કમ્પ્યુટરમાંથી પેન ડ્રાઇવને ઇજેક્ટ કેવી રીતે કરવું?

મિત્રો આપણે બધા જ પેનડ્રાઇવનો ઉપયોગ કરતાં હોઈએ છીએ અને તેને આપણે પોતાના લેપટોપ કે કમ્પ્યુટરમાં લગાવતા હોઈએ છીએ.

જ્યારે તમે પોતાના પેનડ્રાઇવને કમ્પ્યુટર કે લેપટોપમાથી છૂટું પાડો છો તો તમારે ઘણી સાવધાની રાખવી પડે છે. તમારે ડાઇરેક્ટ પેનડ્રાઇવને કમ્પ્યુટર કે લેપટોપમાથી ન કાઢવી જોઈએ.

જો તમે ડાઇરેક્ટ પેનડ્રાઇવને બહાર કાઢશો તો તેમાથી તમારા જરૂરી ડેટા કરપ્ટ થઈ શકે છે તેને લીધે તમારે હંમેશા પેનડ્રાઇવને Eject કરીને બહાર કાઢવું પડે છે.

જ્યારે તમે પેનડ્રાઇવને Eject કરીને બહાર કાઢશો તો કમ્પ્યુટરને જાણ થાય છે કે “હવે પેનડ્રાઇવને કમ્પ્યુટરમાંથી કાઢવામાં આવી રહ્યું છે તો પેનડ્રાઇવ અને કમ્પ્યુટર વચ્ચેનો વાર્તાલાપ બંધ થઈ જાય છે.”

પેનડ્રાઇવ અને કમ્પ્યુટર વચ્ચે જે પણ પ્રોસેસ થતી હોય તે અટકી જાય છે અને પછી તમે કમ્પ્યુટરમાથી પેનડ્રાઇવને સુરક્ષિત રીતે બહાર કાઢી શકો છો અને તમારા ડેટા પણ સુરક્ષિત રીતે એમાં સ્ટોર હોય છે.

તો ચાલો આપણે જાણીએ કે કમ્પ્યુટરમાથી પેનડ્રાઇવ સુરક્ષિત રીતે કેવી રીતે બહાર કાઢવું અને તેને Eject કરવાની સરળ રીત.

કમ્પ્યુટરમાથી પેનડ્રાઇવને Eject કરવાની રીત

કમ્પ્યુટરમાથી પેનડ્રાઇવને Eject કરવાની રીત

સૌથી પહેલા હું તમને જણાવી દઉં કે આ રીત Windows ઓપરેટિંગ સિસ્ટમ યુઝરને ધ્યાનમાં લઈને બનાવવામાં આવી છે, જો તમારી પાસે Windows સિસ્ટમ છે તો આ રીતનો ઉપયોગ તમે કરી શકો છો.

This pc in Windows 10

  • સૌથી પહેલા તમે પોતાના કીબોર્ડમાં Windows બટન અને E બટન (Windows Key+E) એક સાથે દબાવો અને My Computer કે This pc તમારે ખૂલી જશે.

Eject બટન દબાવો.

  • હવે પેનડ્રાઇવ પર માઉસ દ્વારા રાઇટ ક્લિક કરો. હવે Eject બટન દબાવો. હવે તમે તમારી પેનડ્રાઇવને પોર્ટમાથી બહાર કાઢી શકો છો.


મિત્રો આશા છે કે આ પોસ્ટ તમને ખૂબ જ ઉપયોગી થઈ હશે, તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો જેથી બધા જ આ રીત જાણી શકે.

અમારી દર નવી પોસ્ટની અપડેટ મેળવવા માટે 7600940342 વોટ્સએપ નંબર પર Hii મેસેજ જરૂર મોકલજો.

અમારી અન્ય પોસ્ટ પણ જરૂર વાંચો:-