કમ્પ્યુટરમાં એપ્લિકેશન ડાઉનલોડ કેવી રીતે કરાય?

આજે આ પોસ્ટમાં આપણે જાણીશું કે કમ્પ્યુટરમાં ગૂગલ પ્લેસ્ટોરની મદદથી એપ્લિકેશન ડાઉનલોડ કેવી રીતે કરી શકીએ.

મિત્રો હું તમને સૌપ્રથમ જણાવી દઉં કે જ્યારે તમે કમ્પ્યુટરમાં ગૂગલ પ્લેસ્ટોરની મદદથી કોઈ પણ એપ ડાઉનલોડ કરશો તો તે તમે તમારા મોબાઇલમાં જ ચલાવી શકો છો.

તમે કમ્પ્યુટરમાં પણ Android  એપ ચલાવી શકો પણ તેની માટે તમારે કોઈ Android Emulator ની જરૂર પડે.

ઘણી વખત જ્યારે આપણે ગૂગલ પ્લેસ્ટોરમાં કોઈ પણ એપ ડાઉનલોડ કરવા જઈએ ત્યારે આપણી સાથે ઘણી પ્રોબ્લેમ થતી હોય છે જેમ કે Downloading Pending આવે, Error આવી જાય, ઇન્ટરનેટ કનેક્શન ધીમું હોય, મોબાઇલમાં જગ્યા ન હોય વગેરે.

આવી અનેક પ્રોબ્લેમ તમને ગૂગલ પ્લેસ્ટોરમાં કોઈ પણ એપ ડાઉનલોડ કરતી વખતે આવતી હોય છે.

તમારી આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે હું તમારી માટે સોલ્યુસન લાવ્યો છુ. તમારે ખાલી કઈ એપ ડાઉનલોડ કરવી છે તે પસંદ કરવાનું છે અને તમે તમારા બ્રાઉજરની મદદથી કોઈ પણ એપ ડાઉનલોડ કરી શકશો.

ચાલો હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવું છુ કે તમે કમ્પ્યુટરમાં એપ્લિકેશન ડાઉનલોડ કેવી રીતે કરી શકો.

કમ્પ્યુટરમાં એપ્લિકેશન ડાઉનલોડ કેવી રીતે કરાય?

તમારે કમ્પ્યુટરમાં ગૂગલ પ્લેસ્ટોરની મદદથી કોઈ એપ ડાઉનલોડ કરવા માટે 2 વસ્તુની જરૂર પડશે.

જો તમારી પાસે આ 2 વસ્તુઓ હશે તો તમે એપ ડાઉનલોડ કરી શકશો.

કમ્પ્યુટરમાં એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રીત:-

  1. તમારે કમ્પ્યુટરના બ્રાઉજરમાં પ્લેસ્ટોર ખોલવું પડશે અને તેના માટે તમારે URLમાં play.google.com લખવાનું છે.
  2. ત્યાર બાદ તમારે પ્લેસ્ટોરમાં જીમેલ આઈડીની મદદથી Sign in કરવાનું છે અથવા તમે તેમાં નવું જીમેલ આઈડી પણ બનાવી શકો છો.
  3. ત્યાર બાદ તમારે જે પણ એપ્લિકેશન ડાઉનલોડ કરવી છે તે સર્ચ કરીને તે ખોલી લેવાની છે.
  4. હવે તમારે એ એપ્લિકેશનની લિન્ક URLમાથી કોપી કરી લેવાની છે.
  5. હવે તમારે કોઈ App downloader ખોલવું પડશે અને તેના માટે તમે અહી ક્લિક કરો.
  6. હવે તમારે કોપી કરેલી લિન્ક અહી પેસ્ટ કરવાની અને Generate Link પર ક્લિક કરવાનું.
  7. હવે તમારે Generate Link ના નીચે વાળા લીલા કલરના બટન પર ક્લિક કરવાનું છે અને તમારી એપ ડાઉનલોડ થવા માંડશે.
  8. તમે જ્યારે લીલા બટન પર ક્લિક કરશો ત્યારે તમને કઈક ઓપ્શન મળશે તો તમારે Ok દબાવવાનું છે. જેથી એપ ડાઉનલોડ થશે.

મને આશા છે કે હવે તમે કમ્પ્યુટરમાં ગૂગલ પ્લેસ્ટોરની મદદથી કોઈ પણ એપ ડાઉનલોડ કરીને મોબાઇલ ઇન્સ્ટોલ કરીને તેનો ઉપયોગ કરી શકશો.