કંટ્રોલ પેનલ એટલે શુ? – કમ્પ્યુટરમાં Control Panel વિશે માહિતી

મિત્રો તમે વિન્ડોઝ OS કમ્પ્યુટરમાં કંટ્રોલ પેનલ (Control Panel) નામનું એક ઓપ્શન જરૂર જોયું હશે. આજે આપણે આ કંટ્રોલ પેનલ વિશે વાત કરીશું કે વિન્ડોઝ કમ્પ્યુટરમાં કંટ્રોલ પેનલ શું હોય છે.

વિન્ડોઝના કંટ્રોલ પેનલ વિશે જાણકારી

કંટ્રોલ પેનલ શું છે?

કંટ્રોલ પેનલ વિન્ડોઝ OS નું એક ઘટક છે જેના દ્વારા તમે કમ્પ્યુટરના પૂરા સેટિંગ્સને જોઈ શકો છો અને બદલી શકો છો. કંટ્રોલ પેનલ એક એવું ક્ષેત્ર છે જ્યાથી કમ્પ્યુટરની અલગ-અલગ સેટિંગ્સને સમજી શકાય છે. કમ્પ્યુટરમાં જેટલી પણ જરૂરી અલગ-અલગ પ્રકારની સેટિંગ્સ હોય છે તેની લિસ્ટ કંટ્રોલ પેનલમાં જોવા મળે છે.

કંટ્રોલ પેનલની મદદથી તમે તમારી સ્ક્રીનને લગતું સેટિંગ જોઈ શકો છો, તેમાં ઇન્ટરનેટ અને લોકલ એરિયા જેવા વગેરે નેટવર્કના સેટિંગને જોઈ શકો છો, તમારે કોઈ હાર્ડવેરના ડ્રાઇવર અપડેટ કરવા છે તો તે પણ કરી શકો છો, તમારા કમ્પ્યુટરમાં કેટલી રેમ કે કયું પ્રોસેસર છે જેવી વગેરે જાણકારી મેળવી શકો છો.

કંટ્રોલ પેનલ શરૂઆતના કમ્પ્યુટર યુઝરને થોડું મુશ્કેલ લાગે છે તેને લીધે માઇક્રોસોફ્ટના લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમમાં એક Settings નામનો ઓપ્શન પણ જોવા મળે છે જેનાથી નવા કમ્પ્યુટર યુઝર પણ સહેલાઇથી કમ્પ્યુટરમાં ફેરબદલ કરી શકે છે.

કંટ્રોલ પેનલનો ઉપયોગ

કંટ્રોલ પેનલ

કંટ્રોલ પેનલનો ઉપયોગ ખૂબ વિશાળ છે જેમાં આપણે અત્યારે તેમાં રહેલા મુખ્ય ઉપયોગ વિશે જાણીશું.

System and Security

સિસ્ટમ અને સિક્યોરિટીમાં તમને તમારા વિન્ડોઝ OSની સુરક્ષાને લગતા સેટિંગ ઓપ્શન જોવા મળશે. તમે આ ઓપ્શન દ્વારા તમારા કમ્પ્યુટર વિશે જાણકારી લઈ શકશો જેમ કે તમારી પાસે વિન્ડોઝનું કયું વર્ઝન છે, કઈ રેમ, પ્રોસેસર જેવી વગેરે જાણકારી મેળવી શકો છો.

તમને તમારી બેટરીને લગતા સેટિંગ્સ પણ જોવા મળશે અને તમારું સિસ્ટમ વધારે પાવર કે વીજળી ખર્ચ કરશે કે નહીં એ સેટિંગ્સ પણ તમને જોવા મળશે.

આમાં તમને બધા એડમિનિસ્ટ્રેટિવના ટૂલ જેવા વગેરે ખૂબ જ જરૂરી ઓપ્શન તમને સિસ્ટમ અને સિક્યોરિટીમાં જોવા મળે છે.

Network and Internet

આ ઓપ્શનમાં તમને નેટવર્ક અને ઇન્ટરનેટને લગતા ઓપ્શન જોવા મળશે. જો તમે કોઈ નેટવર્ક સાથે જોડાયેલા છો તો તમને આમાં જોવા મળે છે અને ઇન્ટરનેટ સાથે પણ તમે જોડાયેલા હોવ તો પણ તમને આ ઓપ્શન દ્વારા જાણવા મળે છે. આવા અનેક સેટિંગ્સ નેટવર્ક અને ઇન્ટરનેટને લગતા તમને આ ઓપ્શનમાં જોવા મળે છે.

Hardware and Sound

હાર્ડવેર અને સાઉન્ડ ઓપ્શનમાં તમે જોઈ શકો છો કે તમારા સિસ્ટમ સાથે કયા કયા ડિવાઇસ કનેક્ટ થયેલા છે અને જો કનેક્ટ થતાં નથી તો તેમાં શું પ્રોબ્લેમ છે એ તમે આ ઓપ્શનમાં જઈને સોલ્વ કરી શકો છો.

આમાં તમે તમારા વિન્ડોઝના સાઉન્ડમાં પણ અલગ-અલગ ફેરબદલ કરી શકો છો. હાર્ડવેર અને સાઉન્ડને લગતા તમને ઘણા ઓપ્શન આમાં તમને જોવા મળે છે.

Programs

તમારા ડિવાઇસમાં જેટલા પણ સોફ્ટવેર અને પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરેલા છે તેની યાદી તમને આ ઓપ્શનમાં જોવા મળશે અને તમે કોઈ સોફ્ટવેર કે એપ્લિકેશનને અનઇન્સ્ટોલ પણ કરી શકો છો.

User Accounts

યુઝર અકાઉંટ દ્વારા તમે એકથી વધારે વિન્ડોઝના યુઝર અકાઉંટ બનાવી શકો છો અને તેમાં પાસવર્ડ પણ લગાવી શકો છો. યુઝર અકાઉંટનું નામ અને તેનો પ્રકાર પણ બદલી શકો છો. આ ઓપ્શનમાં તમને યુઝર અકાઉંટને લગતા સેટિંગ્સ જોવા મળશે.

Appearance and Personalization

આ ઓપ્શન દ્વારા તમે પોતાના વિન્ડોઝને એક નવો દેખાવ આપી શકો છો, તેમાં તમે અલગ-અલગ ફૉન્ટને ઇન્સ્ટોલ કરી શકો છો. ટાસ્કબારને લગતા સેટિંગ પણ તમને અહી જોવા મળશે. તમારી વિન્ડોઝના દેખાવને લગતા વગેરે સેટિંગ્સ તમને અહી જોવા મળે છે.

Clock and Region

આ ઓપ્શન દ્વારા તમે તમારા ડિવાઇસનું ટાઈમ, તારીખ અને ફોર્મેટમાં ઘણા ફેરફાર કરી શકો છો.

Ease of Access

જો તમને તમારું વિન્ડોઝ ઉપયોગ કરવામાં મુશ્કેલી આવે છે તો તમે આ ઓપ્શન દ્વારા તમારા વિન્ડોઝને વધારે સહેલું બનાવી શકો છો. આમાં તમને ઘણા ઓપ્શન મળે છે જેના દ્વારા તમે વિન્ડોઝને તમારા માટે સહેલું બનાવી શકો છો.

કંટ્રોલ પેનલનો ઇતિહાસ શું છે?

કંટ્રોલ પેનલ વિન્ડોઝના પ્રથમ વર્ઝન Windows 1.0 થી જ માઇક્રોસોફ્ટ વિન્ડોઝ OSનો એક ભાગ રહ્યો છે અને વિન્ડોઝ 95 માં કંટ્રોલ પેનલને એક સ્પેશલ ફોલ્ડર તરીકે મૂકવામાં આવ્યું હતું. આ ફોલ્ડર ભૌતિક રીતે ન હતું પણ તેમાં અલગ-અલગ એપલેટ્સના શોર્ટકટ હતા.

એપલેટ્સ એટલે નાના નાના ઓપ્શન જેના દ્વારા તમે કોઈ સ્પેશલ સેટિંગ્સ ખોલી શકો છો જેમ કે કીબોર્ડ, માઉસ, ઇન્ટરનેટ વગેરે ઓપ્શન તમને કંટ્રોલ પેનલમાં જોવા મળે છે તો તેને એપલેટ્સ કહેવાય છે.

વિન્ડોઝ 95 પછી વિન્ડોઝ XP માં કંટ્રોલ પેનલને સરખી રીતે ગોઠવવામાં આવ્યું હતું. તેને માળખા પ્રમાણે અને કેટેગરી પ્રમાણે સેટ કરવામાં આવ્યું હતું.

પછી વિન્ડોઝ વિસ્ટા અને વિન્ડોઝ 7 માં અલગ-અલગ લેયર ઉમેરવામાં આવ્યા હતા અને અત્યારે વિન્ડોઝ 8 માં માઇક્રોસોફ્ટએ PC Settings નામનો ઓપ્શન રજૂ કર્યો હતો જે વિન્ડોઝ 10માં Settings નામનો ઓપ્શન છે.

હવે વિન્ડોઝના લેટેસ્ટ વર્ઝનમાં કંટ્રોલ પેનલ અને સેટિંગ્સ આ બંને ઓપ્શન એક સાથે જોવા મળે છે.

કંટ્રોલ પેનલ અને Settings વચ્ચે શું અંતર છે?

તમે વિન્ડોઝના લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમમાં જોયું હશે કે હવે સિસ્ટમમાં ફેરબદલ કરવા માટે Control Panel અને Settings આ બંને ઓપ્શન જોવા મળે છે. આ બંને ઓપ્શનનું કામ એક જ છે કે તમે વિન્ડોઝ OS માં અલગ-અલગ ફેરફાર કરી શકો છો.

Settings વાળા ઓપ્શનમાં તમને થોડું સહેલું ઇન્ટરફેસ આપેલું હોય છે અને કંટ્રોલ પેનલમાં તમને થોડું મુશ્કેલ ઇન્ટરફેસ આપેલું હોય છે. અત્યારે મોટા ભાગના વધારે ઓપ્શન તમને Settings માં જોવા મળશે.

કંટ્રોલ પેનલનું ઇન્ટરફેસ

વિન્ડોઝ 7, 8.1 અને 10 નું કંટ્રોલ પેનલ

કંટ્રોલ પેનલ ખોલવાની રીત

આપણે અત્યારે કંટ્રોલ પેનલ વિશે ઘણી જાણકારી જાણી લીધી છે તો ચાલો હવે આપણે જાણીએ કે માઇક્રોસોફ્ટ વિન્ડોઝમાં કંટ્રોલ પેનલ કેવી રીતે ખોલવું?

તમારી પાસે કોઈ પણ વિન્ડોઝ OS છે જેમ કે વિન્ડોઝ 7, વિન્ડોઝ 8, વિન્ડોઝ 10 કે ભવિષ્યનું વિન્ડોઝ 11 તો બધા OS માં આ રીત કામ કરશે.

વિન્ડોઝમાં કમાન્ડ પ્રોમ્પ્ટ દ્વારા કંટ્રોલ પેનલ ખોલવું

કમાન્ડ પ્રોમ્પ્ટ દ્વારા: સૌપ્રથમ સ્ટાર્ટ બટન પર ક્લિક કરીને ‘cmd’ સર્ચ કરો અને Command Prompt ખોલો અને તેમાં Control લખીને Enter બટન દબાવો.


વિન્ડોઝમાં RUN દ્વારા કંટ્રોલ પેનલ ખોલવું

Run દ્વારા: સ્ટાર્ટ બટન પર ક્લિક કરો અને ‘run’ સર્ચ કરો અને Run ખોલો ત્યારબાદ બોક્સમાં control લખીને OK દબાવો.


વિન્ડોઝમાં સ્ટાર્ટ મેનૂ દ્વારા કંટ્રોલ પેનલ ખોલવું

Search કરીને: સ્ટાર્ટ બટન પર ક્લિક કરો, પછી ‘control’ સર્ચ કરો અને Control Panel પર ક્લિક કરો એટલે કંટ્રોલ પેનલ ખૂલી જશે.


એડ્રેસ બાર દ્વારા કંટ્રોલ પેનલ ખોલવું

એડ્રેસ બાર દ્વારા: તમારા વિન્ડોઝ કમ્પ્યુટરમાં “This PC” અથવા “My Computer” ખોલો અને તેના એડ્રેસ બારમાં લખેલું વસ્તુ કાઢીને Control Panel લખીને Enter દબાવો.


તો મિત્રો આશા છે કે આજે તમને વિન્ડોઝના કંટ્રોલ પેનલ (Control Panel) વિશે ખૂબ જ સરળ જાણકારી મળી હશે. જો તમને કઈક નવું જાણવા મળ્યું હોય તો તમારા મિત્રો સાથે પણ આ પોસ્ટ શેર કરો જેથી તેમણે પણ કઈક નવું જાણવા મળે. આ પોસ્ટ અંત સુધી વાંચવા માટે ખૂબ આભાર.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-