કમ્પ્યુટરમાં કોઈ પણ વેબસાઇટ સાથે પિંગ ટેસ્ટ કેવી રીતે કરવું?

મિત્રો તમને પિંગ (Ping) વિશે જાણકારી જરૂર ખબર હશે અને આજે આપણે જાણીશું કે તમે કઈ રીતે તમારા વિન્ડોઝ કમ્પ્યુટરમાં કોઈ પણ વેબસાઇટ સાથે પિંગ ટેસ્ટ કરી શકો છો.

પિંગ ટેસ્ટમાં ms જોવા મળે છે, ms કેટલા ઓછા છે એ પ્રમાણે તમારું ડિવાઇસ ઝડપી તે વેબસાઇટના સર્વર સાથે ડેટા આદાન-પ્રદાન કરી શકે છે.

કમ્પ્યુટરમાં કોઈ પણ વેબસાઇટ સાથે પિંગ ટેસ્ટ કેવી રીતે કરવું?

કમ્પ્યુટરમાં વેબસાઇટ સાથે પિંગ ટેસ્ટ કરવાની રીત

સૌપ્રથમ હું તમને જણાવી દઉં કે આ ટ્યૂટોરિઅલ અમે વિન્ડોઝ 7 OS માં બનાવ્યું છે જેમાં કમાન્ડ પ્રોમ્પ્ટનો ઉપયોગ કર્યો છે, તમારી પાસે કોઈ પણ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ હશે તો આ રીત તમારા માટે કામ કરશે.

કમાન્ડ પ્રોમ્પ્ટ ખોલો.સૌપ્રથમ તમારા વિન્ડોઝ કમ્પ્યુટરમાં “Command Prompt” ખોલો.

"ping www.techzword.com" ટાઈપ કરો.હવે તેમાં “ping” લખો અને એક વખત સ્પેસ છોડીને તેમાં કોઈ પણ વેબસાઇટનું URL એડ્રેસ ઉમેરો જેમ કે “www.techzword.com”

 “ping www.techzword.com” લખીને એન્ટર દબાવો.

પિંગ ટેસ્ટ સફળતાપૂર્ણ થયું છે. હવે તમે જોશો તો તમને ms નો લગભગ આંકડો જોવા મળી જશે, સામાન્ય રીતે તમારા ડિવાઇસનું કનેક્શન જે-તે વેબસાઇટ સાથે આટલા ms છે.

આવી રીતે તમે કોઈ પણ વેબસાઇટનું URL એડ્રેસ લખીને કનેક્ટિવિટીને ચેક કરી શકો છો.

મિત્રો આશા છે કે તમને આ પોસ્ટ ઉપયોગી થઈ હશે, તમારા મિત્રો સાથે પણ તમે શેર કરી શકો છો.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: