કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ કેવી રીતે વપરાય? – કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ ચાલુ કરવાની રીત

જો કમ્પ્યુટરમાં આપણે ઇન્ટરનેટ ન વાપરી શકીએ તો આપણને કમ્પ્યુટરમાં થોડા સમય બાદ કંટાળો આવવા માંડે છે કારણ કે ઇન્ટરનેટ દ્વારા જ આપણે કમ્પ્યુટરમાં નવું-નવું ડાઉનલોડ કરતાં હોઈએ છે અને નવું-નવું વસ્તુ જોતાં હોય છે.

કમ્પ્યુટરમાં જો તમારે કોઈ ફિલ્મ જોવી હોય તો પણ ઇન્ટરનેટની જરૂર પડે અને કોઈ મ્યુજિક ડાઉનલોડ કરવું હોય તો પણ ઇન્ટરનેટની જરૂર પડે છે. તમારે કમ્પ્યુટરમાં ફેસબુક, યૂટ્યૂબ, ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા વેબસાઇટ વાપરવી હોય તો પણ તમારે ઇન્ટરનેટની જરૂર પડે છે.

કમ્પ્યુટરમાં ઇન્ટરનેટની જરૂરિયાતને કારણે આપણે આજની પોસ્ટમાં જાણીશું કે કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ કેવી રીતે વાપરી શકાય? કે કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ કેવી રીતે ચાલુ કરાય?

કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ કેવી રીતે વપરાય?

મિત્રો આજે હું તમને કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ વાપરવાની 2 રીત બતાવીશ જેમાં તમે મોબાઇલની મદદથી કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ વાપરી શકો છો.

કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ વાપરવાની રીત:-

હું તમને સૌથી પહેલા જણાવી દઉં કે જો તમારા કમ્પ્યુટર કે લેપટોપમાં માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ હોય તો તમે આ રીત દ્વારા ઇન્ટરનેટ ચલાવી શકો છો. જો તમારે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમમાં ઇન્ટરનેટ ચલાવવું હોય તો તમને આજ પોસ્ટમાં આગળ જોવા મળશે.

કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ વાપરવાની 2 રીત છે.

  1. ડેટા કેબલ દ્વારા કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ કેવી રીતે વપરાય?
  2. વાઇ-ફાઈ દ્વારા કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ ચલાવવું

#1 ડેટા કેબલ દ્વારા કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ વાપરવાની રીત

આ રીતમાં તમારે મોબાઇલ, કમ્પ્યુટર, ડેટા કેબલ અને મોબાઇલમાં ઇન્ટરનેટ કનેક્શનની જરૂર પડશે.

આ રીત તમારા વિન્ડોસ અને લિનક્સ બંને કમ્પ્યુટરમાં કામ કરશે.

  1. તમારે સૌથી પહેલા ડેટા કેબલ વડે મોબાઇલ અને કમ્પ્યુટરને કનેક્ટ કરી દેવાના
  2. હવે તમારે મોબાઇલમાં ઇન્ટરનેટ ડેટા ચાલુ કરવાનું છે.
  3. હવે તમારે મોબાઇલના સેટિંગમાં જવાનું છે.
  4. ત્યાર બાદ તમારે સેટિંગમાં USB Tethering નો ઓપ્શન ચાલુ કરવાનું છે.
અને હવે તમારું ઇન્ટરનેટ કમ્પ્યુટરમાં ચાલુ થઈ જશે. જો તમને કોઈ મુશ્કેલી આવે તો તમારે નીચે કોમેન્ટ કરવાનું છે.
જો તમને વધારે ન ખબર પડે તો તમે નીચેનો વિડિયો પણ જોઈ શકો છો.

#2 વાઇ-ફાઈ દ્વારા કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ વાપરવાની રીત

આ રીત ખૂબ સરળ છે કારણ કે આમાં તમારે ડેટા કેબલની જરૂર નથી. જો તમારી પાસે લેપટોપ છે તો ખૂબ સહેલી વાત છે અને જો કમ્પ્યુટર હોય તો તેમાં વાઈફાઈ હોવું જરૂરી છે.

કમ્પ્યુટરમાં તમારે વાઈફાઈ ચાલુ કરવું હોય તો તેમાં વાઈફાઈ કાર્ડ હોવું જોઈએ. તમે વાઈફાઇ ડ્રાઇવર પણ તેને કહી શકો છો. તમે આ વાઈફાઈ ડ્રાઇવરને ઓનલાઇન કે ઓફલાઇન ખરીદી શકો છો અને કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરી શકો છો.

વાઈફાઈ ડ્રાઇવરને કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કેવી રીતે કરવું તેની રીત તમે યૂટ્યૂબ પર શોધી શકો છો.

  1. તમારે સૌથી પહેલા મોબાઇલમાં ઇન્ટરનેટ કનેક્શન ચાલુ કરી લેવાનું.
  2. પછી તમારે મોબાઇલના સેટિંગમાં જવાનું છે.
  3. પછી તમારે Personal Hotspot માં જઈને WiFi Hotspot ચાલુ કરી દેવાનું છે.
  4. પછી તમારે કમ્પ્યુટરના ટાસ્કબારમાં નેટવર્કનું આઈકન દેખાશે ત્યાં ક્લિક કરીને કનેક્ટ કરી દેવાનું છે.
નોંધ:- જો તમારા મોબાઇલ Hotspot માં પાસવર્ડ હશે તો તમારે એ પાસવર્ડ કમ્પ્યુટરમાં કનેક્ટ કરતી વખતે નાખવો પડશે અને પછી તમારું કમ્પ્યુટર કે લેપટોપ મોબાઇલના Hotspot જોડે કનેક્ટ થઈ જશે.

તમે આ નીચેનો વિડિયો પણ જોઈ શકો છો અને તમને એમાં ઘણી સહેલાઈ પડશે.

મને આશા છે કે તમને મોબાઇલ વડે કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ કેવી રીતે વાપરવું એ આવડી ગયું હશે અને હજુ તમારો કોઈ સવાલ હોય તો નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો.