કમ્પ્યુટરમાં ઇન્સ્ટાગ્રામ કેવી રીતે ચલાવવું? – કમ્પ્યુટરમાં ઇન્સ્ટાગ્રામ વાપરવાની રીત

આજે ફેસબુક દુનિયાનું સૌથી મોટું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે અને તેનું જ બીજું પ્રોડક્ટ જે ઇન્સ્ટાગ્રામ છે. ફેસબુક પછી ઇન્સ્ટાગ્રામ દુનિયાનું બીજું સૌથી મોટું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. ઇન્સ્ટાગ્રામના મોબાઇલ યુઝર ખૂબ વધારે છે, પણ ઘણા લોકો ઇન્સ્ટાગ્રામને કમ્પ્યુટર કે લેપટોપમાં પણ વાપરવા ઇચ્છતા હોય છે.

કમ્પ્યુટરમાં કોઈ પણ વસ્તુ વાપરવાની મજા આવે છે કારણ કે તેમાં સ્ક્રીન મોબાઇલ કરતાં મોટી હોય છે. આજે આપણે કમ્પ્યુટરમાં ઇન્સ્ટાગ્રામ કેવી રીતે ચલાવવું? તેના વિશે વાત કરીશું અને કમ્પ્યુટરમાં ઇન્સ્ટાગ્રામ વાપરવાની રીત ખૂબ સરળ છે એટલે અંત સુધી આ પોસ્ટ વાંચતાં રહો.

કમ્પ્યુટરમાં ઇન્સ્ટાગ્રામ કેવી રીતે ચલાવવું? - કમ્પ્યુટરમાં ઇન્સ્ટાગ્રામ વાપરવાની રીત

કમ્પ્યુટરમાં ઇન્સ્ટાગ્રામ કેવી રીતે ચલાવવું?

કમ્પ્યુટરમાં ઇન્સ્ટાગ્રામ ચલાવવાની 3 રીત છે જેના વિશે આપણે આગળ સ્ટેપ બાય સ્ટેપ જાણીશું.

  1. ઓફિશિયલ વેબસાઇટ દ્વારા
  2. Chrome Extension દ્વારા
  3. Emulator દ્વારા

ચાલો આપણે આ 3 રીત વિશે વિસ્તારમાં જાણીએ જેથી તમે કમ્પ્યુટરમાં ઇન્સ્ટાગ્રામ ખૂબ સહેલી રીતે ચલાવી શકશો.

ઓફિશિયલ વેબસાઇટ દ્વારા કમ્પ્યુટરમાં ઇન્સ્ટાગ્રામ કેવી રીતે ચલાવવું?

  1. સૌ પ્રથમ કોઈ પણ Browser ખોલો અને તેના URLમાં instagram.com લખો.
  2. તમારી પાસે જૂનું અકાઉંટ હોય તો ત્યાં Username અને Password નાખીને Log in થઈ શકો છો.
  3. તમે Sign Up કરીને નવું અકાઉંટ પણ બનાવી શકો છો.
  4. ત્યાર બાદ તમારું ઇન્સ્ટાગ્રામ ચાલુ થઈ જશે.

આ ઇન્સ્ટાગ્રામની ઓફિશિયલ વેબસાઇટ છે જ્યાં તમે ખૂબ આસાની થી ઇન્સ્ટાગ્રામને કમ્પ્યુટરમાં કોઈ પ્રોબ્લેમ વગર ઉપયોગ કરી શકો છો. અહી તમે સ્ટોરી જોઈ શકો, DM (Direct Messege) કરી શકો, સર્ચ કરી શકો વગેરે તમને આવા ઘણા બધા ફીચર્સ જોવા મળે છે.

Chrome Extension દ્વારા કમ્પ્યુટરમાં ઇન્સ્ટાગ્રામ કેવી રીતે કરવું?

  1. Chrome બ્રાઉઝરમાં Web for instagram એક્સટેન્શન પર જાવો,
  2. ત્યાર બાદ તેને Add to chrome કરો.
  3. હવે Add Extension પર ક્લિક કરો.
  4. ત્યાર બાદ ખૂણામાં જમણી બાજુ ઉપર ક્લિક કરો તે એક્સટેન્શન પર.
  5. હવે નવી વિન્ડો ખુલશે અને તમે ત્યાર ઇન્સ્ટાગ્રામ પર Log in કે Sign up કરીને વાપરી શકો છો.

આ Extension ડાઉનલોડ કર્યા બાદ તમને જમણી બાજુ ઉપર ખૂણા તે એક્સટેન્શન ના દેખાય તો  Pin બટન પર ચેક કરવું જેથી તમને ત્યાં તે એક્સટેન્શન મળી જશે.

Emulator દ્વારા કમ્પ્યુટરમાં ઇન્સ્ટાગ્રામ કેવી રીતે વાપરવું?

કમ્પ્યુટરમાં Emulator એક પ્રકારનો સોફ્ટવેર પ્રોગ્રામ હોય છે જેને તમે ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરો તો તમે તે Emulator માં Android ઓપરેટિંગ સિસ્ટમ વાપરી શકો છો અને તેમાં Google Play Store પરથી ઘણી બધી Apps ડાઉનલોડ કરીને વાપરી શકો છો.

તમે ઇન્સ્ટાગ્રામ આ Emulator દ્વારા વાપરી શકશો. જો તમારી પાસે સારું કમ્પ્યુટર હોય અને તેમાં 4 GB રેમ અને 1 GB થી વધારે વિડિયો મેમરી હોય અને સારું પ્રોસેસર હોય તો તમે તે કમ્પ્યુટરમાં ખૂબ સહેલાઇથી Emulatorનો ઉપયોગ કરી શકો છો.

તમે ઘણા બધા Emulator નો ઉપયોગ કરી શકો છો જેમાં Bluestack, Memu, Nox player વગેરે આવે છે,

આશા છે કે તમને આ પોસ્ટ કામ લાગી હશે અને તમને કમ્પ્યુટરમાં ઇન્સ્ટાગ્રામ ચલાવતા આવડી ગયું હશે. જો તમારો કોઈ સવાલ હોય તો તમે નીચે કોમેન્ટમાં જરૂર પૂછો જેથી અમે તમારી મદદ કરી શકીએ.