટે છે. 

જ્યારે આપણે મોબાઇલના OSની વાત કરીએ તો તેમાં સૌથી લોકપ્રિય Android OS છે. આ ઓપરેટિંગ સિસ્ટમ દુનિયાના સૌથી મોટા સર્ચ એંજિન ગૂગલ કંપનીનું છે. ભારતમાં 90% ટકાથી વધારે મોબાઇલ Android OS પર જ આવે છે.

Mac OS એપલ કંપનીના કમ્પ્યુટરમાં વપરાય છે. આ OSનો દેખાવ ખૂબ પ્રીમિયમ દેખાય છે અને તમને વાપરતા જ ખબર પડે કે કેટલું મોંઘું OS હશે

iOS આ એપલ કંપનીના આઇફોનમાં આવે છે. આ પણ એક ઓપરેટિંગ સિસ્ટમ છે જે પોતાના સિમ્પલ ઇન્ટરફેસ અને ઉત્તમ સિક્યોરિટીને કારણે જણાય છે અને ફીચર પણ પ્રીમિયમ મળે છે. આ OS તમને ખાલી એપલ કંપનીના ફોનમાં જ જોવા મળે છે. 

ઓપરેટિંગ સિસ્ટમના કાર્ય

ઓપરેટિંગ સિસ્ટમના કાર્ય
 • પ્રોસેસર મેનેજમેંટ (Processor Management)
 • મેમરી મેનેજમેંટ (Memory Management)
 • ડિવાઇસ મેનેજમેંટ (Device Management)
 • ફાઇલ મેનેજમેંટ (File Management)
 • સિક્યોરિટી (Security)
 • નેટવર્કિંગ (Networking)
 • ભૂલ તપાસવાનું (Error Detection)
 • જોબ શેડ્યુલિંગ (Job Scheduling)

ઓપરેટિંગ સિસ્ટમના પ્રકાર

ઓપરેટિંગ સિસ્ટમના પ્રકાર
 • બેચ ઓપરેટિંગ સિસ્ટમ (Batch OS)
 • ટાઇમ-શેરિંગ ઓપરેટિંગ સિસ્ટમ (Time-Sharing OS)
 • ડિસ્ટ્રિબ્યુટેડ ઓપરેટિંગ સિસ્ટમ (Distributed OS)
 • મલ્ટીટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ (Multitasking OS)
 • મલ્ટીપ્રોસેસિંગ ઓપરેટિંગ સિસ્ટમ (Multiprocessing OS)
 • નેટવર્ક ઓપરેટિંગ સિસ્ટમ (Network OS)
 • રિયલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમ (Real Time OS)
 • મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ (Mobile OS)

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-